1 રૂપિયાનો આ સિક્કો અપાવી શકે છે 9 લાખ, જાણો સરળ રીત.

આ રીત અપનાવીને તમે એક સિક્કાથી બની શકો છો લખપતિ, જાણો લોકો કેવી રીતે કમાણી કરી રહ્યા છે?

કહેવાય છે કે પૈસા ક્યારેય ખોટા હોતા નથી. તે જેટલા જૂના થતાં જાય છે એટલી જ તેની કિંમત વધતી જાય છે. ઘણી વખત આપણે લેડડદેવડમાં એ વાત પર ધ્યાન આપતા નથી કે, કેટલીક નોટ અને સિક્કા ખૂબ કીમતી હોય છે. જેને ભેગા કર્યા પછી ખૂબ વધારે પૈસા મળી શકે છે. આજકાલ એન્ટિક સીક્કા અને નોટ્સનું ચલણ ખૂબ ચાલી રહ્યું છે. ઘણી વેબસાઇડ પર આ સિક્કા અને નોટ્સ લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

એક એવો જ સિક્કો ઇસ 1918 નો છે. ભારતની આઝાદી પહેલા જોર્જ વી કિંગ એમ્પરરની છબી વાળા 1918 ના એક રૂપિયાના બ્રિટિશ કોઈનની કિંમત 9 લાખ સુધી લગાવવામાં આવી છે. ઇ-કોમર્સ સાઇટ Quikr પર આ સિક્કો વેચવામાં આવી રહ્યો છે. જોકે એ વાત સેલર અને બાયર પર આધાર રાખે છે કે તેની કિંમત કેટલી નક્કી થાય છે. પરતું એ કહેવું ખોટું ન ગણાય કે એવા સિક્કાની ખૂબ ડીમાંડમાં છે, જેના લાખો રૂપિયા મળી શકે છે. જો તમારી પાસે 10-15 સિક્કા પણ છે તો તમે રાતોરાત કરોડપતિ બની શકો છો.

તમે ઘણી વખત જોયું હશે કે લોકો વેબસાઇડ પર જૂના સિક્કા વેચીને કરોડપતિ બની જાય છે. જ્યારે વસ્તુ જૂની થઈ જાય છે તો તે એન્ટિક શ્રેણીમાં આવી જાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊચી માંગ છે, અને તેના ઘણા બધા પૈસા પણ મળે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણા સિક્કાઓનું નિર્માણ બંધ થઈ ગયું છે, જેનાથી વર્તમાન સિક્કાઓનું મૂલ્ય ઘણું વધી ગયું છે. આ દુર્લભ સિક્કાઓ સિવાય, ભારતમાં ઘણા લોકો મહારાણી વિક્ટોરિયાના સિક્કાની ‘ખરીદી’ કરવાનું પણ પસંદ કરે છે. તો ઘણા લોકો દિવાળી અને અખાત્રીજના દિવસે સિક્કા ખરીદવાનું પસંદ કરે છે.

ઇ-કોમર્સ સાઇટ Quikr પર મહારાણી વિક્ટોરિયાની છબી વાળો વર્ષ 1862 નો સિક્કો વેચાઈ રહ્યો છે. આ વેબસાઇડ પર આ સિક્કો 1.5 લાખ રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. વર્ષ 1862 માં બનેલો એક રૂપિયાનો ચાંદીનો સિક્કો દુર્લભ સિક્કાની શ્રેણીમાં આવે છે. તેનાથી તમે 1.5 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.

જો તમે આ દુર્લભ સિક્કાઓમાંથી એક સિક્કાના માલિક છો અને તેને વેચવાની ઈચ્છા ધરાવો છો, તો સૌથી પહેલા તમારે વેબસાઇટ પર એક ઓનલાઈન વિક્રેતાના રૂપમાં રજીસ્ટ્રેશન કરવું પડશે. પછી સિક્કાના ફોટા વેબસાઇટ પર અપલોડ કરો. જો તમે ભાગ્યશાળી છો તો ખરીદદાર સીધો તમારો સંપર્ક કરશે. ત્યાં તમે વેચાણ અને ડિલિવરીની શરતો અનુસાર તમારો સિક્કો વેચી શકો છો.

(આ માહિતી ફક્ત જાણકારી માટે છે, સિક્કાની કિંમત વેબસાઈટ, સિક્કા વેચનાર અને ખરીદનાર પર આધાર રાખે છે. વહી માહિતી માટે અને અલગ અલગ સિક્કાઓની કિંમત માટે Quikr ની વેબસાઈટ પર જવું.)

આ માહિતી ન્યુઝ24 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.