દુનિયાની પાંચ સૌથી ખતરનાક નોકરીઓ, 5 મોસ્ટ ડેન્જરસ જોબ

દુનિયાની પાંચ સૌથી ખતરનાક નોકરીઓ, લોકો પોતાના ઘંધાને જ સૌથી અઘરો માનતા હોય છે, પરંતુ દુનિયામાં એવી ઘણી નોકરીઓ હોય છે, જે અઘરી હોવા સાથે ખતરનાક પણ હોય છે, જે પણ હોય તે ખતરનાક હોવા છતાં પણ પોતાનું કામ આનંદ પૂર્વક કરે છે, અને સારી રીતે પૂરું કરે છે, તે આપણી જેમ એસીમાં બેસીને ચાયની ચુસ્કી સાથે કામ નથી કરતા પણ ખતરનાક સ્થિતિમાં કામ કરે છે, એવી જ દુનિયાની પાંચ નોકરીઓ વિષે જાણીએ જેણે ઘણી જ અઘરી અને ખતરનાક ગણવામાં આવે છે.

નંબર ૫. ક્રાઈસ્ટ રેડીમર સ્ટેચ્યુ :-

રિયો ડિઝાઈનરો દ્વારા ૨૩૨૦ ફૂટ ની ઊંચાઈ ઉપર બનેલુ આ ક્રાઈસ્ટની મૂર્તિ વર્ષ ૨૦૦૭ માં વીજળી પડવાને કારણે ખંડિત થઇ ગયી હતી, મૂર્તિના માથા, હાથ ઉપર મોટા પ્રમાણમાં વીજળીના તોફાનથી ઘણું નુકશાન પહોચ્યું હતું, અને જયારે તેને રીપેર કરવા માટે લોકોને ૧૨૪ ફૂટ ઉંચી મૂર્તિ ઉપર ચડીને તેના હાથ વડે કામ કરવું પડે છે. જો કે ઘણું અઘરું છે.

તે આંગળીઓને રીપેર કરવાનું કામ મળ્યું તો સારા સારા કોન્ટ્રાકટરો ધ્રુજી ગયા, અને ત્યાર પછી તેને દુનિયાના બેસ્ટ એન્જીનીયરને તે કામ સોંપવામાં આપ્યું. જુવો કેવા જીસસ ક્રાઈસ્ટના હાથ ઉપર ચડીને કામ કરી રહ્યા છે. અમારી દ્રષ્ટિ એ આ ગુજરાન ચલાવવા માટે ઘણું ખતરનાક કામ માનવામાં આવે છે.

નંબર ૪. લેંડ માઈન રીમુવર :-

બારૂદી સુરંગોનું શોધ કરવા માટેની ટુકડીની નોકરી જોખમથી ભરેલી હોય છે, કેમ કે કેમ કે તેમનું કામ જ તે ખતરનાક વિસ્ફોટકોને શોધીને તેને નિષ્ક્રિય કરવાનું હોય છે. જેને સૈનિકોનો જીવ લેવા માટે બુદ્ધીપૂર્વક પ્લાન્ટ કરવામાં આવ્યો હોય છે, આજે દુનિયાભરમાં લાખો લોકો આ ખતરનાક કામમાં પોતાનો જીવ ગુમાવી બેઠા છે, આ યાદીમાં બોમ વિરોધી ટુકડીને પણ જોડવામાં આવે છે.

નંબર ૩. ઇલેક્ટ્રિક પાવર લાઈન ઈંસ્ટોલર :-

આ જોબમાં એક લાખ એકવીસ લોકો જીવ ગુમાવી ચુક્યા છે, આ નોકરીમાં જીવ ગુમાવવો સામાન્ય વાત છે. જેમ કે ક્યાંક ઊંચા સ્થાન ઉપર કેબલ લગાવવાના હોય કે ખરાબ ઋતુમાં કામ કરવું મૃત્યુને બોલાવવા જેવું છે, જે વીજળીના કામ કરવા વાળા કારીગર જે ૨૦૦૦ ફૂટની ઊંચાઈ થાંભલા ઉપર બલ્બ લગાવવા ચડતા હોય છે. તેનું કલેજું લોખંડનું જ હશે.

એક તો એટલી ઊંચાઈ જ્યાંથી પડવાથી મૃત્યુ થઇ શકે છે, તેની સાથે તીવ્ર વીજળી લાઈન સાથે સંપર્ક, તેના સ્પર્શ માત્રથી યા તો માણસ ચોંટી જાય છે, અથવા તો ફેકાઈ જાય છે એટલે તેમનું મૃત્યુ કે આજીવન અપંગ બનવાની ભય રહેતો હોય છે.

નંબર ૪. સફાઈ કર્મચારી :-

સફાઈ એટલું મોટું કામ છે તે ત્યારે ખબર પડે છે જયારે શહેરની ગટર લાઈન ઉપર નજર નાખવામાં આવે, કેમ કે અંદર તો સમય માણસ જઈ જ નથી શકતો કેમ કે અંદર માનવ મળ મૂત્ર અને સડેલા કચરાને કોઈ રાસાયણિક બોમની સરખામણી જેવા ઝેરી ગેસ નીકળે છે, અને ક્યારે ક્યારે આ સફાઈ કર્મચારીઓ ને આ ગેસના રક્ષણ માટે ગેસ માસ્ક પણ પુરા પાડવામાં નથી આવતા.

અવાર નવાર તેમના મૃત્યુના સમાચાર ટીવી અને સમાચાર પત્રોમાં વાચતા અને સાંભળતા હશો, સફાઈ કર્મચારી આપણી વચ્ચેની ગંદકીને દુર કરે છે, પણ શ્વાસની દ્રષ્ટી એ ઘણી વખત પોતાની મહેનત અને ધગશની કિંમત જીવ આપીને ચુકવે છે.

નંબર ૧. સ્ટંટમેન :-

આ દુનિયામાં ઘણા સ્ટંટમેન અને વુમન પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. પણ ક્યારે પણ એને ગભીરતાથી નથી લેવામાં આવતું. જયારે કોઈ એક્શન હીરોની ફિલ્મ હીટ થાય છે. તો તેની પાછળ સ્ટંટમેનનો હાથ હોય છે, જે જીવ જોખમમાં મૂકીને હવામાં ઉછળે છે તો ક્યારેક ગુંડા સામે લડે છે, તમે જાતે જ જુવો કોઈ ૪૦ ફૂટની ઊંચાઈ ઉપરથી કૂદવું જોઈ એ એટલું સરળ કામ તો નથી.

તો આ હતી દુનિયાની સૌથી ખતરનાક જોબ તમને આમાંથી કાઈ જોબ સૌથી વધુ ખતરનાક લાગી તે જણાવશો.

સાથે સાથે આનાથી પણ વધુ કોઈ ખતરનાક નોકરી હોય તો કોમેન્ટમાં જણાવશો. જય હિન્દ…

આ માહિતી યુટ્યુબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.