દુનિયાની સૌથી મોંઘી ચા, જેની કિંમતમાં ખરીદી લેશો 10 લક્ઝરીયસ ફ્લેટ

ચા ને દુનિયામાં સૌથી ફેમસ પીણામાં ગણવામાં આવે છે, મહેમાનોની સરભરા હોય કે દોસ્તોની ગપશપ, ચાની પ્યાલી વગર બધું જ અધૂરું લાગે છે. લગભગ લોકોએ એક કે બે પ્રકારની ચા ના ટેસ્ટ કર્યા હોય છે. જયારે દુનિયાભરમાં તેના ઘણા અનોખા ફ્લેવર રહેલા છે. આવો તમને દુનિયાની સૌથી મોંઘી ચા વિષે જણાવીએ.

ડૉ હોન્ગ પાઓ ટી

ટી-બ્લૂમના એક અહેવાલ મુજબ ચીનના બુઈસન વિસ્તારમાં એક ઘણી જ વિશેષ પ્રકારની ચા મળે છે. ડૉ હોન્ગ પાઓ ટી નામની આ ચા ને સંજીવની બુટ્ટી કહેવું ખોટું નહી હોય. અહેવાલના જણાવ્યા મુજબ આ ચા પીવાથી માણસ ઘણા પ્રકારના રોગો માંથી મુક્ત થઇ શકે છે. કદાચ એ કારણેથી આ ચા ની કિંમત લગભગ ૮ કરોડ રૂપિયા પ્રતિ કી.ગ્રા. છે.

એ મુજબ જોવામાં આવે તો આ ચા ની કિંમત દુનિયાની સૌથી લકઝરી રોલ્સ રોયસના ગોસ્ટ મોડલથી પણ ઘણી વધુ છે. એટલું જ નહિ તેની કિંમતમાં તમે ઘણી સરળતાથી દિલ્હી એનસીઆર જેવા વિસ્તારમાં ૫૦ લાખ રૂપિયાની કિંમત વાળા ૧૦ ફ્લેટ ખરીદી શકો છો.

તૈગુઆનઈન

ઉલોન્ગ ચા ની જેવી દેખાતી તૈગુઆનઈન ચા નું નામ બૌદ્ધ ગુરુ તૈગુઆનઈનના નામ ઉપર રાખવામાં આવ્યું છે. આજે તે દુનિયાની સૌથી કિંમતી ચા ની યાદીમાં જોડાયેલ છે. બ્લેક અને ગ્રીન ટી સાથે મળીને બનતી આ ચા નો સ્વાદ ઘણો જ અલગ હોય છે. કહેવાય છે કે તેને ઉકાળવા ઉપર તેનો રંગ પણ બદલાઈ જાય છે. આ ચા ની પત્તી સાત વખત બનાવવા છતાં પણ પોતાનો સ્વાદ નથી છોડતી. તૈગુઆનઈન ટી ની કિંમત લગભગ ૨૧ લાખ રૂપિયા છે.

પાંડા ડંગ ટી

પાંડા ડંગ ટી દુનિયાની સૌથી મોંઘી ચામાં ગણતરી કરવામાં આવે છે. તેના એક કપ ની કિંમત લગભગ ૧૪ હજાર રૂપિયા ગણાવવામાં આવી છે. આ ચા ને ઉકાળવા માટે જે ખાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પાંડાનું મળ ઉમેરવામાં આવે છે. પાંડા માત્ર વાંસ ખાય છે જેથી તેના શરીરને ૩૦% ન્યુટ્રીશન મળે છે, બીજા ૭૦% ખાદ્ય દ્વારા ચા ની ઉપજ વધારે છે.

પીજી ટીપ્સ ડાયમંડ ટી

બ્રિટીશ ટી કંપની પીજી ટીપ્સના સંસ્થાપકના ૭૫માં જન્મ દિવસ વખતે કંઈક વિશેષ કરવા માટે ટી બેગને તૈયાર કરવામાં આવી હતી. ટી-બેગમાં ૨૮૦ હિરા જડેલા હોય છે જે બનાવવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે. આ ચા ની કિંમત ૯ લાખ પ્રતિ કી.ગ્રા. છે.

વીંટેજ નાર્કીસસ

વીંટેજ નાર્કીસસ ચા સાથે જોડાયેલી ઘણી જાતો અને કહાનીઓ છે. આ ચા ની પુષ્ઠભૂમિ પણ ચીન સાથે જોડાયેલી છે. હાલમાં આ ચાના બગીચાઓનું અસ્તિત્વ ખલાસ થઇ ગયું છે. પરંતુ છેલ્લી વખત જયારે આ ચા વેચાઈ હતી ત્યારે તેની કિંમત પાંચ લાખ રૂપિયા પ્રતિ કી. ગ્રા. હતી.

યલો ગોલ્ડ બડસ

સિંગાપુરમાં ઉગતી આ ચા ના પાંદડા પીળા હોય છે અને બન્યા પછી તેનો રંગ સોનેરી થઇ જાય છે. તેની ખેતી થયા પછી વર્ષમાં તેને માત્ર એક જ વખત તોડવામાં આવે છે. તેની કિંમત લગભગ ૨ લાખ બતાવવામાં આવે છે.

પુ પુ પુ-અર

આ ચા બનાવવામાં  પાંદડાનો નહિ પરંતુ જાનવરોના મળનો ઉપયોગ કરવામાં આવે છે. તાઈવાનના ખેડૂતો જીવડાનું મળ એકઠું કરીને પછી આ ચા તૈયાર કરે છે. ચાઈનિજ યુન્નાનમાં આ ચા ને ૭૦ હજાર રૂપિયા પ્રતિ કી.ગ્રા. વેચવામાં આવી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.