જો તમે પણ સફરજન છોતરાં સાથે ખાતા હોય તો એકવાર આ આર્ટિકલ જરૂર વાંચી લેજો

હંમેશા લોકો ફળોની છાલ ઉતારીને તેને ખાય છે. ફળોની છાલને હંમેશા આપણે લોકો નકામી સમજીએ છીએ, પરંતુ ફળોની છાલમાં પણ ઢગલાબંધ પોષક તત્વ રહેલા હોય છે. જો તમે દરરોજ તંદુરસ્ત રહેવા માટે સફરજન ખાવ છો અને તેની છાલ કાઢી નાખો છો, તો તમને સફરજનના ૩૦% પોષક તત્વ મળતા જ નથી. સફરજનની છાલમાં ઢગલા બંધ એવા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આવો તમને જણાવીએ કે છાલ સાથે રોજનું એક સફરજન ખાવાથી તમારા શરીરને શું ફાયદો મળે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે સફરજનની છાલ :

હંમેશા તમે સાંભળ્યું હશે કે સફરજન ખાવાથી હ્રદયની બીમારીઓનો ભય ઓછો રહે છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે સફરજનનું જે તત્વ હ્રદયની બીમારીઓ સામે તમારું રક્ષણ કરે છે, તે સફરજનની છાલમાં વધુ હોય છે. એટલા માટે જો તમે છાલ ઉતારીને સફરજન ખાવ છો, તો તમારી આ ટેવ બદલો. છાલ સહીત સફરજન ખાવું આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં ખનીજ, વિટામીન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે નબળાઈમાં પણ ઘણું લાભદાયક હોય છે. સાથે જ સફરજનની છાલમાં પેકટીન નામનું રસાયણ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને નીચું રાખે છે.

કેન્સરથી બચાવે છે ખાસ એંટીઓક્સીડેંટ :

સફરજન તમારા સંપૂર્ણ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. સફરજનની છાલમાં એક એવું વિશેષ તત્વ હોય છે, જેને ટ્રીટરપેનોઈડસ કહે છે. અમેરિકાના કોર્નેલ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓના જણાવ્યા મુજબ, સફરજનની છાલમાં રહેલું એ તત્વ કેન્સરની કોશિકાઓ વધતા અટકાવવા અને દુર કરવામાં અસરકારક માનવામાં આવે છે. જોકે સફરજનની છાલમાં તેનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ દરરોજ એક સફરજન ખાવાથી કેન્સરની શક્યતાને ઓછી કરી શકાય છે.

છાલમાં હોય છે જરૂરી એંટીઓક્સીડેંટસ :

કેનેડામાં થયેલા એક રીસર્ચ મુજબ સફરજનની છાલમાં અંદરના ભાગની સરખામણીમાં એંટીઓક્સીડેંટસનું પ્રમાણ ઘણું વધુ મળી આવે છે. તેના માટે સફરજન ખાતી વખતે છાલ ઉતારીને નહિ પરંતુ છાલ સહીત ખાવું વધુ લાભદાયક હોય છે. વેજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સફરજનની લાલ છાલમાં એંટીઓક્સીડેંટનું પ્રમાણ ઘણું વધુ હોય છે. એંટીઓક્સીડેંટ એવું રસાયણ છે, જે આરોગ્યને સારું અને રોગમુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સફરજનની છાલમાં હોય છે ઢગલાબંધ મિનરલ્સ :

તમે એ વાત જાણતા હશો, કે આપણું શરીર આ કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલનો ઉપયોગ હાડકાઓ અને દાંતને મજબુત બનાવવામાં કરે છે. તો સફરજન છાલ સાથે જ ખાવું જોઈએ.

કબજિયાત અને અપચાથી બચાવે છે સફરજનની છાલ :

સફરજનમાં ફાઈબરનું પ્રમાણ પુષ્કળ હોય છે. તમે જાણતા હશો કે ફાઈબર તમને કબજીયાત અને પેટની બીજી સમસ્યાઓથી બચાવે છે. ખાસ વાત એ છે કે સફરજનની છાલમાં પીગળી જાય અને ન પીગળે એવા બન્ને પ્રકારના ફાઈબર રહેલા હોય છે. સફરજનના અંદરના ભાગમાં પણ ફાઈબર હોય છે. પરંતુ તેના બે તૃતીયાંશ ફાઈબર તેની છાલમાં રહેલા હોય છે. ફાઈબર એક મહત્વનું પોષક તત્વ છે, જેનો ઉપયોગ શરીર ઘણા પ્રકારના કાર્યો કરવા માટે કરે છે. આહારમાં જરૂરી ફાઈબર સ્વસ્થ પાચન તંત્ર અને હ્રદય પ્રણાલીને જાળવી રાખવા માટે મહત્વનું હોય છે.

મુખ્ય મુદ્દા :

સફરજનની અંદરના ભાગમાં જેટલું પોષણ હોય છે, એનાથી ઘણું વધારે પોષણ છાલમાં હોય છે.

કેન્સર અને ડાયાબીટીસ જેવી ગંભીર બીમારીઓથી દુર રાખવામાં મદદ કરે છે સફરજનની છાલમાં રહેલા તત્વ.

સફરજનની છાલમાં એવા તત્વ હોય છે, જે દિલની બીમારીઓથી તમને બચાવે છે.