કરોડો કમાતા હોવા છતા ભાડાના ઘર માં રહે છે આ અભિનેત્રીઓ, નંબર ૪ ની પાસે છે 1 BHK ફ્લેટ

મોટા વડીલોનું માનવું છે કે તમે તમારા જીવનમાં ત્યા સુધી સફળ થતા નથી, જ્યાં સુધી તમારી પાસે પોતાનું મકાન નથી હોતું, પછી ભલે તમારી આવક કરોડોમાં કેમ ન હોય. એક માણસનું સપનું હોય છે કે પોતાનું મકાન લે. પૈસા કમાય એટલે તે સૌથી પહેલા પોતાનું મકાન લેવા માંગે છે. ઘણા લોકો તો લોન લઈને મકાન લે છે અને થોડા થોડા કરીને પૈસા ચુકવે છે. સામાન્ય લોકો માટે પોતાનું ઘર હોવું કોઈ સપનાથી ઓછું નથી હોતું. તે ઘણી મહેનત કરીને પોતાના સપનાનું ઘર ખરીદે છે.

પરંતુ જરા વિચારો જે લોકો કરોડો કમાય છે તેમ છતાંપણ તેનું પોતાનું કોઈ ઘર ન હોય તો તમને કેવું લાગશે? બની શકે છે કે અમારી વાત ઉપર વિસ્વાસ ન હોય. તમે પણ અમારી જેમ એવું વિચારતા હશો કે કોઈ કરોડો કમાવા છતાંપણ કોઈ પાસે પોતાનું મકાન કેમ નથી હોઈ શકતું. પરંતુ એવું બને છે. બોલીવુડમાં આજે પણ ઘણી અભિનેત્રીઓ એવી રહેલી છે જેની કમાણી કરોડોમાં હોય છે, તેમ છતાંપણ તે પોતાના નહિ પરંતુ ભાડાના મકાનમાં રહે છે. આજે અમે તમને એવી જ થોડી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે કરોડો કમાવા છતાપણ ભાડાના ઘરમાં રહે છે.

કેટરીના કેફ :

બોલીવુડની ટોપ હિરોઈન કેટરીના કેફ પાસે પોતાનું કોઈ મકાન નથી. તે બાંદ્રાના ફ્લેટમાં ભાડું ચૂકવી રહી છે. રણબીર કપૂર સાથે રીલેશન દરમિયાન તે તેની સાથે તેના કાર્ટર રોડ ઉપર બનેલા એપાર્ટમેન્ટમાં રહેતી હતી, પરંતુ બ્રેકઅપ પછી તે ઘર ભાડે લઈને એકલા રહેવા લાગી.

હુમા કુરેશી :

ફિલ્મ ‘ગેંગસ ઓફ વાસેપુર’ થી જાણીતી બનેલી અભિનેત્રી હુમા કુરેશી પણ મુંબઈના અંધેરીમાં પોતાના ભાઈ સાથે ભાડાના ફ્લેટમાં રહે છે. તેમનો ભાઈ પણ એક બોલીવુડ કલાકાર છે.

નરગીસ ફકરી :

ફિલ્મો માંથી સારું કમાતી અભિનેત્રી નરગીસ ફકરી પાસે પણ મુંબઈમાં પોતાનું કોઈ ઘર નથી. એ કારણ પણ હોઈ શકે છે કે તેનું ભારત માંથી બહાર આવવા જવાનું બનતું રહે છે, એટલા માટે તેમણે હજુ સુધી કોઈ ઘર નથી લીધું.

ઈલીયાના ડીક્રુજ :

ઈલીયાના ડીક્રુજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડની જાણીતી હિરોઈન છે. તે અત્યાર સુધીમાં ઘણી હીટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમ છતાપણ હજુ સુધી તેનું મુંબઈમાં પોતાનું કોઈ મકાન નથી. એવું નથી કે તેની પાસે પૈસાની કમી છે, પરંતુ છતાંપણ તે ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરે છે. તમને જાણીને નવાઈ થશે કે તે એક આલીશાન 1 bhk ફ્લેટમાં રહે છે.

અદિતી રાવ હેદરી :

હિરોઈન અદિતી રાવ બોલીવુડની પ્રસિદ્ધ હિરોઈન છે. અદિતી મોટા રાજવી કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. રજવાડા કુટુંબ માંથી આવવા છતાંપણ તે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. તેના જણાવ્યા મુજબ કોઈ પ્રોપર્ટીમાં એટલા પૈસા નાખવા મુર્ખામી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.