દુનિયાની સૌથી પહેલી ઉડવા વાળી કાર, હવા માં ગતિ 321 કિલોમીટર પ્રતિ કલાક, જમીન પર 160

દુનિયાની પહેલી જમીન પર ચાલવાવાળી અને હવામાં ઉડવાવાળી કારને અમેરિકાના મિઆમી માં રજૂ કરવામાં આવી છે. આ કારની અધિકતમ ગતી ૩૨૧ કિલોમીટર પ્રતિ કલાક અને જમીન પર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક છે આનું નામ PAL -V એટલે કે પાયોનિયર પર્સનલ એયર લેન્ડિંગ વિહિકલ છે

પલ-વી કારની કિંમત ૪ કરોડ ૨૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે. અને આની ડિલિવરી ૨૦૨૧ થી શરૂ થશે. નિદરલેન્ડની એક કંપનીની આ કારનું બુકીંગ pal-v. com પર થઈ રહ્યું છે. ડેલી મેલ ના રિપોર્ટ મુજબ, કારનું પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે.

જોકે હમણાં દુનિયાની સૌથી મોટી ઘણી કંપનીઓ ઉડવાવાળી કારના કોન્સેપ્ટ ઉપર કામ કરી રહી છે. પણ પલ-વી વેચાણ કરનારી પહેલી એવી કંપની છે. કંપનીનો દાવો છે કે આ કાર ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

આ કારમાં ૨ જણ બેસી શકે છે. કારમાં પેટ્રોલથી ચાલવાવાળા ૪ સિલિન્ડર એન્જીન લાગ્યા છે. ૧૦ મિનિટમાં આ ત્રણ પૈડાંવાળી કાર બદલાઈને એક ગીરોકોપ્ટર માં પરિવર્તિત થઈ જાય છે.૮ સેકન્ડમાં કાર ૦ થી ૯૬ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પહોંચી શકે છે.

કંપનીનું કહેવું છે કે આ ફ્લાઇગ કાર રોજિંદા રેગ્યુલેશન પ્રમાણે બનાવવામાં આવી છે. આ કારને ઉડાન ભરવા માટે ૫૪૦ ફૂટ લાંબા રનવે ની જરૂર પડશે, જયારે માત્ર ૧૦૦ મીટર લાંબા રનવે પર કાર લેન્ડ થઈ શકે છે

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.