મહાભારત ના યુદ્ધમાં જયારે દુર્યોધને ત્રણ આંગળીયો લહેરાવી, પછી શ્રીકૃષ્ણે જણાવ્યું તેનું રહસ્ય

જીવનમાં જયારે પણ આપણે હારીએ છીએ, તે સમયે જરૂર મનમાં એક વિચાર આવે છે કે આમાં મારાથી કઈ ભૂલ થઇ ગઈ કે હું જીત થી દૂર રહ્યો. એવામાં હાર ઉપર વિચાર વિમર્શ શરૂ થાય છે. મહાભારતમાં એવો જ એક પ્રસંગ છે. મહાભારત હિંદુ ધર્મનું સૌથી મોટું કાવ્ય ગ્રંથ છે. એને મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. મહાભારત આપણને આપણા જીવન માટે જરૂરી ઘણી બધી શીખ આપે છે. આ આખો ગ્રંથ મહર્ષિ વેદ વ્યાસજીએ બોલ્યો છે અને ગણપતિ બાપ્પાએ પોતાના હાથથી એમના બોલેલા શબ્દો સાંભળીને લખ્યો છે.

કુરુક્ષેત્રની રણભૂમિમાં મૂર્છિત થઇ ને પડેલ દુર્યોધન નો .ભીમના હુમલાથી ચતોપાટ કરી દીધો હતો. જમીન ઉપર બેભાન જેવી અવસ્થા માં પડેલ દુર્યોધને હવામાં ત્રણ આંગળીઓ ઉંચી કરી અને ભગવાન શ્રીકૃષ્ણ તરફ જોયું. શ્રીક્રુષણને સમજતા વાર ન લાગી. તેમણે દુર્યોધનની સ્થિતિ જોઈને જ ખબર પડી ગઈ કે તેના મનમાં કયો સવાલ ઉઠી રહ્યો છે.

દુર્યોધનના મનના 3 સવાલ

જમીન ઉપર પડતા જ દુર્યોધનને ખબર પડી ગઈ કે તે હારી ગયો છે અને જીતનો કોઈ વિકલ્પ નથી બચ્યો. દુર્યોધનના મનમાં રહી રહીને 3 સવાલ આવી રહ્યા હતા.

(1) ગુરુ દ્રોણ પછી અશ્વત્થામાં ને સેનાપતિ બનાવવો જોઈતો હતો. ખોટી રણનીતિઓને કારણે મહાભારતના યુદ્ધમાં હાર મળી છે.

(2) વિદુરને યુદ્ધમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા જોઈતા હતા. જેનાથી કૌરવોનો પક્ષ મજબૂત બની શક્યો હોત.

(3) હસ્તિનાપુરને આજુબાજુ ફરતે કિલ્લો બનાવવો જોઈતો હતો.

જો આ ત્રણ બાબતો પર વિચાર કર્યો હોત તો મહાભારત માં કૌરવો ની હાર ના થાત

આ સવાલો નાં જવાબ આપતા શ્રી કૃષ્ણ એ કહ્યું કે

”કોઈ પણ પરિસ્થિતિ માં હાર તો તારી જ થવાની હતી, કારણ કે તે અન્યાય કર્યો છે”

જો તું હસ્તિનાપુર ની ફરતે કિલ્લો બનાવત તો નકુળ એને પોતાના દીવ્ય ઘોડા દ્વારા તોડી દેત.

અસ્વસ્થામાં ને સેનાપતિ બનાવત તો યુધિષ્ઠિર ને એટલો ગુસ્સો આવત કે પૂરી સેના એક જ વખત માં નષ્ટ થઇ જાત.

વિદુર રણભુમી માં જો કૌરવો તરફ થી લડ્યા હોત તો હું સ્વયં પાંડવો તરફ થી યુદ્ધ કરત.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.