ક્લિક કરી વાંચો પુરુષો ની ડુંટી માંથી રૂ પણ મળે છે જાણો તમારી ડુંટી વિષે ૧૫ રસપ્રદ હકીકતો

આજે અમે વાત કરીશું આપણા શરીરના ખુબ જ સેન્સીટીવ અંગ ની. જેના જુદાં-જુદાં નામ છે કોઈ નાભિ કહે છે, કોઈ ડુંટી, કોઈ belly button તો કોઈ navel. ભલે મરજી મુજબ જે કહે તે પણ ખબર તો બધાને પડી ગઈ ને..Lets begin…

૧. નાભિ એક નિશાન છે. હકીકતમાં, જન્મ્યા પછી જ્યારે માતાની નાળ થી જોડાયેલી બાળકની ગર્ભનાળ ને ડોક્ટર્સ દ્વારા બાંધીને અલગ કરવામાં આવે છે ત્યારે બાળકના પેટ પર એક નિશાન બની જાય છે તેને આપણે નાભિ કહીએ છીએ.

૨. નાભિ આપણા શરીરનો સૌથી ખરાબ ભાગ હોય છે. તેમાં આશરે ૧૪૫૮ જાતના બેક્ટેરિયા મળી આવે છે.

૩. દુનિયામાં ૪% લોકોની નાભિ બહાર નીકળેલી હોય છે બાકી ૯૬% ની નાભિ અંદર ઘુસેલી હોય છે. બહાર નીકળેલી નાભિ ત્યારે હોય છે જયારે ડોક્ટર્સ ગર્ભનાળ ને સરખી રીતે બાંધી શકતા નથી.

૪. બહાર નીકળેલી નાભિ ને ઓપરેશન થી અંદરની બાજુ કરી શકાય છે. આ પ્રકાર ના ઓપરેશન ને ‘Umbilicoplasty’ કહે છે.

૫. નાભિ ફક્ત દૂધ પીવડાવનારા એટલે કે સ્તનધારી પ્રાણીઓમાં જ હોય છે. ઈંડા આપનારા પ્રાણીઓમાં નાભિ હોતી નથી.

૬. સ્ત્રીઓની તુલનામાં પુરુષોમાં નાભિની આસપાસ વધુ નાના વાળ હોય છે.

૭. નાભિમાં ક્યારેય પણ કાન, નાક ની જેમ કાણું નાં કરાવશો કારણકે નાભિ ના કાણાને સરખું થવામાં ૯ મહિના થાય છે જયારે નાક અને કાનના કાણા ફક્ત ૬ અઠવાડિયામાં સરખા થઇ જાય છે.

૮. કોઈ પણ બે માણસોની નાભિ એક જેવી હોઈ શકે નહિ. દરેક વ્યક્તિ ની નાભિ અલગ-અલગ હોય છે. કારણકે દરેક ની નાભિ માં અલગ-અલગ બેક્ટેરિયા હોય છે.

૧૦. નાભિને સ્પર્શવાથી લાગતાં ડરને ‘Omphalophobia’ કહે છે.

૧૧. સરસવ નું તેલ નાભિમાં લગાવવાથી ફાટેલા હોઠ સરખા થઇ જાય છે અને સાથે મુલાયમ પણ.

૧૨. નાભિ ખસી જવાથી પેટમાં દુખાવો થઇ શકે છે અને તમને ઝાડા થઇ શકે છે. નાભિનું સાચી જગ્યા પર રહેવું એ સ્વસ્થતા ની પણ નિશાની છે. નાભિ શરીરના સાત મૂળ ચક્રોમાંનું એક છે.

૧૩. પુરુષોની નાભિમાં વધુ રૂ મળે છે. જે લોકોની નાભિ બહાર ની બાજુ હોય છે તેમને બસ આ જ ફાયદો મળે છે. ગ્રાહમ બારકર નામના માણસે નાભિમાંથી નીકળેલા સૌથી વધુ રૂ ને ભેગું કરીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધો છે.

૧૪. “Karolina Kurkova” જેને ૨૦૦૮ માં દુનિયાની સૌથી સેક્સી સ્ત્રી તરીકે પસંદ કરી હતી તેની નાભિ જ નહોતી. અરે, આ કેવી રીતે શક્ય બન્યું? હકીકતમાં, જયારે તે બાળકી હતી ત્યારે તેને એક અલગ પ્રકારનો હર્નિયા થઇ ગયું હતું. જેને સર્જરી થી સરખું કરવામાં આવ્યો. તેનાથી નાભિ ની જગ્યાએ તેના પેટ પર ફક્ત ડીમ્પલ જેવું નિશાન રહી ગયું.

૧૫. વૈજ્ઞાનિક, નાભિ પર શોધ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે. કારણકે તેમનું માનવું છે કે નાભિની સાચી જગ્યા થી ઘણી રમતોમાં ફાયદો થાય છે જેમ કે: નીચા થઈને તરવામાં, ઉપર થઈને દોડવામાં etc.