દુનિયાના સૌથી ધનવાન માણસને કોઈએ પૂછ્યું : શું આ ધરતી પર તમારાથી વધુ પૈસા વાળું કોઈ છે? તો

વિશ્વના સૌથી પૈસાદાર વ્યક્તિ બીલ ગેટ્સને કોઈએ પૂછ્યું, શું આ પૃથ્વી ઉપર તમારાથી પણ પૈસાદાર કોઈ છે?

બીલ ગેટ્સ એ જવાબ આપ્યો – હા, એક વ્યક્તિ આ દુનિયામાં મારાથી પૈસાદાર છે.

કોણ?

બીલગેટ્સ એ જણાવ્યું :

એક સમયમાં જયારે મારી પ્રસિદ્ધી અને શ્રીમંતાઈનો દિવસ ન હતો, હું ન્યુયોર્ક એયરપોર્ટ ઉપર હતો, ત્યાં સવારે સવારે છાપું જોઈને, મેં એક છાપું ખરીદવા વિચાર્યું, પણ મારી પાસે છુટા પૈસા ન હતા. તો મેં છાપું લેવાનો વિચાર છોડીને તેને પાછો લઇ લીધો. સમાચાર પત્ર વેચવા વાળા છોકરાએ મને જોયો, તો મેં છુટા પૈસા ન હોવાની વાત કરી. છોકરા એ છાપું આપતા કહ્યું, આ હું તમને મફતમાં આપું છું.

વાત ભુલાઈ ગઈ.. લગભગ ત્રણ મહિના પછી જોગનુજોગ તેઓ એ એયરપોર્ટ ઉપર ફરીથી ઉતર્યા અને છાપા માટે તેમની પાસે સિક્કા છુટા ન હતા. તે છોકરા એ મને ફરી છાપું આપ્યું, તો મેં ના કહી દીધી. હું તે નથી લઇ શકતો. તે છોકરા એ કહ્યું તમે આ લઇ શકો છો, હું આ મારા નફા માંથી આપી રહ્યો છું. મને નુકશાન નહિ થાય. મેં સમાચાર પત્ર લઇ લીધું.

૧૯ વર્ષ પછી પોતે વિખ્યાત થઇ ગયા પછી એક દિવસ મને એ છોકરાની યાદ આવી અને મેં તેને શોધવાનું શરુ કર્યું. લગભગ દોઢ મહિના સુધી શોધ્યા પછી છેવટે તે મળી ગયો. મેં પૂછ્યું, શું તું મને ઓળખે છે?

છોકરો : હા તમે મી. બીલ ગેટ્સ છો.

ગેટ્સ : તને યાદ છે? એક સમયે તે મને મફતમાં છાપું આપ્યું હતું?

છોકરો : હા બિલકુલ, એવું બે વખત થયું હતું.

ગેટ્સ : હું તારા તે કામ માટેની કિંમત ચુકવવા માગું છું. તું તારા જીવનમાં જે કાઈ ઈચ્છે છે તે જણાવ, હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ.

છોકરો : સાહેબ, પણ શું તમને નથી લાગતું કે, આમ કરવાથી તમે મારા કામની કિંમત અદા નથી કરી શકતા.

ગેટ્સ : કેમ?

છોકરો : જયારે મેં તમારી મદદ કરી હતી, હું એક ગરીબ છોકરો હતો, ત્યારે હું છાપું વેચતો હતો.

તમે મારી મદદ ત્યારે કરી રહ્યા છો, જયારે તમે આ દુનિયાના સૌથી મોટા શ્રીમંત અને શક્તિશાળી વ્યક્તિ છો. તો પછી તમે મારી મદદની સરખામણી કેવી રીતે કરી શકો? (આ વાક્ય ના સમજાય તો બીજી વાર વાંચવું અને સમજાયી જાય તો ૧૦૦% ત્રીજી વાર તમે વાંચશો.)

બીલ ગેટ્સની દ્રષ્ટીએ તે વ્યક્તિ દુનિયાનો સૌથી શ્રીમંત વ્યક્તિથી પણ શ્રીમંત હતો. કેમ કે કોઈની મદદ કરવા માટે, તેણે શ્રીમંત થવાની રાહ જોઈ ન હતી.

શ્રીમંતાઈ પૈસાથી નહિ દિલથી થાય છે, મિત્રો કોઈની મદદ કરવા માટે શ્રીમંત દિલ હોવું પણ ઘણું જરૂરી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.