દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થશે દરેક મનોકામના પુરી, ફક્ત ધ્યાન રાખો આ 5 વાતોનું

હિંદુ ધર્મમાં દુર્ગા માં અને દુર્ગા સપ્તશતી (Durga Saptashati, ચંડી પાઠ) ના પાઠનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે આ પાઠનું સાચા મનથી જાપ કરવાથી દુર્ગા માં ને પ્રસન્ન કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. દુર્ગા માં એમના નવ રૂપો માટે જાણીતા છે. પોતાના દરેક રૂપમાં દુર્ગા માં એ દુષ્ટોનો નાશ કરીને અસત્ય પર સત્યની જીત મેળવી છે.

તે જ કારણે દર વર્ષે ભારતમાં નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. તે દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠ (Durga Saptashati Path) કરવાનું વિધાન છે. મહિષાસુર જેવા રાક્ષસનો અંત કરવા વાળી દુર્ગા માં ના આ પાઠનો જાપ કરવાથી દરેક પ્રકારના સંકટો અને દુ:ખોથી મુક્તિ મળી શકે છે. કહેવાય છે કે જે પણ ભક્ત નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે, તેનાથી માં પ્રસન્ન થાય છે અને પોતાની કૃપાનું પાત્ર બનાવી લે છે.

દુર્ગા સપ્તશતી (Durga Saptashati) નું મહત્વ :

જયારે પણ ધરતી પર પાપ વધી જાય છે તો માં દુર્ગા અવતાર લઈને બધા દુષ્ટોનો નાશ કરે છે. દુર્ગા સપ્તશતી પાઠ (Durga Saptashati Path) ના જાપથી આત્મિક સુખ અને સંપન્નતા પ્રાપ્ત કરી શકાય છે. દુર્ગા સપ્તશતી મંત્રો અર્થાત શ્લોકોથી સજાવેલો એક એવો પાઠ છે, જે પોતાનામાં જ ખુબ શક્તિશાળી છે.

આ પાઠમાં આવેલ દુર્ગા સપ્તશતી મંત્રો (Durga Saptashati Mantra) માંથી દરેક પ્રકારના ટોના ટોટકા, ગુપ્ત સાધના, તાંત્રિક સાધનાને સુચારુ રૂપથી નષ્ટ કરી શકાય છે. દુર્ગા સપ્તશતી પાઠમાં કુલ 13 અધ્યાય છે. તેનું નવરાત્રીમાં જાપ કરવાથી અચૂક ફળ મળે છે. દુર્ગા સપ્તશતી એક બુકની જેમ છે જેમાં માં દુર્ગાના બધા અવતારોની જાણકારી પ્રાપ્ત થાય છે.

દુર્ગા સપ્તશતી (Durga Saptashati) સિદ્ધીકરણ વિધિ :

નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતી (Durga Saptashati Mantra) ના મંગલકારી મંત્રોને બોલવા ખુબ અચૂક ઉપાય મનાય છે. તેનાથી દુર્ગા માં પોતાના ભક્તો પર સુખ સમૃદ્ધી વરસાવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ વિધિ વિધાનથી કરવાના નિયમ બનાવવામાં આવ્યા છે. તેના પાઠ (Durga Saptashati Path) કરવા માટે મનમાં કોઈ પ્રકારની ક્રુરતા, ભેદ ભાવ, ઈર્ષ્યા, દ્વેષ વગેરે ન હોવું જોઈએ.

તેના માટે તમે સવારે સ્નાન કરીને શુદ્ધ ધોયેલા વસ્ત્રોને ધારણ કરી લો અને લાલ વસ્ત્ર પર વિરાજિત માં દુર્ગાના ફોટો પર કુમકુમ, અક્ષત (ચોખા), લાલ પુષ્પ વગેરે અર્પિત કરો. ત્યાર પછી તમે તેમને ગાયના ઘી થી બનેલા પકવાનોનો ભોગ લગાવો અને ધૂપ અને દીપક સળગાવીને હાથમાં લાલ ફૂલ અને અક્ષત લઈને મંત્રોનો જપ કરો.

દુર્ગા સપ્તશતી (Durga Saptashati) માં આ વાતોનું રાખો ધ્યાન :

1. દુર્ગા સપ્તશતી (Durga Saptashati) નો પાઠ એક લયમાં જ કરવો જોઈએ. પાઠનું ઉચ્ચારણ સાફ કરો જેથી તેને સારી રીતે સંભળાય અને સમજી શકાય.

2. પાઠ કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો અને હાથ પગને સ્પર્શ ન કરો.

3. દુર્ગા સપ્તશતી (Durga Saptashati) નો પાઠ કરતી વખતે કુશ (કુશ ઘાસ) ના આસનનો ઉપયોગ કરો પણ જો આ આસક ન હોય તો ઉની ચાદર અથવા ધાબળાનો ઉપયોગ કરો.

4. પાઠ કરતા પહેલા સીવ્યા વગરના વસ્ત્ર ધારણ કરો. પુરુષ ધોતી અને મહિલાઓ સાડી પહેરો.

5. દુર્ગા સપ્તશતી (Durga Saptashati) નો પાઠ કરતી વખતે મનમાં કોઈ આળસ ન રાખવી અને બધું ધ્યાન પાઠ પર કેન્દ્રિત હોવું જોઈએ.