આ છે ટીવીના સૌથી વધારે ભણેલા કલાકાર, નંબર 10 વાળી તો સિવિલ સર્વિસની પરીક્ષા આપી ચુકી છે

અભ્યાસનું આજના જીવનમાં ઘણું મહત્વ છે. શિક્ષણનું મહત્વ યુગોથી ચાલતું આવે છે. કહે છે કે જેટલું વધુ આપણે આપણા જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એટલો જ વધુ આપણે આપણા જીવનમાં વિકાસ કરીએ છીએ. સારું ભણેલા ગણેલાનો અર્થ માત્ર એ નથી થતો કે પ્રતિષ્ઠિત અને સારી સંસ્થાઓમાં નોકરી કરવી. આમ તો તેનો એ પણ અર્થ થાય છે કે જીવનમાં સારા અને સામાજિક વ્યક્તિ બનવું.

બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની દુનિયામાં એક્ટર અને એક્ટ્રેસને તેમના અભિનય અને પોપુલારીટીથી ઓળખવામાં આવે છે. જો તે પોપુલર થઇ જાય છે તો પછી તેમના ભણવા ગણવા ઉપર કોઈનું ધ્યાન જતું નથી. એવું નથી કે આ ઇન્ડસ્ટ્રીમાં ભણેલા ગણેલા સ્ટાર્સ નથી. બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમની ગણતરી ખુબ જ વધુ ભણેલા ગણેલા લોકોમાં કરવામાં આવે છે. અને ઘણા એવા કલાકાર પણ રહેલા છે જે ઘણું ઓછું ભણેલા ગણેલા છે છે. બોલીવુડના કલાકારો વિષે લગભગ દરેકને જાણકારી છે. પરંતુ આજે અમે તમને નાના પડદાના થોડા પ્રસિદ્ધ કલાકારો વિષે જણાવીશું. તો આવો જાણીએ કોણ છે ટીવીના ટોપ ૧૨ વધુ ભણેલા ગણેલા કલાકારો.

સૌથી વધુ ભણેલા ગણેલા કલાકારો :

કરણ સિંહ ગ્રોવરનો અભ્યાસ (Karan Singh Grover education) :

ટીવીના હેન્ડસમ હંક કરણસિંહ ગ્રોવરે IHM, મુંબઈથી હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.

અનસ રાશિદનો અભ્યાસ (Anas Rashid education) :

‘દિયા ઓર બાતી’ સીરીયલમાં અભણ કંદોઈનું પાત્ર કરવા વાળા અનસ રશિદએ સાઇકોલોજિમાં માસ્ટર્સ કર્યુ છે. તે ઉપરાંત તેને પર્શીયન અને અરેબીક ભાષા પણ આવડે છે.

દીપિકા સિંહનો અભ્યાસ (Deepika Singh Education) :

સીરીયલ ‘દિયા ઓર બાતી’ ની મુખ્ય હિરોઈન દીપિકા સિંહ બિઝનેસ એડમિનીસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

મૌની રોયનો અભ્યાસ (Moni Roy Education) :

ટીવીની પ્રસિદ્ધ હિરોઈન મૌની રોયએ દિલ્હીના મિરાંડા હાઉસ કોલેજ માંથી ગ્રેજ્યુએટ કર્યુ છે. ત્યાર પછી તેમણે જામિયા મીલીયા ઇસ્લામિયા યુનીવર્સીટી માંથી માસ કમ્યુનિકેશનમાં માસ્ટરી કરી.

રામ કપૂરનો અભ્યાસ (Ram Kapoor education) :

ટીવીના સૌથી પ્રસિદ્ધ કલાકાર રામ કપૂર લોસ એંજેલેસ માંથી અભિનયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરી ચુક્યા છે.

શરદ કેલકરનો અભ્યાસ (Sarad kelkar education) :

ટીવી કલાકાર શરદ કેલકરએ જયપુરના રેપુટેડ ઇન્સ્ટીટયુટ, ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ માંથી માર્કેટિંગમાં એમબીએની ડીગ્રી લીધી છે.

કરણ પટેલનો અભ્યાસ (Karan Patel Education) :

સીરીયલ ‘યે હે મોહબ્બતે’ ના મુખ્ય કલાકાર કરણ પટેલ લંડન સ્કુલ ઓફ આર્ટસ માંથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

મુનમુન દત્તાનો અભ્યાસ (Munmun Dutta education) :

તારક મહેતા ઉલટા ચશ્માંમાં ‘બબીતા’ ના નામથી પ્રસિદ્ધ મુનમુન દત્તાએ ઈંગ્લીશ વિષયમાં માસ્ટર્સની ડીગ્રી લીધી છે.

નેહા મહેતાનો અભ્યાસ (Neha Mehta education) :

ટીવી હિરોઈન નેહા મેહતાએ માસ્ટર ઇન પર્ફાર્મિંગ આર્ટસ, ભારતનાટ્યમમાં સ્પેશલાઈઝેશન અને નાટકમાં ડીપ્લોમાં પ્રાપ્ત કર્યુ છે.

દિવ્યાંકા ત્રિપાઠીનો અભ્યાસ (Divyanka Tripathy Education) :

સીરીયલ ‘યે હે મોહબ્બતે’ ની મુખ્ય હિરોઈન દિવ્યાંકા ત્રિપાઠી ઘણું ભણેલી ગણેલી છે. દિવ્યાંકાએ ઉત્તરકાશીના નહેરુ સ્કુલ ઓફ માઉન્ટેનીયરીંગ માંથી માઉન્ટનીંગનો કોર્ષ કર્યો છે. એટલું જ નહિ તેને શુટિંગમાં ગોલ્ડ મેડલ પણ મળેલ છે. તમને જાણીને નવાઈ થશે કે તે ભોપાલની રાઈફલ એકેડમીમાં એકઝીક્યુટીવ ઓફિસર તરીકે રહી ચુકી છે. દિવ્યાંકા સિવિલ સર્વિસીઝની પરીક્ષા પણ આપી ચુકી છે.

સાક્ષી તંવરનો અભ્યાસ (Sankshi Tanwar education) :

ટીવીની પ્રસિદ્ધ હિરોઈન સાક્ષી તંવરએ દિલ્હીના લેડી શ્રીરામ કોલેજ માંથી પોતાનું ગ્રેજ્યુએટ પૂરું કર્યુ છે.

વિવિયન ડીસેનાનો અભ્યાસ (Vivian Dsena education) :

હાલના દિવસોમાં વિવિયન ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’ માં કામ કરી રહ્યા છે. વિવિયન એક પ્રશિક્ષિત એન્જીનીયર છે અને તેમણે દિલ્હીના જામિયા યુનીવર્સીટી માંથી એન્જીનીયરીંગમાં માસ્ટર્સની ડીગ્રી લીધી છે.