આ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, તેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

સવાર-સવારમાં આ ત્રણ પાંદડાનું સેવન દૂર ભગાડશે ડાયાબિટીસના ખતરાને, જાણો કેવી રીતે તે બ્લડ સુગર પર કરે છે અસર. સામાન્ય રીતે ડાયાબીટીસ થવાથી અનેક પ્રકારની દવાઓ લેતા હોઈએ છીએ તો આ કુદરતી દવા પણ અપનાવી જુવો. ડાયાબીટીસ પેટન ડાયટ ટીપ્સ : લીમડાના પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેનાથી ડાયાબીટીસનું જોખમ પણ ઓછું થાય છે.

આરોગ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ સવારે સવારે આ પાંદડાનું સેવન ડાયાબીટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

ઘર ગથ્થુ ઉપચારથી ડાયાબીટીસ કંટ્રોલ : દુનિયાભરમાં ડાયાબીટીસના કરોડો દર્દી છે. ડાયાબીટીસ રોગ માત્ર શરીરને જ નથી અસર કરતો, પરંતુ ઘણી બીજી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. જો આ રોગને સમયસર કાબુમાં ન લીધો તો તે આંખ, હ્રદય, કીડની અને રક્ત વાહિનીઓને પણ નુકશાન કરી શકે છે. તેવામાં તેને કંટ્રોલ કરવું ઘણું જરૂરી બની જાય છે.

અમેરિકન ડાયાબીટીસ એસોસીએશનના જણાવ્યા મુજબ સ્વસ્થ આહાર લેવો ઘણો જરૂરી છે, જેથી શરીરમાં બ્લડ શુગર યોગ્ય જળવાઈ રહે. એટલા માટે દર્દીઓએ તેના ખાવા પીવામાં વિશેષ કાળજી લેવી જોઈએ. તેવામાં આરોગ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ સવારે સવારે આ પાંદડાનું સેવન ડાયાબીટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

તુલસીના પાંદડા :

આયુર્વેદમાં તુલસીના પાંદડાને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેનું સેવન માત્ર ડાયાબીટીસ જ નહિ, પરંતુ ઘણી બીમારીઓને દુર કરવામાં અસરકારક છે. ઘણી શોધમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ખાલી પેટ તુલસીના પાંદડા ખાવાથી બ્લડ શુગરના સ્તરને જલ્દી વધતું નથી અને ડાયાબીટીસ ટાઈપ 2 નું જોખમ પણ ઓછું થાય છે. આમ તો તુલસીના પાંદડામાં થોડું પાણી નાખીને મીક્ષરમાં ચાવી જાઓ અને પછી પાણી પીવો, તુલસીમાં આયરન વધુ હોય છે, સાથે જ તે એસીડીક સ્વભાવનું હોય છે. તેના પાંદડાને ચાવીને ખાવાથી દાંત ખરાબ થવાની શક્યતા રહે છે.

લીમડાના પાંદડા :

લીમડાના પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેનાથી ડાયાબીટીસનું જોખમ પણ ઓછું રહે છે. ઇન્ડિયન જર્નલ ઓફ ફીજીયોલોજી એંડ ફાર્માકોલોજીમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ લીમડામાં રહેલા ગુણ ડાયાબીટીસને રોકવામાં અસરકારક હોય છે. આમ તો લીમડો ખાવા વાળા લોકોએ નિયમિત રીતે પોતાનું બ્લડ શુગર ચેક કરતા રહેવું જોઈએ જેથી દર્દી લો ડાયાબીટીસનો ભોગ ન બની જાય. બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે રોજ 6 થી 7 લીમડાના પાંદડા ખાવાની સલાહ આપવામાં આવે છે.

મીઠો લીમડો :

મીઠા લીમડાના પાંદડાનું સેવન કરવાથી તમારી ઈંસુલીન એક્ટીવીટી પણ કુદરતી રીતે સારી બનતી જશે. તેનાથી તમારા શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રહેશે. આ પાંદડાને એંટી-હાઈપરગ્લાઈસેમિક ગુણોને કારણે જ બ્લડ શુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખી શકાય છે. વધુ બ્લડ શુગર હોવાથી ઈજાના ઘા જલ્દી ભરાઈ શકતા નથી. તેવામાં મીઠો લીમડો અસરકારક સાબિત થઇ શકે છે. તેમાં રહેલા કાર્બજોલ અલ્કલોયડને કારણે મીઠા લીમડાના ઉપયોગથી ઈજાના ઘા જલ્દી ઠીક થઇ જાય છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.