દુનિયાના શ્રેષ્ઠ ઍરપોર્ટની લિસ્ટમાં ક્યાં આવે છે ભારત? જાણો.

સિંગાપુરના ચાંગી એયરપોર્ટને સતત 7 મી વખત દુનિયાના સર્વશ્રેષ્ઠ એયરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ લીસ્ટમાં નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એયરપોર્ટ 59 માં નંબર ઉપર રહેલુ છે.

આ લીસ્ટમાં યુકેની કંસલ્ટેન્સી ફર્મ સ્કાઈટ્રેક્સ એ જાહેર કર્યું. જે એયરલાઈન અને એયરપોર્ટના રીવ્યુ અને રેટિંગ સાઈટ પણ ચલાવે છે. જેમાં 100 એયરપોર્ટ જોડાયેલા છે. બુધવારના રોજ લંડનમાં પેસેન્જર ટર્મિનલ એક્સપો ૨૦૧૯ માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્કાઈટ્રેક્સ વર્દ એયરપોર્ટ એવોર્ડસમાં વૈશ્વિક સ્તર ઉપર એયરપોર્ટ ગ્રાહક પોતાની સુવિધાના આધાર ઉપર મત આપે છે.

સિંગાપુરના ચાંગી એયરપોર્ટ પોતાની હાઈટેક ફેસિલીટી માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. સિંગાપુરના ચાંગી એયરપોર્ટ પોતાની રીતે ટોપ સ્વીમીંગ પુલ, 24 કલાક ચાલતા બે મુવી થીએટર્સ અને શોપિંગ સ્પોર્ટ્સને લઇને આખી દુનિયામાં ફેમસ છે.

હવે આ એયરપોર્ટમાં એક નવી સુવિધા ખાસ કરીને દુનિયાનું સૌથી લાંબુ ઇન્ડોર વોટર ફોલ પણ એપ્રિલ સુધીમાં જોડાઈ જશે. પ્રવાસીઓ માટે ચાંગી એયરપોર્ટ ઉપર જુદા જુદા પ્રકારની હાઈટેક ફેસીલીટી રહેલી છે. ક્રાઉન પ્લાઝા હોટલ અને તેની સુવિધાઓને કારણે જ આ એયરપોર્ટ ઉત્તમ એયરપોર્ટ હોટલનો એવોર્ડ પણ મળ્યો છે.

દુનિયાના ઉત્તમ એયરપોર્ટમાં ટોક્યો ઈંટરનેશનલ એયરપોર્ટ (હનેડા) આ વર્ષ બીજા નંબર ઉપર છે. જે ગયા વર્ષે ત્રીજા નંબર ઉપર હતું. આ એયરપોર્ટને દુનિયાના બેસ્ટ ઘરેલું એયરપોર્ટ અને સૌથી સ્વચ્છ એયરપોર્ટનો એવોર્ડ પણ મળ્યો છે. સાઉથ કોરિયાના ઈંચેઓન ઈંટરનેશનલ એયરપોર્ટ ત્રીજા નંબર ઉપર આવી ગયું છે. જે ગયા વર્ષે બીજા નંબર ઉપર હતું. તેને દુનિયાના બેસ્ટ ટ્રાંજીટ એયરપોર્ટનો એવોર્ડ પણ મળ્યો છે.

ભારતનું ઇન્દિરા ગાંધી ઈંટરનેશનલ એયરપોર્ટ 59 માં નંબર ઉપર આવે છે, જે ગયા વર્ષે 66 માં નંબર ઉપર હતું. આ યાદીમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈંટરનેશનલ એયરપોર્ટ આ વર્ષે 64 માં નંબર ઉપર આવ્યું, જે ગયા વર્ષે 63 માં નંબર ઉપર હતું. રાજીવ ગાંધી હૈદરાબાદ ઈંટરનેશનલ એયરપોર્ટ 66 માં આવ્યું, જેને 10 નંબરની પ્રગતી મળી છે. બેંગ્લોરના કેમ્પેગોડા ઈંટરનેશનલ એયરપોર્ટ 66 માં નંબર ઉપર આવ્યું. જે ગયા વર્ષથી 5 નંબર નીચે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.