59 વર્ષ પછી દેવઉઠી એકાદશીના દિવસે બની રહ્યો છે દુર્લભ યોગ, આ 3 દેવતાઓથી પુરી કરશે તમારી ઈચ્છા

આ વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે ગુરુ-શનિનો યોગ ધનુ રાશિમાં બની રહ્યો છે, અને આ યોગ 59 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલા 30 ઓક્ટોબર, વર્ષ 1960 ના રોજ દેવઉઠી એકાદશી પર ગુરુ-શનિનો યોગ ધનુ રાશિમાં બન્યો હતો. અને આ વર્ષે એટલે 2019 માં પાછો દેવઉઠી એકાદશીના દિવસે તે જ શુભ સંયોગ બન્યો છે.

દેવઉઠી એકાદશીના શુભ મુહૂર્ત :

આ વર્ષે 8 નવેમ્બરે દેવઉઠી એકદાશી આવી રહી છે, અને આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. તમે દેવઉઠી એકાદશીના દિવસે શુભ મુહૂર્ત દરમિયાન પૂજા જરૂર કરો. દેવઉઠી એકાદશીના શુભ મુહૂર્તની જાણકારી આ પ્રકારે છે.

દેવઉઠી એકાદશીની તિથિ અને શુભ મુહૂર્ત :

એકાદશી તિથિ આરંભ : 07 નવેમ્બર 2019 ની સવારે 9 વાગીને 55 મિનિટથી

એકાદશી તિથિ સમાપ્તિ : 08 નવેમ્બર 2019 ની બોપોરે 12 વાગીને 24 મિનિટ સુધી.

દેવઉઠી એકાદશી સાથે જોડાયેલી વાતો :

દેવઉઠી એકાદશીના દિવસે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે.

આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે.

વિષ્ણુ ભગવાન સિવાય દેવઉઠી એકાદશીના દિવસે સૂર્યદેવની પણ પૂજા કરવું શુભ ફળ આપે છે.

આ દિવસે ચોખાનું સેવન ન કરો, અને ફક્ત જમીન પર બેસવું અને ઊંઘવું જોઈએ.

દેવઉઠી એકાદશીના દિવસે વ્રત રાખવાથી દરેક ઈચ્છા પુરી થાય છે.

વ્રત રાખવાવાળા લોકો આ દિવસે ફક્ત એક જ વખત ફળનો આહાર કરી શકે છે.

દેવઉઠી એકાદશીના દિવસે ભગવાનના નામનું જાપ અને રાતના સમયે ઊંઘવાની જગ્યા પર ભજન અને જાગરણ કરો.

આ દિવસે તમે વસ્તુઓ અને ખાવાની વસ્તુનું દાન પણ કરી શકો છો, એવું કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

સાંજના સમયે તુલસીના છોડ પાસે તેલનો દીવો પ્રગટાવો જરૂરી છે.

એવું કહેવામાં આવે છે કે દેવઉઠી એકાદશીની કથા સાંભળવાથી 100 ગાયોના દાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે, એટલા માટે તમે આ દિવસે દેવઉઠી એકાદશીની કથા જરૂર વાંચો કે સાંભળો.

દેવઉઠી એકાદશીના દિવસે પૂજા કરતા સમયે સૌથી પહેલા વિષ્ણુજીને જગાડવામાં આવે છે, અને વિષ્ણુજીને જગાડવા માટે નીચે આપવામાં આવેલ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

भगवान विष्‍णु को जगाने का मंत्र :

‘उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।

त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥’

‘उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।

गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥’

‘शारदानि च पुष्पाणि गृहाण मम केशव।’

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.