નહાતી વખતે સૌથી પહેલા શરીરના આ ભાગ પર નાખવું જોઈએ પાણી, સાથે જ બોલવો જોઈએ આ મંત્ર

સ્નાન એક એવો નિત્યકર્મ છે જે કર્યા પછી દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ અનુભવે છે. આધુનિક યુગમાં સ્નાન કરવાની ક્રિયામાં ઘણો ફેરફાર આવે છે. પહેલા જ્યાં લોકો ખુલ્લામાં, નદીમાં, તળાવમાં સ્નાન કરતા હતા તે હવે સ્નાન કરવા માટે આધુનિક સ્નાન ઘર બનાવરાવી રહ્યા છે, જે એકદમથી બંધિયાર બનેલું રહે છે. આપણા માના મોટાભાગના લોકો સંપૂર્ણ કપડા ઉતારીને સ્નાન કરવાનું પસંદ કરે છે, જો કે સ્વભાવિક છે અને સામાન્ય વાત છે. પરંતુ ગરુડપુરાણ મુજબ ક્યારે પણ વ્યક્તિએ નિર્વસ્ત્ર થઇને સ્નાન ન કરવું જોઇએ. સ્નાન કરતી વખતે શરીર ઉપર કોઈ ને કોઈ વસ્ત્ર જરૂર રહેવું જોઈએ. સનાતન ધર્મમાં પણ ઋષિઓએ સ્નાનને લઇને ઘણી બધી વાતો કહી છે. આજની આ પોસ્ટમાં અમે સ્નાનને લઇને થોડી જરૂરી વાતોનો ઉલ્લેખ કરીશું.

શું લખ્યું છે ગરુડપુરાણમાં :

ગરુડપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે તમારા પિતૃ કે પૂર્વજ તમારી આસ પાસ હોય છે, અને વસ્ત્રો ઉપર પડતા જળને ગ્રહણ કરે છે. જેનાથી તેમની તૃપ્તિ થાય છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃ અતૃપ્ત થઇને નારાજ થાય છે જેથી વ્યક્તિને તેજ, બળ, ધન અને સુખનો નાશ થઇ જાય છે. એટલા માટે ક્યારે પણ નિર્વસ્ત્ર થઇને સ્નાન ન કરવું જોઈએ.

સનાતન ધર્મ મુજબ આ હોવું જોઈએ સ્નાનનો ક્રમ

શું તમને ખબર છે કે સ્નાન કરતા સમયે શરીરના ક્યાં અંગ ઉપર સૌથી પહેલા પાણી નાખવું જોઈએ? નહિ, તો આવો અને તમને જણાવીએ છીએ. સનાતન ધર્મ મુજબ સ્નાન સમયે વ્યક્તિએ સૌથી પહેલા તમારા પગ ઉપર પાણી નાખવું જોઈએ. પગથી શરુઆત કરીને જાંઘો ઉપર પાણી નાખવું જોઈએ અને પછી પેટ અને બીજા ભાગ ઉપર. તેનો અર્થ સ્નાનની શરુઆત નીચેથી કરવી જોઈએ અને પછી ઉપર જવું જોઈએ. કહે છે કે વ્યક્તિનું મગજ સૌથી વધુ ગરમ હોય છે અને પગ વાળો ભાગ સૌથી ઠંડો.

એટલા માટે આપણે સ્નાન સમયે માથા ઉપર પાણી નાખીએ છીએ તો શરીરનું તાપમાન અચાનકથી ડાઉન થઇ જાય છે. જયારે શરીરનું તાપમાન નીચું આવે છે તો અચાનકથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. તમને જાણીને નવાઈ થશે કે તેના કારણે જ ક્યારે ક્યારે માણસને હાર્ટ એટેક પણ આવી શકે છે. તેને આરોગ્યની દ્રષ્ટિએ સાચું નથી માનવામાં આવતું. એટલા માટે સ્નાન વખતે ક્યારે પણ સીધું માથા ઉપર પાણી ન નાખવું જોઈએ. હંમેશા સ્નાનની શરૂઆત પગથી કરવી જોઈએ અને સૌથી છેલ્લે માથા ઉપર જવું જોઈએ. તે ઉપરાંત સ્નાન વખતે એક મંત્રનું ઉચ્ચારણ હંમેશા કરવું જોઈએ. એમ કરવાથી સ્નાન વાળું પાણી શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે.

મંત્ર નીચે જણાવ્યા મુજબનો છે :

गंगे च यमुने चैव गोदावरि सरस्वतिI

नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरुII

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.