દ્વારકાધીશ શોમા આ હિરોઇન દેખાશે. એકવાર દેખાઈ હતી બિગ બોસ સિરીઝમાં પણ.

ધાર્મિકતા ઉપર આમ તો ઘણી ફિલ્મોમાં દર્શાવવામાં આવી ગઈ છે. જેમાં રામાયણ ઉપર તો ટીવી સીરીયલો પણ ઘણી બની ચુકી છે અને ફિલ્મો પણ બની ચુકી છે. અને લોકોએ તેને પસંદ પણ કરી હતી. મહાભારત વિષેની પણ ટીવી ઉપર સીરીયલો પ્રસારિત થઇ ગઈ છે, અને ફિલ્મો પણ બની ચુકેલી છે, તે પણ એટલી જ સારી રીતે લોકોએ પસંદ કરી હતી.

એવી જ એક ધાર્મિક સીરીયલ ટીવી ઉપર આવવાની તૈયારીમાં છે અને તે છે દ્વારકાધીશ નામની આવનારી ટીવી સીરીયલ તેના એક કલાકાર વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ સીરીયલમાં અમુક કલાકારો તો પહેલાની સીરીયલમાં હતા, તે પણ જોવા મળી શકે છે.

બીગ બોસ ૧૨ માં જોવા મળી ચુકેલી સબા ખાન ટૂંક સમયમાં જ શો દ્વારિકાધીશમાં જોવા મળશે. આ શોમાં તે સત્યભામાના પાત્રમાં જોવા મળશે. આ શો સાથે જ સબા ટીવી સીરીયલની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સબા ઉપરાંત આ સીરીયલમાં વિશાલ કરવાલ પણ જોવા મળશે. વિશાળ શોમાં કૃષ્ણનું પાત્ર નિભાવવાના છે.

સીરીયલ દ્વારકાધીશ પહેલા ઇમેજીન ટીવી ઉપર ઓન એયર થઇ હતી. હવે એક વખત ફરીથી આ સીરીયલ એક નવા અંદાઝમાં દંગલ ટીવી ઉપર આવવાની તૈયારી કરી રહી છે. જૂની સીરીયલમાં પણ વિશાલ જ કૃષ્ણના પાત્રમાં જ જોવા મળ્યા હતા. સબા અને વિશાલ ઉપરાંત નીતા શેટ્ટી અને નિશા નાગપાલ પણ સીરીયલ દ્વારકાધીશમાં જોવા મળશે.

બીગ બોસ ૧૨ માં સબા પોતાની બહેન સોમીની સાથે જોવા મળી હતી. શો દરમિયાન આ બન્ને બહેનો એ એક અલગ ઓળખ બનાવી લીધી હતી. આમ તો સબા ખુબ જલ્દી જ શો માંથી આઉટ થઇ ગઈ હતી.

તમારા માંથી કેટલાએ દ્વારકાધીશ સિરીયલની પહેલી સીરીઝ જોઈ છે? અને એ તમને પસંદ આવી હતી? કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.