રાત્રે શું ખાવું ભાત કે રોટલી? આ છે ડાયટિશિયનને સૌથી વધારે પૂછવામાં આવતા સવાલના સાચો જવાબ.

ડાયટિશિયનને સૌથી વધારે પૂછતો સવાલ, રાત્રે શું ખાવું ભાત કે રોટલી? આ રહ્યો તેનો જવાબ

આપણે કેટલા પણ પનીર, છોલે – ફૂલચે કે નોનવેજ ખાઈ લઈએ પણ આજે પણ સૌથી વધુ રોટલી – શાક અને દાળ-ભાત જ પસંદ કરવામાં આવે છે. બાળકોથી લઈને મોટા સુધી તેને ખુબ આનંદથી ખાય છે. પણ આજના સમયમાં લોકોમાં વજન ઘટાડવાનો ક્રેજ વધતો જાય છે. તેવામાં લોકો સૌથી પહેલા રાત્રે ભાત અને રોટલી ખાવાનું છોડી દે છે કેમ કે તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે.

પરંતુ તમને જણાવી આપીએ કે કાર્બ્સ આપણા શરીર માટે ઘણું જરૂરી છે. તેવામાં માણસ એવું વિચારે છે કે શું ખાવું. શું ન ખાવું? જો તમે પણ એવું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીએ છીએ રાત્રે રોટલી કે ભાતમાંથી શું ખાવું જોઈએ?

કોઈ પણ ખાવાનું તમારા માટે ત્યારે હેલ્દી હોય છે જયારે તે તમને સંતોષ આપે. મન મારીને જો તમે આહાર પણ લો છો, તો તેનાથી તમારા શરીરને જ નુકશાન થશે. વજન ઓછું કરવા માટે લોકો સૌથી પહેલા રોટલી અને ભાત બંનેને પોતાના આહાર માંથી દુર કરી દે છે. પરંતુ તેને તમારા આહાર માંથી એકદમ દુર કરી દેવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. રીટલી અને ભાત બંનેના પોત પોતાના ગુણ છે. જે રોટલી ખાવાથી આખો દિવસ પેટ ભરેલું રહે છે અને ભાતમાં રહેલા સ્ટાર્ચને કારણે તે જલ્દી પચી જાય છે.

ભાત અને રોટલીમાં પોષક તત્વોની વાત કરીએ તો તેમાં માત્ર સોડીયમના પ્રમાણમાં ફરક છે. ભાતમાં ઘણું ઓછું સોડીયમ હોય છે, જયારે રોટલી (120 ગ્રામ લોટ)માં 190 મિલીગ્રામ સોડીયમ હોય છે. જો તમે તમારા આહાર માંથી સોડીયમ દુર કરવા માગો છો, તો રોટલી ખાવાનું બંધ કરી શકો છો.

ભાતમાં રોટલીની સરખામણીએ ફાઈબર, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ભાતમાં કેલેરીજ રોટલીથી વધુ હોય છે. તેની સાથે જ ભાતમાં પાણીમાં ઓગળી જતું વિટામીન હોય છે, તે આરોગ્ય માટે સારું રહે છે. તે સરળતાથી પચી પણ જાય છે.

રોટલીથી કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, ફોસ્ફરસ શરીરમાં પહોચે છે. જયારે ભાતમાં કેલ્શિયમ નથી હોતું અને તેમાં પોટેશિયમ અને ફોસ્ફરસ પણ ઓછા પ્રમાણમાં હોય છે. રાતથી સવાર વચ્ચે ખાવામાં ટાઈમમાં ગેપ વધુ હોય છે એટલા માટે રાત્રે ખાવામાં રોટલી ખાવી સારી છે. ડીનરમાં મિસ્સી રોટલી પણ ખાઈ શકાય છે કેમ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.

આમ તો હેલ્દી આહાર માટે ભાત અને રોટલી બંને જ સારા છે, પરંતુ વજન ઘટાડવામાં ભાતની સરખામણીમાં રોટલી સારો વિકલ્પ છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)