TikTok પર આવી રીતે થાય છે સારી કમાણી, એટલા માટે 15 સેકન્ડના વિડીયો માટે કાંઈ પણ કરવા તૈયાર છે લોકો.

આ રીતે થાય છે TikTok પર કમાણી, 15 સેકન્ડના વિડીયો માટે લોકો ગમે તે હદ સુધી જાવા માટે તૈયાર હોય છે.

ટિક્ટોક નામ તો તમે સાંભળ્યું જ હશે, જે એક પ્રકારની સોશિયલ મીડિયા એપ છે. જેના પર લોકો જાત-જાતના વિડીયો બનાવે છે, અને પોતાનું ટેલેન્ટ દેખાડે છે. કોઈ કોમેડી કરે છે તો કોઈ લિપસિંક કરીને વિડીયો અપલોડ કરે છે. ઘણા લોકોના વિડીયો પર હજારો નહિ પણ લાખોમાં લાઇક્સ પણ આવે છે.

હવે આ જ ટિક્ટોક સમાચારોમાં છે, અને હાલમાં તેના પર બેન લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે અમુક લોકો તેને સપોર્ટ પણ કરી રહ્યા છે. તમે પણ કદાચ ટિક્ટોક પર વિડીયો અપલોડ કરતા હશો અથવા વિડીયો જોતા હશો. આજે અમે તમને આ એપ વિષે જણાવીશું કે છેવટે આ શું છે અને શું લોકોની આનાથી કમાણી થાય છે?

શું છે ટિક્ટોક?

ટિક્ટોક એક સોશિયલ મીડિયા એપ્લિકેશન છે અને તેના દ્વારા સ્માર્ટફોન યુઝર નાના-નાના વિડીયો (15 સેકન્ડ સુધીના) બનાવી અને શેયર કરી શકે છે. આ એક ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ છે, અને ચીનની બહાર તેનો ઘણો ક્રેઝ છે. વર્ષ 2019 માં આખી દુનિયામાં વોટ્સએપ પછી સૌથી વધારે ટિક્ટોકને જ ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. આના ઇન્ટરનેશનલ વર્ઝનને 1 બિલિયનથી વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.

જો ફક્ત ભારતની જ વાત કરીએ તો ટિક્ટોકના ડાઉનલોડનો આંકડો 100 મિલિયનથી વધારે છે. ઇકોનોમિક્સ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર દર મહિને લગભગ 20 મિલિયન ભારતીય આનો ઉપયોગ કરે છે. ગ્લોબલ વેબ ઇંડેક્સ અનુસાર, આના પર 41 ટકા યુઝર 16 થી 24 વર્ષની વચ્ચેના છે. ઘણા લોકોના વધારે ફોલોઅર્સ છે, જે ટિક્ટોકના માધ્યમથી ઘણા પૈસા પણ કમાઈ લે છે.

રસપ્રદ વાત એ છે કે, ટિક્ટોકનો ઉપયોગ કરવા વાળામાં એક મોટી સંખ્યા ગામો અને નાના શહેરોના લોકોની છે. ટિક્ટોક પર પણ ફોલોઅર્સ અને લોકપ્રિયતાના આધાર પર બ્લુ ટીક પણ આપવામાં આવે છે

મોટાભાગના લોકો પ્રયત્ન કરે છે કે, વિડીયોના માધ્યમથી પોતાના ફોલોઅર્સ વધારી લે અને પછી તેમની કમાણી શરૂ થઈ જાય. ઘણા લોકો તો પોતાના ફોલોઅર્સ વધારવા માટે ઘણા વિચિત્ર વિડીયો પણ બનાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ એપ પર દેશના ઘણા મોટા સેલિબ્રિટી પણ છે અને તેઓ ઘણા એક્ટિવ છે અને પોતાના વિડીયો શેયર કરતા રહે છે. જો આ એપથી થતી કમાણી વિષે વાત કરીએ તો તેનાથી કમાણી પણ થાય છે, જેની રીત ઘણી અલગ હોય છે. આવો જાણીએ તેનાથી કઈ રીતે કમાણી થાય છે.

પહેલી રીત : જે લોકોના વધારે ફોલોઅર્સ હોય છે, તે પોતાના યુ-ટ્યુબ અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને પણ આની સાથે જોડી શકે છે. એવામાં દરેક એકાઉંટ લિંક થઈ જાય છે, અને યુઝરને પોતાના યુ-ટ્યુબ એકાઉન્ટના વ્યુ વધારવાનો અવસર મળે છે, જેથી તે યુ-ટ્યુબથી પણ પોતાની કમાણી વધારી શકે છે.

બીજી રીત : જે લોકોના ફોલોઅર્સ વધારે હોય છે, તે લોકોને કંપની દ્વારા એપ્રોચ કરવામાં આવે છે અને તેમને બ્રાંડ કંટેન્ટ પ્રમોટ કરવાનું કહેવામાં આવે છે, અને તેનાથી કંપની અને યુઝર બંનેને ફાયદો મળે છે. એવામાં લોકો પોતાના ફોલોઅર્સ વધારવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બ્રાંડ કંટેન્ટને પ્રમોટ કરી શકે છે. બ્રાંડ કંટેન્ટનું પ્રમોશન સીધું પણ કરી શકાય છે, જયારે હેશટેગને પ્રમોટ કરવાની સાથે પણ થાય છે. એવામાં યુઝર્સ પોતાના વિડીયોની સાથે તે હેશટેગનો ઉપયોગ કરે છે.

ત્રીજી રીત : ઘણા યુઝર પોતાના સ્તર પર કંપની સાથે વાત કરે છે અને પોતાની પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરીને પૈસા કમાય છે. તેનાથી કંપનીનો પ્રચાર સીધો જનતા સુધી થાય છે અને ઘણું સસ્તું પણ પડે છે. યુઝરની કમાણીની વાત કરીએ તો તે વ્યુ, લાઈક, કમેન્ટ અને શેયરની સંખ્યા જોઈને નક્કી થાય છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.