દૂરદર્શનની આ 5 સુપરહિટ સિરિયલ આજે પણ છે લોકોને યાદ, રામાયણની લોકપ્રિયતા આજે પણ છે.

ભારતીય લોક સેવા પ્રસારણ દુરદર્શન ૬૦ વર્ષનું થઇ ગયું છે. વર્ષ ૧૯૫૯ના રોજ તે ૧૫ સપ્ટેમ્બરે લોન્ચ થયું હતું અને આધુનિક ભારત માટે તે ઘણું જ મહત્વનું માનવામાં આવે છે. જો દુરદર્શનને આમ જોવા જઈએ તો તે એક આંખ છે, તેમાં આપણે સમગ્ર વિશ્વના બધા દ્રશ્યો જોઈ શકાય. દેશમાં ટીવીની શરુઆત જે સમયમાં થઇ હતી અને આ કાર્યક્રમોએ ઘણી ધૂમ મચાવી દીધી હતી. આજે કરોડો લોકોના મગજમાં કોઈને કોઈ યાદો જરૂર હશે અને દુરદર્શનની આ પાંચ સુપરહિટ સીરીયલ આજે પણ લોકોને યાદ છે. તેમાંથી તમારી ફેવરીટ કઈ હતી?

દુરદર્શનની આ પાંચ સુપરહિટ સીરીયલ આજે પણ છે લોકોને યાદ

બુનિયાદ :-

દુરદર્શનની પોતાની દરેક સીરીયલનો એક મજા હતી અને દરેક પોતાની પસંદગીની સીરીયલની રાહ જોતા રહેતા હતા. ભારતમાં ટેલીવિઝન આવવાની શરુઆતમાં રમેશ સિપ્પી અને જ્યોતિ દ્વારા નિર્દેશિત સુપરહિટ શો બુનિયાદ સૌની ફેવરીટ રહેતી હતી. આ નાટકની લોકપ્રિયતા તે સમયમાં ઘણી વધુ હતી અને પછી તેને વર્ષો પછી એક પ્રાઈવેટ ચેનલ ઉપર પણ પ્રસારિત કરવામાં આવી હતી.

હમ લોગ :-

મનોહર શ્યામ જોશીની સુપરહિટ સીરીયલ ‘હમ લોગ’ સૌની ફેવરીટ ગણવામાં આવતી હતી. ૧૫૪ એપિસોડ દર્શાવનારી આ સીરીયલ લગભગ ૧ વર્ષ ચાલી હતી. તેમાં મધ્યમવર્ગી પાત્ર દર્શકો સાથે જોડાયેલા જ ન હતા પરંતુ લોકોના મોઢે તે શોની ચર્ચા પણ થતી રહેતી હતી. કૌટુમ્બિક બાબતો ઉપર આધારિત આ કાર્યક્રમેં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું હતું.

ફૌજી :-

વર્ષ ૧૯૮૯માં એક સીરીયલ આવી હતી, જેનું નામ ફૌજી હતું અને તેનાથી જ શાહરૂખ ખાને પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. ત્યાર પછી તેમણે ઘણી સીરીયલ કરી પરંતુ તે તેમણે આજે પણ ઘણી પસંદ છે. આ સીરીયલ જોઇને જ તેને સર્કસમાં રોલ મળ્યો અને પછી તેણે મુંબઈ જઈને પોતાની કળા રજુ કરવાની તક પણ મળી.

સર્કસમાં હેમા માલિનીએ શાહરૂખ ખાનને જોયો અને પછી પોતાની ફિલ્મ ‘દિલ આશના’ માં રોલ આપ્યો. ત્યાર પછી શાહરૂખ ખાન સફળતાના એ શિખર ઉપર પહોચ્યા જ્યાં દરેક નથી પહોચી શકતા. સીરીયલ ફૌજીમાં શાહરૂખ સૈનિક બન્યા હતા અને આ સીરીયલને તે સમયમાં ઘણી પસંદ કરવામાં આવી હતી.

શક્તિમાન :-

દુરદર્શન ઉપર લગભગ ૪૦૦ એપિસોડ દેખાડનારી સીરીયલ શક્તિમાનને ૮૦ અને ૯૦નું દશક સારી રીતે યાદ છે. આ સીરીયલની ખ્યાતી તે સમયના બાળકોને ઘણી પસંદ હતી. આ સીરીયલ આખી દુનિયામાં લોકપ્રિય થઇ અને શો પૂરો થયા પછી પણ લોકોએ ફરી વખત રજુ કરવાની માંગણી કરી હતી.

રામાયણ :-

૨૫ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ શરુ થયેલી રામાનંદ સાગરની રામાયણને એક વર્ષ સુધી દેખાડવામાં આવી હતી. આ શોની લોકપ્રિયતા એટલી હતી કે દર રવિવારે મોટાભાગના ઘરોમાં રામાયણનો અવાજ આવતો હતો. આમ તો તે સમયમાં દરેક ઘરમાં ટીવી હોવું મુશ્કેલ હતું, તો જેના ઘરમાં પણ ટીવીની સુવિધા હતી ત્યાં લોકો જમા થઇ જતા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.