દુનિયાના કોઈપણ વ્યક્તિને તંત્ર-મંત્ર વિના કરો પોતાના વશમાં, ચાણક્ય નીતિમાં લખેલ છે આ રીત

આ દુનિયામાં લોકોને માણસનો મોહ રહે છે, એવું ખાસ કરીને પ્રેમમાં બને છે જયારે કોઈ દગો આપીને ક્યાંક જતા રહે છે. તેવામાં તે પોતાના પ્રેમ કે જીવનમાં કોઈ ખાસ વ્યક્તિના રિસાઈ જવાની રાહ જુવે છે. ક્યારેક ક્યારેક તેમના મનમાં એ વાત આવે છે કે કોઈપણ રીતે કોઈ તે સામેની વ્યક્તિને પોતાના વશમાં કરી લે તો સારું થઇ જાય. પછી તે લોકો તંત્ર મંત્રની વિદ્યા શિખવા માટે તાંત્રિક પાસે જાય છે પરંતુ ક્યારેક ક્યારેક તેની તેમના ઉપર ખરાબ અસર પડી જાય છે. દુનિયાના કોઈપણ વ્યક્તિને મંત્ર તંત્ર વગર પોતાના વશમાં કેવી રીતે કરવા, તે અમે તમને ચાણક્ય નીતિના આધારે જણાવીશું.

દુનિયાના કોઈપણ વ્યક્તિને મંત્ર તંત્ર વગર કરો તમારા વશમાં

દુનિયામાં જો કોઈ પોતાની ઈચ્છા મુજબ ચાલવા લાગે, તો દુનિયામાં જીવવું ઘણું સરળ થઇ જાય છે. તેવામાં કોઈને વશમાં કે હિપ્નોટાઈજ કરવા ઘણા મુશ્કેલ બની જાય છે. ચાણક્ય વ્યક્તિના ગુણો અને તેના વ્યક્તિત્વના આધાર ઉપર કોઈપણને વશમાં કરવાની એવી રીતો જણાવે છે. આવો જાણીએ કેવી રીતે થઇ શકે છે તે?

લાલચુ

લાલચુ માણસને કોઈ મહેનત વગર બસ પૈસા દેખાડવામાં આવે તો તેના માટે તે કાંઈપણ કરી શકે છે. એટલા માટે લાલચુ લોકોને વશમાં કરવા ઘણા સરળ હોય છે અને તેમને પૈસા આપીને સરળતાથી પોતાની ઈચ્છા મુજબ કામ કરાવી શકાય છે. લાલચુ લોકો મુજબ તે પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. જેમ કે કોઈ પૈસાના લાલચુ નથી હોતા તો કોઈકને કોઈક વસ્તુની લાલચ જરૂર હોય છે.

મુર્ખ

કોઈ મુર્ખ માણસને તમારા વશમાં કરવા ઘણા જ સરળ હોય છે. ચાણક્ય બસ તેની પ્રસંશા કરવાની સલાહ આપે છે કેમ કે સાચા ખોટાને સમજવાની તેમનામાં ક્ષમતા નથી હોતી. પોતાની પ્રસંશા સાંભળવા વાળા મુર્ખ તેનાથી ફૂલ્યા સમાતા નથી અને તે પોતાના પ્રશંસકોના કહેવા મુજબ તે કાર્ય જરૂર કરે છે.

બુદ્ધિશાળી

ચાણક્ય નીતિ મુજબ બુદ્ધિશાળીને હ્પ્નોટાઈજ કરવા સૌથી મુશ્કેલ કામ હોય છે. તે વસ્તુને બુદ્ધીમત્તા અને સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી તેની પરખને સમજી શકે છે એટલા માટે કોઈ બુદ્ધિશાળીને હિપ્નોટાઈજ કરવાની એક રીત છે કે તેની સામે સાચું બોલવા લાગવું. સાચું બોલીને તેને પ્રભાવિત કરી શકાય છે અને તેનું માન જાળવીને તે તમારા કહેવા મુજબ કામ કરે છે.

ગુસ્સા વાળા

જે લોકો ગુસ્સા વાળા સ્વભાવના હોય છે તેમના તે સ્વભાવને સહન કરીને તેમને વશમાં કરી શકાય છે. એવા લોકોને વશમાં કરવા સૌથી સરળ કામ છે, કેમ કે કોઈપણ વ્યક્તિ કોઈનો ગુસ્સો સહન કરી શકતા નથી. તેવામાં જો કોઈનો ગુસ્સો તમે સહન કરતા રહો છો તો તે માણસ તમારા વશમાં હંમેશા રહેશે. ગુસ્સો એક નબળાઈ હોય છે અને તેને ખબર છે કે દરેક તેની નબળાઈ સમજીને તેને સહન નહિ કરે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.