દુનિયાના 1100 મહાન બુદ્ધિજીવીઓ અને વૈજ્ઞાનિકોએ કર્યુ CAA નું સમર્થન, કહ્યું જાણી જોઈને વાતાવરણ ખરાબ કરી રહ્યા છે

નાગરિક સંશોધન અધિનિયમ (CAA) જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માંથી કાઢવામાં આવેલા લઘુમતીને નાગરિકતાનો અધિકાર આપે છે, તે એવા લોકો છે જે વર્ષોથી ભારતમાં આવીને વસી ગયા છે અને નાગરિકતા ન હોવાને કારણે જ નીચલા સ્તરનું જીવન પસાર કરી રહ્યા છે. વિરોધી શક્તિઓ દ્વારા CAAનો ઉપયોગ રાજકીય પક્ષો અને નરેન્દ્ર મોદી સરકારને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે.

સીએએ અને એનસીઆર વિષે ખોટા અને ભ્રામક તથ્યોનો ભારતમાં મુસ્લિમ સમુદાય વચ્ચે ભયનું વાતાવરણ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બોલીવુડના કલાકારોથી લઈને નવા કાર્યકર્તાઓ સુધી સીએએ અંગેના તથ્યો જાણ્યા વગર કે જાણી જોઇને નાગરિકતા અધિનિયમમાં સંશોધનની જોગવાઈને તોડી મચડી રજુ કરી રહ્યા છે, જેથી તેનાથી તેમના પાસા સીધા પડે.

પરંતુ હવે બાજી એકદમ પલટાઈ ચુકી છે અને દુનિયાભરના થીંક ટેન્કોએ સીએએના સમર્થનમાં નિવેદન જાહેર કર્યા છે. ભારતીય સંસદ અને સરકારને આ 3 દેશોના લઘુમતીઓ માટે ઉભા થવા માટે અભિનંદન પાઠવ્યા છે અને તે ઉપરાંત દેશમાં જે ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે તેની ઉપર પણ ટીપ્પણી કરી છે. આ શિક્ષિતોનું કહેવું છે કે દેશના ઘણા ભાગમાં જાણી જોઇને ઉપદ્રવ અને ભય-હિંસાનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીએએ હેરાન થયેલા ધાર્મિક લધુમતીને આશરો આપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂરી કરે છે, જે મોટાભાગે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દલિત જાતિઓના છે. જે લોકોએ નિવેદન જાહેર કર્યું છે, તેમાં પ્રો. શ્રીપ્રકાશ સિંહ, દિલ્હી વિશ્વવિદ્યાલય, પ્રોફેસર કપિલ કુમાર, ઇગ્નુ, પ્રોફેસર એનુલ હસન, ડીન એસએસએલ અને સીએસ, જેએનયુ પ્રો. અશ્વિની મહાપાત્ર, ડીન. એસઆઈએસ / જેએનયુ પ્રો. મજહર આસિફ, જેવા ફેકલ્ટી રહેલા છે.

એસએલ / જેએનયુ. મીનાક્ષી જૈન, સીનીયર ફેલો, આઈસીએસએસઆર, સુશાંત સરીન, સીનીયર ફેલો, ઓઆરએફ, અભિજિત અય્યર-મિત્રા, સીનીયર ફેલો, ઇન્સ્ટીટયુટ ઓફ પીસ એંડ કંફર્ટ સ્ટડીજ, અનીર્બાન ગાંગુલી, કોલમનિસ્ટ અને લેખક અને બીજા ઘણા રહેલા છે.

વિદેશોમાં વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં ડૉ. વિવેકાનંદ રોય, એસોશિએટ પ્રોફેસર, આયોવા સ્ટેટ યુનીવર્સીટી, યુએસએ ડૉ. સૌવિક ડે, પોસ્ટડોક રીસર્ચ એસોશિએટ, કેટ સ્ટેટ યુનીવર્સીટી, ઓહિયો, યુએસએ, તુષાર શર્મા, અડજંકટ પ્રોફેસર, કેલગરી વિશ્વવિદ્યાલય, પોસ્ટડોક, પ્રિન્સટન, રહેલા છે. ડો. આકાશ સબરવાલ, પીએચડી હાવર્ટ મેડીકલ સ્કુલ, બોસ્ટન, યુએસએ, સાગર ધર, પીએચડી ઉમેદવાર, કેલગરી વિશ્વવિદ્યાલય, કેલગરી, કેનેડા, ઓંકાર જોશી, પીએચડી. વિદ્યાર્થી, મેરીલેંડ વિશ્વવિદ્યાલય, કોલેજ પાર્ક, ડો આશિષ મિશ્રા, વીજીટીંગ પ્રોફેસર, યુએફપીએ, બ્રાજીલ, ડો.નીલિમા ગુપ્તા. અનુસંધાન વૈજ્ઞાનિક, NUS, સિંગાપુર, ડો સોનમ સિંહ પોસ્ટડોક, ચુંગનામ રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય, દક્ષીણ કોરિયા અને બીજા ઘણા દેશો અને કોલેજોમાં ઘણી બીજી વિશ્વવિદ્યાલયો જોડાયેલી છે.

શિક્ષણકારો, બુદ્ધીજીવીઓ અને અનુસંધાન વિદ્વાનો દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ ૨૦૧૯ના સમર્થનમાં પૂરુ વિવરણ નિયમાનુસાર છે.

અમે શિક્ષણકારો, બુદ્ધીજીવિઓ અને અનુસંધાન વિદ્વાનોનો આ એક સમૂહ નાગરિકતા સંશોધન અધિનિયમ, ૨૦૧૯ના સમર્થનમાં નિવેદન જાહેર કરી રહ્યા છે. આ અધિનિયમ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માંથી કાઢવામાં આવેલા ધાર્મિક લઘુમતીઓને શરણ આપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂરી કરે છે. ૧૯૫૦ની લિયાકત-નહેરુ સંધીની નિષ્ફળતા પછી, જુદા જુદા નેતાઓ અને રાજકીય પક્ષોએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ માંથી ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની માંગણી કરી છે. આ નાગરિકો મોટાભાગે દલિત જાતિના છે.

અમે ભારતીય સંસદ અને સરકારને આ ભુલાઈ ગયેલા લઘુમતીઓ માટે ઉભા થવા અને ભારતની સ્થિતિ સારી જાળવી રાખવા માટે અભીનંદન આપીએ છીએ. ધાર્મિક લઘુમતીને કારણે જ ભાગેલાને એક આશ્રય પૂરું પાડવું એ એક સારું કામ છે. અમે તે વાત ઉપર પણ સંતોષ કરીએ છીએ કે પૂર્વોત્તર રાજ્યોની ચિંતાઓને સાંભળવામાં આવી છે અને ઉચિત રીતે જ સંબોધિત કરવામાં આવી રહ્યા છે.

અમારું માનવું છે કે સીએએ ભારતના ધર્મનિરપેક્ષ સંવિધાન સાથે સારી રીતે તાલમેલમાં છે કેમ કે તે કોઈપણ દેશના કોઈપણ વ્યક્તિને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાથી નથી રોકતું, ન તો તે કોઈપણ રીતે નાગરિકતાના માપદંડોને બદલે છે. માત્ર ત્રણ જુદા જુદા દેશો એટલે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માંથી ધાર્મિક ત્રાસથી ભાગેલા લઘુમતીઓને રહેવાનું સમાધાન કરે છે. તે કોઈપણ રીતે અહમદી, બ્લુચ કે કોઈપણ સંપ્રદાયોને આ ત્રણ દેશો માંથી ભારત આવવાથી રોકતા નથી અને તે લોકો પણ નિયમિત પ્રક્રિયાના માધ્યમથી નાગરિકતાની માગ કરી શકે છે.

અમે એ પણ ઊંડા દુઃખ સાથે કહીએ છીએ કે, દેશમાં ઘણા ભાગોમાં હિંસા દ્વારા જાણી જોઇને ભયનું વાતાવરણ ઉભી કરવામાં આવી રહ્યું છે. અમે સમાજના દરેક વર્ગને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ અને પ્રચાર, સાંપ્રદાયિકતા અને અરાજકતાવાદની જાળમાં ફસાવાથી દુર રહે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.