હોળી પર 400 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિવાળા લોકો રહેશે લકી?

આ રાશિઓ વાળા માટે મોટું પરિવર્તન લઈને આવશે હોળી, 400 વર્ષ પછી બન્યો છે દુર્લભ યોગ.

ગ્રહોની અસર જીવન ઉપર હંમેશા જળવાયેલી રહે છે. જ્યોતિષ મુજબ, ગ્રહોની સ્થિતિ મુજબ જ લોકોના જીવનમાં શુભ અને અશુભતાના ફળ પ્રાપ્ત થાય છે. હોળીના વિશેષ અવસર ઉપર જ્યોતિષ મુજબ ઘણી રાશીઓના લોકોના રાશિફળ ઘણા શુભ ફળ આપવા જઈ રહ્યા છે. જ્યોતિષાચાર્ય કમલ નંદલાલના જણાવ્યા મુજબ, લગભગ 400 વર્ષ પછી હોળી ઉપર એવા સંયોગ ઉભા થઇ રહ્યા છે જે તમારા જીવનમાં ઘણું મોટું પરિવર્તન લઈને આવી શકે છે. આવો જાણીએ જ્યોતિષાચાર્ય કમલ નંદલાલ પાસે કે વર્ષ 2021 ની હોળી તમામ રાશીઓ માટે કેવી રહેવાની છે.

ભારતીય પંચાંગ મુજબ : ભારતીય પંચાંગ મુજબ હોલિકા દહનનું પર્વ આ વર્ષે 28 માર્ચના દિવસે રવિવારનાં રોજ ઉજવવામાં આવશે. આ પર્વને હોળી, લક્ષ્મી જયંતી, ફાગણ પુનમ, ફાલ્ગુની ઉત્તરા પર્વ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ મુજબ હોલિકા દહનનું શુભ મુહુર્ત ઘણા વર્ષો પછી ભદ્રાકાલમાંથી મુક્ત થશે. વર્ષ 2021 માં હોલિકા દહન ઉપર ત્રણ વિશેષ યોગ સર્વાર્થ સિદ્ધી યોગ, અમરત્વ સિદ્ધી યોગ, વૃદ્ધી યોગ ઉભા થવા જઈ રહ્યા છે. જ્યોતિષ મુજબ ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ તમામ રાશીઓ ઉપર વિશેષ અસર કરશે. આવો જાણીએ તમામ રાશીઓના રાશિફળ વિષે.

મેષ : વર્ષ 2021 ની હોળી મેષ રાશિના લોકો માટે ઘણી શુભ સાબિત થવા જઈ રહી છે. તમારા જીવનમાં પ્રગતિના નવા યોગ ઉભા થશે. આવકની નવી તકો ઉભી થશે, પારિવારિક જીવન સારું રહેશે, વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે. આ રાશિના લોકો હોળીના દિવસે નારંગી રંગનો ઉપયોગ કરે. તેઓ નારંગી રંગના કપડા પહેરી શકે છે, નારંગી રંગના ગુલાલનો ઉપયોગ કરી શકે છે અને નારંગી રંગની મીઠાઈ વગેરે ખાઈ શકે છે. એમ કરવાથી પ્રગતિની નવી તકો ઉભી થશે.

વૃષભ : વૃષભ રાશીના લોકો માટે વર્ષ 2021 ની હોળી જીવનમાં આર્થિક પ્રગતિ લઈને આવી રહ્યું છે. નોકરી ધંધા વાળા લોકોની આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. વેપાર સંબંધી નવા પ્રોજેક્ટ ઉભા થશે, સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે, પણ આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. હોળીના દિવસે ગુલાબી રંગનો ઉપયોગ કરો. એમ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ વધશે.

મિથુન : વર્ષ 2021 ની હોળી મિથુન રાશી વાળા માટે રોજગારીમાં સફળતા લઈને આવે છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધી થશે, ઓફીસમાં બઢતીના યોગ ઉભા થશે. બેરોજગારોને નોકરી મળવાના યોગ છે, ઈન્ટરવ્યુંમાં સફળતા મળશે અને માતાનો પૂરો સહકાર મળશે. જીવનસાથી ઉપર ધન ખર્ચ કરી શકો છો અને આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. હોળી ઉપર લીલા રંગનો ગુલાલ, લીલા રંગના કપડા વગેરેનો ઉપયોગ કરવાથી આરોગ્યમાં સુધારો આવશે.

કર્ક : વર્ષ 2021 ની હોળી કર્ક રાશી વાળા લોકો માટે આનંદ અને ખુશી લઈને આવી છે. અચાનકથી ધન લાભ થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. તમે આર્થિક સ્થિતિને સુધારવામાં સફળ થશો. પારિવારિક વાતાવરણ સારું જળવાઈ રહેશે. ઓચિંતા પ્રવાસ ઉપર ખર્ચ થઇ શકે છે જેથી તકલીફ થશે. ઓફીસમાં કામનું ભારણ વધુ રહેશે. હોળીના દિવસે સફેદ રંગનો ઉપયોગ કરો. એમ કરવાથી જીવનમાં માનસિક તણાવમાંથી મુક્તિ મળશે.

સિંહ : સિંહ રાશી વાળા માટે આ વર્ષની હોળી જીવનમાં સન્માન લઈને આવી છે. ધન સાથે જોડાયેલી બાબતોમાં સફળતા રહેશો. ભાગીદારીમાં નવા કામની શરુઆત થશે, મિત્રો સાથે આખું વર્ષ સારું ચાલશે. આત્મવિશ્વાસ વધશે અને માન-સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે. શુભ સમાચાર મળવાના યોગ છે. હોળી ઉપર લાલ રંગનો ઉપયોગ કરો. તેનાથી માન-સન્માનમાં વૃદ્ધી થશે.

કન્યા : વર્ષ 2021 ની હોળી તમારા માટે શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધી પ્રાપ્ત થઇ શકે છે, નવી નોકરીની ઓફર મળશે, દાંપત્ય જીવન સારું રહેશે, સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા કામોમાં લાભ થઇ શકે છે. હોળીના દિવસે કોઈ પણ રીતે લીલા રંગનો ઉપયોગ કરો. એમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.

તુલા : વર્ષ 2021 ની હોળી આ રાશી વાળા માટે રાહત લઈને આવે છે. ખોટા કાર્યોમાં સમય બરબાદ થશે, નોકરીમાં સફળતા મળશે, ધન લાભના યોગ ઉભા થશે, પરણિત જીવનમાં સમસ્યાઓ વધશે, આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. હોળી ઉપર ક્રીમ રંગનો ઉપયોગ કરો. તેનાથી તમારા જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

વૃશ્ચિક : વર્ષ 2021 ની હોળી વૃશ્ચિક રાશિના લોકો માટે પ્રગતી લઈને આવે છે. બેરોજગારોની નોકરીની શોધ પૂરી થશે, ભાગ્યનો સાથ મળશે, આવકની નવી તકો ઉભી થશે. હોળી ઉપર કેસરી રંગનો ઉપયોગ કરો. તેનાથી પ્રગતિની નવી તકો ઉભી થશે.

ધનુ : વર્ષ 2021 ની હોળી ધનુ રાશી વાળા માટે સારી રહેશે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધી થશે, વેપારમાં સારા લાભ મળશે, પરણિત જીવનમાં મીઠાશ જળવાઈ રહેશે. આરોગ્યને લઈને થોડું ધ્યાન રાખવાની જરૂર છે, રોજીંદા ખર્ચ વધશે, ધર્મના કાર્યોમાં આસ્થા પણ વધશે. હોળી ઉપર બદામી રંગનો ઉપયોગ કરો. તેનાથી મુશ્કેલ કામો સરળ થઇ જશે.

મકર : વર્ષ 2021 ની હોળી મકર રાશી માટે સામાન્ય રહેવાની છે. આર્થિક મુંઝવણના યોગ છે. મન વિચલિત થઇ શકે છે. જીવનસાથીનો લાભ મળશે. હાડકા અને નસો સાથે સંબંધિત રોગ થઇ શકે છે. આર્થિક પ્રયત્નોમાં અવરોધ આવી શકે છે. હોળી ઉપર વાદળી રંગનો ઉપયોગ કરવાથી તકલીફો દુર થઇ શકે છે.

કુંભ : વર્ષ 2021 ની હોળી કુંભ રાશીના લોકો માટે મુશ્કેલ રહેવાની છે. અચાનક ધન હાનીના યોગ છે, માનસિક તણાવ રહેશે, સંતાન સુખ મળશે, માથાના દુઃખાવાની તકલીફ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓ સાથે માથાકૂટ વધશે. હોળી ઉપર બ્લુ રંગનો ઉપયોગ કરો. જેનાથી જીવનની અશુભતા દુર થશે.

મીન : વર્ષ 2021 ની હોળી મીન રાશિના લોકો માટે જીવનમાં સુધારો લઈને આવે છે. કાર્ય ક્ષમતા વધશે, માનસિક તકલીફો ઓછી થશે. મોટો ધનલાભનો યોગ છે. હોળી ઉપર લીલા રંગનો ઉપયોગ કરો. એમ કરવાથી તમે ભાગ્યથી બળવાન બનશો. જ્યોતિષાચાર્ય કહે છે ધુળેટીના દિવસે હોળીની રાખને માથા ઉપર જરૂર લગાવો. એમ કરવાથી તમારા જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને આનંદ પ્રાપ્ત થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.