દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ, 65 વર્ષથી એકપણ વાર નથી કર્યું આ કામ, આમની સ્ટોરી વાંચીને આવી જશે ઉલ્ટી.

65 વર્ષથી આ વ્યક્તિએ નથી કર્યું આ કામ કારણ કે તેને સાફ સફાઈથી છે નફરત, આ સ્ટોરી નાહતા ના હોય એ જરૂર વાંચે. 83 વર્ષીય અમોઉ (World’s Dirtiest Man) કહે છે કે તેણે 65 વર્ષથી તેના શરીર ઉપર પાણીનું એક ટીપું પણ નથી નાખ્યું કેમ કે તેને પાણીથી ડર લાગે છે. તે એ પણ કહે છે કે જો તે સ્નાન કરશે, તો બીમાર પડી જશે. અમોઉં ક્યારે પણ તેના ખાવા પીવાની વસ્તુને સ્વચ્છ નથી રાખતો કેમ કે તેને સ્વચ્છ વસ્તુથી નફરત છે.

અત્યાર સુધી તમે ઘણા આશ્ચર્ય કરી દે તેવી ફેશન વિષે સાંભળ્યું હશે અને જોયું હશે. દુનિયામાં એકથી એક ચડિયાતા રેકોર્ડ છે. પરંતુ આજે અમે તમને એક એવા રેકોર્ડ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે ચક્તિ થઇ જશો. આ માણસ છેલ્લા 65 વર્ષથી નથી સ્નાન કર્યું. ઈરાનના રહેવાસી અમોઉં હાજી (Dirtiest Man Amou Haji) નું કહેવું છે કે તેણે છેલ્લા 65 વર્ષથી સ્નાન નથી કર્યું. આવો જાણીએ શું છે અમોઉંની લાઈફસ્ટાઈલ.

સ્વચ્છ વસ્તુથી છે નફરત : 83 વર્ષીય અમોઉ (World’s Dirtiest Man) કહે છે તેણે 65 વર્ષથી તેના શરીર ઉપર પાણીનું એક ટીપું પણ નથી નાખ્યું કેમ કે તેને પાણીથી ડર લાગે છે. તે એ પણ કહે છે કે જો તે સ્નાન કરશે, તો બીમાર પડી જશે. અમોઉ ક્યારે પણ તેની ખાવા પીવાની વસ્તુ સ્વચ્છ નથી રાખતો કેમ કે તેને સ્વચ્છ વસ્તુથી નફરત છે. અમોઉ કહે છે કે આ ગંદકી જ તેને 83 વર્ષની ઉંમરમાં પણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખે છે. તે મુજબ તે ગંદકીનું જ કારણ છે આટલું લાંબુ આયુષ્ય જીવી રહ્યા છે. ત્યાર પછી કોઈ આશ્ચર્યની વાત નહિ રહે કે ઘણી વખત તેના એ ન સ્નાન કરવાને કારણે જ અમોઉને ગામ બહાર રહેવું પડે છે.

ડાઈટ પણ એટલું જ વિચિત્ર એવું? આ અદ્દભુત રેકોર્ડ વાળા અમોઉની ડાઈટ (Diet Of Amou Haji) પણ એટલી જ વિચિત્ર એવી છે, અમોઉ એકસીડન્ટ કે કુદરતી રીતે મરી ગયેલા જાનવરો કે સડેલુ માણસ ખાવાનું પસંદ કરે છે. તેને નોન વેજ ખાવાનું વધુ ગમે છે. જાનવરોના સડેલા માંસ ઉપરાંત અમોઉને ગંદા સડેલા ઘર વપરાશના શાકભાજીના કચરા પણ પસંદ છે. અમોઉને ઘરમાં બનેલું સ્વાદિષ્ટ ભોજન જરાપણ પસંદ નથી.

માટીમાં રહે છે અમોઉ : તેને પોતાનું કોઈ ઘર નથી. તે તેના ગામથી દુર જમીનમાં બનેલા ખાડામાં રહે છે. આમ તો ગામ વાળાએ અમોઉ માટે એક નાની એવી ઝુપડી બનાવી છે પરંતુ તે તેમાં નથી રહેતા. અમોઉને માટીમાં રહેવાનું વધુ સુખદ લાગે છે. અમોઉને કોઈ પણ પ્રકારની ગંદકીથી કોઈ ઇન્ફેકશન નથી થતું. આમ તો ગામ વાળા તેને અહિયાં મળવા આવતા રહે છે.

સિગરેટના છે શોખીન : તમને જણાવી આપીએ કે અમોઉને સિગરેટ પીવાનો ઘણો શોખ છે પરંતુ ત્યાં પણ અમોઉએ ગંદકીનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ગામ વાળા અમોઉને જે સિગરેટ આપે છે, તેને ખલાસ થાય ત્યાં સુધી અમોઉ ચિલમમાં જાનવરોનું સુકુ મળ નાખીને પણ પીવે છે. અમોઉ કહે છે કે તે આ દુનિયાની તમામ સુખ સુવિધાઓ ત્યાગીને આ પ્રકારના જીવનમાં ઘણો ખુશ છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.