બેન્ક હરાજી કરી રહી છે સસ્તી કાર… 1 લાખમાં મળી રહી છે ચમકતી કાર, ફક્ત 13 હજાર ના ડાઉનપેમેન્ટમાં

બેંકની લોન ન ચૂકવી શકતા લોકોની ગાડીઓ પર કબ્જો કરીને બેંક આ ગાડીઓની હરાજી કરી રહી છે. આ હરાજીમાં શામેલ છે ઘણી બધી કારો અને અન્ય કોમર્શિયલ વાહનો જે તમને ઘણા ઓછાં ભાવમાં મળી રહે છે. તમે પણ આ હરાજીનો ભાગ બની શકો છો અને આ કારો તેમજ કોમર્શિયલ વાહનોને પોતાના ઘરે લાવી શકો છો. તો આવો જાણીએ એના વિષે.

તમે કઈ રીતે આવેદન કરી શકો છો : તમે આ હરાજીમાં શામેલ થવા માંગો છો, તો તમારે bankauction ડોટ in વેબસાઈટ પર જઈને વાહનની કેટેગરીમાં આ હરાજી માટે એપ્લાય કરવું પડશે. લગભગ 1.35 લાખમાં મારુતિ રીટઝ (Maruti Ritz) મળે છે. તમને વિશ્વાસ નહિ થાય કે લગભગ 1.35 લાખમાં મારુતિ રીટઝ તમને આ હરાજીમાં મળશે. દિલ્લીની કોર્પોરેશન બેંક મહિપાલપુર વેચી રહી છે મારુતિ રીટઝ જેની રિઝર્વ પ્રાઈઝ 1.30 લાખ છે. અને જો તમે બોલી લગાવવા માંગો છો તો તમારે આપવા પડશે 5000 વધારે એટલે કે 1.35 લાખ રૂપિયા આપવા પડશે.

જો તમે એની લોન કરાવો છો તો તમારે 13 હજાર રૂપિયા ડાઉનપેમેંટ ભરવું પડશે. 22 જાન્યુઆરી 2019 ના રોજ સવારે 11 : 45 થી બપોરે 1 : 15 સુધી બોલી લાગશે અને એના માટે તમારે 21 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યા સુધીમાં એપ્લાય કરવું પડશે. આ બેંક બીજી એક મારુતિ રીટઝની હરાજી કરી રહ્યા છે, જેની રિઝર્વ પ્રાઈઝ 2.10 લાખ રૂપિયા છે અને બિડ ઈન્ક્રીમેન્ટ 5 હજાર રૂપિયા છે.

કોમર્શિયલ વાહન પણ સસ્તામાં :

કોમર્શિયલ વાહન પણ લેવા માંગો છો તો એ પણ તમારા માટે એક સોનેરી અવસર છે, કારણ કે દિલ્લીની જ કોર્પોરેશન બેંક SML isuzu ની sartaj CNGE truck ની પણ હરાજી કરી રહી છે. એની રિઝર્વ પ્રાઈઝ છે 2,60,000 અને જો તમે બોલી લગાવવા માંગો છો, તો તમારે 5000 વધારે આપીને બોલી શરુ કરવી પડશે. એની બોલીની તારીખ પણ 22 જાન્યુઆરી 2019 ના રોજ સવારે 11 : 45 થી બપોરે 1 : 15 સુધી શરુ રહેશે. અને એના માટે 21 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યા સુધીમાં એપ્લાય કરવું પડશે.

1.60 લાખની ટાટા સુમો : કોમર્શિયલ બેંક દ્વારા ટાટા સુમોની પણ હરાજી કરવામાં આવી રહી છે. જેનું મોડલ છે 2013 અને એની રિઝર્વ પ્રાઈઝ છે 1.60 લાખ રૂપિયા. અને જો તમે હરાજીમાં ભાગ લેવા માંગો છો, તો તમારે 5 હજાર રૂપિયા વધારે આપવા પડશે. બોલી તારીખ 22 જાન્યુઆરી 2019 ના રોજ સવારે 11 : 45 થી બપોરે 1 : 45 સુધી થશે. અને એના માટે પણ તમારે 21 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યા સુધી એપ્લાય કરવું પડશે.

ટાટા ઇંડિકાની હરાજી : યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પટ્ટોમ બ્રાંચ દ્વારા એક TATA INDICA V2LSNA ની હરાજી કરવામાં આવી રહી છે. આ કારની રિઝર્વ પ્રાઈઝ 40 હજાર રૂપિયા છે, અને તમારે 5 હજાર રૂપિયા ઉમેરી એટલ કે 45 હજાર રૂપિયાની બોલીથી શરૂઆત કરવી પડશે. આ બોલીમાં ભાગ લેવા માટે તમે 6 ફેબ્રુઆરી 2019 ની સાંજે 5 વાગ્યા સુધી એપ્લાય કરી શકો છો. આ કારની હરાજી 8 ફેબ્રુઆરી 2019 ના રોજ સવારે 11 : 30 થી લઈને બપોરે 12 : 30 સુધી થશે.

વધારે માહિતી માટે તમે શરૂઆતમાં જણાવેલી વેબસાઈટ બેંકઓક્શન ડોટ ઈન પર જઈ માહિતી મેળવી શકો છો. એના પર તમને વિવિધ જમીન અને ઘર તેમજ ફેક્ટરીની હરાજીના વિકલ્પ પણ મળશે. તેમજ બધાની સંપૂર્ણ માહિતી પણ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.