રિસર્ચમાં આવ્યું રિઝલ્ટ અને તમે પણ અનુભવ્યું હશે કે ઈયર ફોનથી થાય છે આ રોગો.

રીસર્સમાં આવ્યું છે ઈયરફોન કરી રહ્યા છે લોકોને વહેલા બહેરા. તમને પણ આની ટેવ છે તો જરૂર રાખો આ ધ્યાન.

આ આધુનિક સમયમાં રોજે રોજ કઈક નવી શોધ થતી રહે છે. તેમાંની એક છે ઈયરફોન, જે થોડા વર્ષોથી દરેક ઘર અને હાથમાં જોવા મળે છે. હમેશા લોકો તેનાથી સંગીતનો આનંદ લે છે, ખાસ કરીને યુવાઓ. પણ આ ઈયર બડ સંગીતના પ્રેમીઓ માટે ખતરનાક સાબિત થઇ રહ્યા છે, કેમ કે આ ટેવથી યુવાનો અને બાળકોમાં બહેરાશની તકલીફ ઝડપથી વધી રહેલ છે.

કાશી હિંદુ વિશ્વ વિધ્યાલયના સર સુંદરલાલ હોસ્પિટલના ઈએનટી વિભાગની એક શોધ પછી પ્રો. રાજેશ કુમારે એનો દાવો કર્યો છે. આવા ૫૦ દર્દીઓ ઉપર કરવામાં આવેલ શોધ પછી તે પરિણામ સામે આવ્યું છે.

ટીનીટીસ નામની બીમારી થાય છે :

ઈએનટી વિભાગના ડોકટરો આ ઈયર બડ દ્વારા યુવાનોમાં થઇ રહેલ અસરથી ખુબ દુ:ખી છે. તેમના કહેવા પ્રમાણે થોડા વર્ષો પહેલા સુધી, સામાન્ય રીતે વ્યક્તિઓમાં બહેરાશની શરૂઆત તેમના ઉંમરના છેલ્લા ભાગમાં થતી હતી. પણ હવે આ રેશિયો ઘટીને ૩૦ વર્ષની ઉંમર સુધી આવી ગયેલ છે. ખાસ કરીને હાલના સમયમાં આ બીમારીથી યુવાનો અને બાળકો વધુ પ્રભાવિત છે.

આ રોગની શરૂઆત કાનમાં સીટી વાગવા અને ઓછું સંભળાવાથી થાય છે, જેને ટીનીટીસ રોગ કહે છે. બ્રાઝીલની સાઓ પાઉલ યુનીવર્સીટીની શોધમાં જાણવા મળ્યું છે કે ઈયર બડથી બહેરાશની તકલીફ વધી રહેલ છે. ડિસ્કો, રોક બેન્ડમાં વાગનારા સંગીતથી પણ બહેરાશની તકલીફ વધે છે.

આવી રીતે થાય છે બહેરાશની શરૂઆત :

તેમના પ્રમાણે કાનમાં જે આપણે અવાજ સાંભળીએ છીએ, તે સરકારી આંકડા મુજબ જો 8 કલાક સુધી સતત ૯૦ ડેસીબલ અવાજ આપણે સાંભળીએ, તો આપણા કાનના પડદા સહન કરી શકે છે. આ અવાજ સીધો આપણા કાન સુધી નથી જતો પણ ઈયર બડ દ્વારા અવાજ સીધો આપણા કાનના ઈફેક્ટીવ ભાગમાં જાય છે, જે ખુબ અસર કરે છે.

આ અનુમાન મુજબ તે ૧૦૦ ડેસીબલની ઉપર અવાજ આપે છે, જે નુકશાનકારક હોય છે. જે યુવાનો આપણે ત્યાં રહે છે. તેમના કાનમાં અવાજ ગુંજવો આવી બીમારીથી પ્રભાવિત છે જો કે ઈયર બડથી થાય છે. જે પાછળથી બહેરાશમાં બદલાઈ જાય છે.

યુવાનોએ ધ્યાન રાખવું જોઈએ :

દરેક મહીને લગભગ ૧૦ થી ૧૫ દર્દી આ વસ્તુથી પ્રભાવિત થઇ રહેલ છે. જેનો ઈલાજ કોઈ જ નથી. હા તે થઇ શકે કે યુવાનો આ વાતને ધ્યાનમાં રાખીને સંગીત સાંભળે તો તેનાથી બચી શકાય છે.

કાનમાં સીટી વાગે છે :

ગાજીપુરથી આવેલ દર્દી સૌરભ પ્રાઈવેટ નોકરી કરે છે. સૌરભ સાંભળી શકતો નથી. તેના ઈલાજ માટે તે બીએચયુના પ્રો.રાજેશ કુમારને બતાવવા પહોચ્યા. સૌરભે જણાવ્યું કે તે છેલ્લા પાંચથી છ વર્ષથી બાઈક ચલાવવા અને નોકરી દરમિયાન ઈયર ફોન લગાવીને મોબાઈલ ઉપર વાત ચિત અને ગીતો સાંભળતો હતો. હવે તેના કાનમાં સીટી વાગવાનો અવાજ આવે છે અને સાંભળવામાં પણ તકલીફ થાય છે