નમસ્કાર મિત્રો આજ અમે તમને રાત્રે સુતી વખતે નાભિમાં ગાયનું દેશી ઘી કે લીંબડાનું તેલ, સરસીયાનું તેલ, બદામનું તેલ, નારીયેલ કે જેતુન(ઓલિવ ઓઇલ) નું તેલ વગેરેના માત્ર બે ટીપા લગાવવાથી જે ૧૪ ચમત્કારિક ફાયદા મળશે તેના વિષે જણાવીશું.
તમે તમારી ત્વચાને સારી બનાવવા માટે અને તમારી બીમારીઓ માટે અને પ્રજનન માટે ન જાણે ક્યાં ક્યાં નુસખા અપનાવતા હશો અને તમે ઘણી બધી દવાઓનો ઉપયોગ કરતા હશો પણ તમને નવાઈ લાગશે કે રાત્રે સુતી વખતે પેટની નાભી ઉપર તેલના થોડા ટીપા લગાવવાથી તમને કેટલો ફાયદો થઇ શકે છે શું તમે જાણો છો અહિયાં તેલ ઘસવાથી સાંધાના દુઃખાવા, ઘુટણનો દુઃખાવો, સર્દી, જુકામ, નાક વહેવું અને ત્વચાને લગતી તકલીફો માંથી છુટકારો મળી શકાય છે.
અહિયાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારી નાભીમાં આ તેલ નાખીને દુર કરી શકો છો તમારી આ સમસ્યાઓ ને જે તમારા માટે મુશ્કેલી પણ ઉભી નહી કરે અને તેના દ્વારા આ વસ્તુથી ખુબ જલ્દી આરામ મળી જશે,
તો ચાલો જાણીએ ક્યા ક્યા તે તેલ છે જે કરશે તમને રોગ મુક્ત.
નાભિમાં આ વસ્તુ લગાવવાથી ફાયદા :
સાંધાના દુઃખાવામાં સારું કરે : ફાટેલા હોઠ કે સાંધાના દુઃખાવા છે જો તમે તેનાથી પરેશાન છો તો તમને જરૂર છે સરસીયાના તેલની જેના દ્વારા તમે તમારી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો, તમારા પેટની નાભી ઉપર સરસિયાના તેલના થોડા ટીપા લગાવો, હા આ તમને વિચિત્ર લાગતું હશે પણ આ પ્રાચીન ઔષધી ખુબ જ ફાયદાકારક છે.
શરદી જુકામમાં રાહત : શું તમને શરદી જુકામ છે, તો આ તમારા માટે ખુબ ફાયદાકારક છે, આપણામાંથી અમુક લોકો એવા છે જેને બારે મહિના જુકામ ની તકલીફ રહે છે તો તમારે બસ આટલું જ કરવાનું છે કે રૂ ના પુંમડાને આલ્કોહોલમાં ડુબાડીને પેટની નાભી ઉપર લગાવો, બસ થઇ ગયું. આ શરદી અને જુકામની ચોક્કસ દવા છે તેનાથી તમારો જુનામાં જુનો જુકામ ઠીક થઇ જશે.
ખીલ માટે : છોકરા હોય કે છોકરી દરેકને ખીલ ની તકલીફથી પરેશાન રહે છે જો તમે પણ આ તકલીફથી પરેશાન છો અને કોઈ ઉપાય કામમાં આવી નથી રહ્યો તો લીંબડાના તેલના થોડા ટીપા પેટની વચ્ચે નાખો અને આજુ બાજુ મસાજ કરવાથી તમને ખીલ ઠીક થઇ જાય છે, અને તમારી ત્વચાના ડાઘરહિત અને સુંદર થઇ જશે.
ચહેરા ઉપર નિખાર : જો તમારો ચહેરો ડાઘરહિત અને સુંદર કરવો હોય તો શું કરવુ? એવું કહેવામાં આવે છે કે બદામના તેલના થોડા ટીપા પેટની નાભી ઉપર લગાવવાથી ચહેરા ઉપર નિખાર આવે છે અને તમારો રંગ પણ સારો થાય છે.
પ્રજનન ક્ષમતા : નારીયેલ કે જેતુનનું તેલ(ઓલિવ ઓઇલ) ના થોડા ટીપા નાભી ઉપર લગાવો અને ધીમે ધીમે મસાજ કરો, તેનાથી પ્રજનન ક્ષમતા વધે છે અને તમારી પ્રજનનને લગતી સમસ્યાઓ પણ દુર થઇ જાય છે.
મુલાયમ ત્વચા : દરેકને બેબી સોફ્ટ ત્વચા જોઈએ શું તમારે સ્વસ્થ અને મુલાયમ ત્વચા જોઈએ જો હા તો તમારે બસ ગાયનું ઘી નાભી ઉપર લગાવવાનું રહેશે અને તમે પણ મેળવશો બેબી સોફ્ટ ત્વચા.
માણસના શરીરમાં દરેક શરીરના ભાગનો સબંધ નાભી સાથે જોડાયેલ હોય છે. નાભીમાં રોજ ચપટીભર ઘી ના બે ટીપા લગાવવાથી જ આપણી ઘણી બીમારીઓથી બચાવવા સક્ષમ હોય છે. આ નેચરલ થેરાપી થી ઘણી આરોગ્યની તકલીફોને ઠીક કરી શકાય છે. સાથે જ તે સુંદરતા વધારવામાં પણ ફાયદાકારક બને છે.
તો આવો જાણીએ આરોગ્ય શાખાના જાણકાર મુજબ નાભીમાં ગાય નું દેશી ઘી ના બે ટીપા લગાવીને હળવું માલીશ કરવાથી થનારા સાત ફાયદા વિષે.
સ્કીન : તેને નાભિમાં લગાવવાથી સ્કીનમાં નમી જળવાઈ રહે છે જેનાથી ફેયરનેશ વધે છે.
ચહેરાની ચમક : તેનાથી સ્કીનની ડ્રાઈનેશ દુર થાય છે અને ચહેરાની ચમક વધે છે.
વાળનું ખરવું : તેનાથી વાળનું ખરવાનું બંધ થઇ જશે અને વાળની સાયનીંગ વધે છે.
ગોઠણનો દુઃખાવો : આ ગોઠણનો દુઃખાવો દુર કરવામાં ફાયદાકારક છે અને સાંધાના દુઃખાવાથી બચાવે છે.
ખીલ અને ડાઘ- ધબ્બા : તેનાથી ચહેરાના ખીલ ઠીક થઇ જાય છે અને ડાઘ ધબ્બા દુર થાય છે.
ફાટેલા હોઠ : નાભિમાં ઘી લગાવવાથી ફાટેલા હોઠ ઠીક થાય છે.
કબજિયાત : તેનાથી પેટની તકલીફ દુર થાય છે અને કબજિયાત થી બચાવ થાય છે.