ભૂકંપથી પાકિસ્તાન અને PoK માં ભારે તબાહી, 31 લોકોના મૃત્યુ, 350 ઈજાગ્રસ્ત, જાણો વધુ વિગત

મિત્રો, હાલમાં પાકિસ્તાન અને પીઓકે કુદરતી આફત સામે લડી રહ્યા છે. પીઓકેના જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બતાવવામાં આવી રહ્યું છે. શરુઆતના સમાચારો મુજબ પીઓકેમાં ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ત્યાં એક રોડ વચ્ચેથી ફાટી ગયો છે.

પીઓકેમાં ૨૪-૯-૨૦૧૯ ના રોજ સાંજે ૪ વાગીને ૩૫ મિનીટ ઉપર ભૂકંપનો તેજ આંચકો અનુભવવામાં આવ્યો. રીક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૫.૮ નોંધવામાં આવી છે. આટલી તીવ્રતાથી આખું ઉત્તર ભારત પણ ધ્રુજી ઉઠ્યું. પીઓકેનાં જાટલાન વિસ્તારને ભૂકંપનું કેન્દ્ર ગણવામાં આવ્યું છે, જો કે મીરપુરની નજીક છે.

શરુઆતના સમાચારો મુજબ પીઓકે અને પાકિસ્તાન બંને સ્થળો ઉપર ભૂકંપથી ભારે વિનાશ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપથી પાકિસ્તાનમાં ૨૬ લોકોના મૃત્યુ થઇ ગયા છે. જયારે ૩૦૦ લોકો ઈજાગ્રસ્ત છે. અને પીઓકેમાં ૫ લોકોના મૃત્યુ અને ૫૦ લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. ત્યાં રોડ વચ્ચેથી ફાટી ગયા છે, તેમજ ગાડીઓ પલ્ટી ગઈ છે.

જમ્મુ કશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, ભૂકંપથી હાલમાં રાજ્યમાંથી કોઈ નુશાનીના સમાચાર નથી. દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના તેજ આંચકા અનુભવવામાં આવ્યા. ભૂકંપ પછી લોકોમાં ડર ફેલાઈ ગયો અને લોકો પોતાની ઓફિસો અને ઘરમાંથી બહાર નીકળી ગયા. દિલ્હીની સાથે સાથે કશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. લોકો ભૂકંપથી એકદમ ડરી ગયા છે.

પીઓકેના જાટલાનમાં હતું ભૂકંપનું કેન્દ્ર :

ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર ૫.૮ માપવામાં આવી છે. તેનું કેન્દ્ર પીઓકેના જાટલાન પાસે બતાવવામાં આવી રહ્યું છે. આ સ્થળ લાહોરથી ૧૭૩ કી.મી. દુર છે. ભૂકંપના આંચકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કશ્મીર, હિમાચલ પ્રદેશના અલગ અલગ સ્થળો ઉપર પણ અનુભવવામાં આવ્યા છે.

ભૂકંપના ઝટકા પંજાબના અમૃતસર, લુધિયાણા, ચંડીગઢ, ગુરદાસપુરમાં પણ અનુભવવામાં આવ્યા છે. અને ભૂકંપના આંચકા હરિયાણા ગુરુગ્રામમાં પણ અનુભવવામાં આવ્યા છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે.

શરુઆતના સમાચારો મુજબ ભૂકંપથી જાનમાલના નુકશાનની કોઈ માહિતી નથી. ભૂકંપના કેંદ્ર વાળો વિસ્તારમાં નજીક હોવાને કારણે જમ્મુ કશ્મીરમાં ભૂકંપની અસર વધુ અનુભવવામાં આવી રહી છે. તે પહેલા ૨૦૦૫માં પણ જમ્મુ કશ્મીરમાં આવો જ તેજ ભૂકંપ આવ્યો હતો. તેનાથી કશ્મીરમાં ઘણું નુકશાન થયું હતું. તે સમયે ૭.૬ સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. જેથી ઘણા લોકોના મૃત્યુ થયા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.