બજારમાં ફરી રહી છે 100 રૂપિયાની નકલી નોટો આવી રીતે ઓળખો, નહી તો લાગશે ચૂનો.

નોટબંધી પછી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બજારમાં ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. ત્યાર પછી ધીમે ધીમે ૧૦૦, ૨૦૦, ૫૦, ૨૦ અને ૧૦ રૂપિયાની નોટ બજારમાં આવી. અને હવે ૧૦૦ રૂપિયાની નવી નોટ ઘણા વધારે પ્રમાણમાં ચલણમાં આવી ગઈ છે. પરંતુ તમારે ઘણું જ જાગૃત રહેવાની જરૂર છે, કેમ કે બજારમાં સૌથી વધુ નકલી નોટ ૧૦૦ રૂપિયાની છે. તેની જાણકારી પોતે આરબીઆઈએ આપી છે.

આરબીઆઈએ હાલમાં જ પોતાના વાર્ષિક રીપોર્ટમાં કહ્યું છે, કે વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં બજાર માંથી જેટલી પણ નકલી નોટ મળી છે, તેમાંથી સૌથી વધુ નકલો નોટ ૧૦૦ રૂપિયાની છે. તો હવે તમારા માટે જરૂરી છે કે તમે ૧૦૦ રૂપિયાની નકલી નોટને ઓળખો, નહિ તો તમને કોઈ ચૂનો લગાડી શકે છે. આવો જાણીએ ઓળખવાની રીત.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ૧૦૦ રૂપિયાની સાચી નોટ ઉપર સામે વાળા બન્ને ભાગ ઉપર દેવનાગરીમાં ૧૦૦ લખ્યું છે. અને નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો લાગેલો છે. તે ઉપરાંત અસલી નોટ ઉપર RBI, ભારત, INDIA અને ૧૦૦ નાના અક્ષરોમાં લખ્યું છે.

સાથે જ નોટને વાળવાથી નોટમાં લાગેલા તારનો રંગ બદલાશે અને તે લીલા માંથી વાદળી થઇ જશે. તે ઉપરાંત સાચી નોટ ઉપર ૧૦૦ નો વોટરમાર્ક પણ છે. અને નોટની પાછળ છપાયેલું વર્ષ, સૂત્ર, જુદી જુદી ભાષાઓમાં ૧૦૦ રૂપિયા અને અશોક સ્તંભ બનેલો છે. જાણો આરબીઆઈની વેબસાઈટ દ્વારા સાચી નોટની ઓળખ કરવાની રીત.

જો તમને સમજવામાં તકલીફ થઇ રહી છે તો તમે paisaboltahai.rbi.org ડોટ in વેબસાઈટ ઉપર નવી નોટની સંપૂર્ણ જાણકારી ફોટો અને ગ્રાફિક્સ સાથે સમજી શકો છો. આ વેબસાઈટ ઉપર તમામ નોટના ફીચર્સની જાણકારી મળશે.

તમારા માટે એ જ સારું છે કે તમે દરેક ચલણી નોટની ઓળખ કરતા શીખી લો. કારણ કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ તમને નકલી નોટ પકડાવી શકે છે. આ કારણે તમને ઘણું નુકશાન થઇ શકે છે. માટે આવી જાણકારી તો તમારે રાખવી જ જોઈએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા જ વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.