3 અલગ-અલગ રીતે બનાવી શકાય છે દરરોજની સામાન્ય દાળ, ખાવામાં વધશે બે ગણો સ્વાદ.

રોજ એક પ્રકારની દાળ ખાઈને કંટાળી ગયા છો, તો આ 3 રીત જાણો લો, સ્વાદમાં અનેક ગણો વધારો થઈ જશે.

દાળ તો દરરોજ ઘરમાં બનાવવામાં આવે છે, પરંતુ તમે ઘરે દાળ બનાવવાની રીતને થોડી બદલી શકો છો, જેનાથી તેનો સ્વાદ પણ બદલાઈ જશે.

દાળ આપણા ઘરમાં બનાવવામાં આવતી એક એવી વાનગી છે, જે કદાચ દરરોજ ખાવામાં આવે છે. પ્રોટીનનો સારો સ્રોત હોવા સાથે સાથે, દાળને લઈને ઘણી વિવિધતાઓ પણ લાવવામાં આવે છે. અલગ અલગ દાળ ભેળવીને પણ પંચરત્ન દાળ બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં દાળ ખાવાની રીત અલગ છે, તો ઉત્તર ભારતમાં દાળ ખાવાની રીત સંપૂર્ણપણે જ અલગ છે.

પરંતુ દાળ વિશે એક લોકપ્રિય કહેવત છે, ‘ઘર કી મુર્ગી દાળ બરાબર’, આ કહેવત એટલા માટે કહેવામાં આવે છે કે ઘરની દાળ દરરોજ એક જેવી જ બને છે અને આ કારણે લોકો કંટાળી જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે, તો અમે તમને ત્રણ એવી દાળ બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. જે રોજની દાળને પણ કંઈક અલગ જ સ્વાદ આપી દેશે.

1) વઘાર વગર જ આપો લસણ અને હીંગનો સ્વાદ –

ઘણી વાર આપણે દાળના વઘારમાં લસણ અને હીંગનો સ્વાદ આપતા હોઈએ છીએ, પરંતુ જો તમે તેલ કે ઘીનો ઉપયોગ ન કરવા માંગતા હો અને ડાયટ કાન્શીયસ દાળ ખાવા માગો છો, તો તેના વગર પણ તમે દાળને બધી જ ઔધિઓનો સ્વાદ આપી શકો છો. તેના માટે તમારે કંઇ કરવાની જરૂર નથી, ફક્ત દાળ રાંધતી વખતે જ તમારે બધી વસ્તુઓ એક સાથે નાખવાની છે હિંગ સાથે.

કેવી રીતે બનાવવી?

સૌથી પહેલા દાળ ધોઈ લો. હવે કૂકરને ગરમ થવા માટે મુકો અને 30 સેકંડની અંદર કૂકરમાં લસણની ફોલેલી એક કળી ઘસી નાખો, ત્યાર પછી પાણી ઉકળવા માટે ચડાવો. ત્યાર પછી દાળને ઉકળવા માટે ચડાવતી વખતે તેની સાથે 4-5 લસણની કળીઓ, ચપટી ભર હિંગ અને બે સમારેલા લીલા મરચા નાખી દો. તેની સાથે તમે હળદર અને મીઠું નાખશો તો પણ કામ થઇ જશે.

આ દાળ બનાવવા માટે સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. જો તમે ઇચ્છો, તો તેને તરત જ કાઢીને પીરસી શકો છો. ન તો વધુ મસાલા ઓની જરૂર રહેશે અને ન તો તેલ કે ઘી ની અને આ સ્વસ્થ દાળ ખૂબ સ્વાદિષ્ટ પણ હશે. જો તમે ધારો હો તો લાલ મરચાં વગેરે પણ ઉકળતી વખતે જ નાખી દો.

2) ખાટી દાળમાં આવશે ખાવાનો સ્વાદ

તમે ઘણી વખત હીંગ અને જીરુંમાં વઘારેલી દાળ ખાધી હશે, પરંતુ શું તમે સરસીયું અને મીઠા લીમડાથી વઘારેલી ખાટી દાળનો સ્વાદ ચાખ્યો છે? ઘણીવાર યુપી-બિહાર જેવા રાજ્યોમાં ખાટી દાળ કરવા માટે કેરી (કાચી કેરી) નો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તમે તેને બીજી રીતે પણ ખાટી કરી શકો છો. ખાસ કરીને જો કોઈનું પેટ બગડેલુ છે, તો તે આવા પ્રકારની ખાટી દાળ ખાઈ શકે છે.

કેવી રીતે બનાવવી

તેને ખાટી બનાવવા માટે તમારે વઘાર કરતી વખતે સુકા લાલ મરચાં, સરસીયાનાં દાણા, મીઠા લીમડાના પાંદડાનો વઘાર કરો, તમે ધારો તો તેમાં સુકા મસાલા પણ તે વખતે ભેળવી દો. તેમાં ધાણાજીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર વગેરે પણ ઉમેરી શકો છો. ત્યાર પછી ગેસ થોડો ધીમો કરો અને તેમાં લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ ઉમેરો. જો તમે કોકમનો રસ ઉમેરી શકો છો, તો તે પણ ચાલશે. બસ આ વઘારમાં ઉકળેલી દાળ નાખી દો અને જુઓ કે તેનો સ્વાદ કેવો આવે છે.

3) નાળિયેર અને ખાંડ વડે બનાવો દાળ

તમે એ તો સાંભળ્યું જ હશે કે ગુજરાતી દાળ જ મીઠી હોય છે, પણ હું તમને જણાવી આપું કે દાળ ખાવાની ઘણી અલગ અલગ રીતો છે અને બંગાળી દાળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

કેવી રીતે બનાવવી

તેમાં દાળને વઘારતી વખતે પીસેલા આદુનો ઉપયોગ પણ કરવામાં આવે છે. દાળને પાણી, હળદર, મીઠું અને આદુ વડે શેકી લો અને પછી તેમાં થોડી ખાંડ અને શેકેલું નાળિયેર નાખો.

હવે દાળને વઘાર કરવા માટે નાળિયેર તેલમાં સરસીયાના બીજ અને લાલ મરચાનો ઉપયોગ કરો. તેને બાફેલી દાળને વઘારમાં નાખો અને બસ તમારું કામ થઇ ગયું.

આ ત્રણે વાનગીઓ તમારી રોજની દાળને નવો સ્વાદ આપશે. જો તમને આ સ્ટોરીઓ સારી લાગી હોય, તો તેને શેર જરૂર કરો. આવી જ બીજી સ્ટોરીઓ વાંચવા માટે તમારા જોડાયેલા રહો ગુજ્જુ ફન ક્લબ સાથે.

આ માહિતી હર જિંગદી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.