તમારી જૂની કબજિયાતને પણ દુર કરી શકે છે આ 30 અસરદાર ઘરેલું ઉપાય, આ રીતે કરો તેનો પ્રયોગ

કબજિયાતનો અસરદાર ઘરેલું ઈલાજ ભાગ 3 :

1. કાબૂલી હરડે : કાબૂલી હરડેને રાત્રે પાણીમાં નાખીને પલાળી દો. સવારે આ હરડેને પાણીમાં ઘસીને તેમાં મીઠું ભેળવીને 1 મહિના સુધી સતત પીવાથી જૂની કબજિયાત દુર થઇ જાય છે.

2. એરંડા : એરંડાના 30 મિલીલિટર તેલને ગરમ દૂધમાં સાકર સાથે મિક્સ કરી પીવાથી કબજિયાતમાં લાભ થાય છે. 1 કપ દૂધમાં 2 થી 4 ચમચી એરંડાનું તેલ ભેળવીને સૂતા સમયે પીવાથી પેટની કબજિયાત દુર થઇ જાય છે.
સૂવાના સમયે 2 ચમચી એરંડાનું તેલ પીવાથી કબજિયાત દુર થાય છે. મળ સાફ આવે છે. તેને ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે ભેળવીને પીવામાં આવે છે.

એરંડાના તેલના 10 ટીપા રાત્રે સુતા સમયે પાણીમાં ભેળવીને સેવન કરવાથી કબજિયાતની બીમારીમાં ફાયદો થાય છે. એરંડાના તેલના 2 થી 4 ટીપાંને માતાના દૂધમાં ભેળવીને આપવા જોઈએ. એરંડાના તેલથી પેટ ઉપર માલિશ કરવાથી પેટ સાફ થઇ જાય છે. 6 મિલીલીટર એરંડાના તેલમાં 6 ગ્રામ દહીં મિક્સ કરીને અડધા અડધા કલાકના અંતરે પિવરાવવાથી વાયુના ગોળા કાયમ માટે દુર થઇ જાય છે.

એરંડાનું તેલ 20 મિલીલીટર અને આદુનો રસ 20 મિલીલીટર ભેળવીને પીવો, પછી ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી વાયુના ગોળામાં તાત્કાલિક રાહત મળે છે. એરંડાનું તેલ અને તેની 2 થી 3 કળીઓ ખાવાથી પેટ સાફ થઇ જાય છે. એરંડાનાં પાન અને હરડેની છાલને ભેળવીને ઉકાળો બનાવીને પીવાથી બંધ પેટ ખુલે છે અને શૌચ ખુલીને આવી જાય છે.

એરંડાનું તેલ 3 ચમચી, બદામ રોગન તેલ 1 ચમચીને 250 મિલીલીટર દૂધમાં ગરમ કરીને સુતા પહેલા લેવાથી કબજિયાત દુર થઇ જાય છે. 1 ચમચી એરંડાનું તેલ દૂધમાં ભેળવીને સૂવાના સમય પહેલાં પીવાથી ફાયદો થાય છે.
એરંડાના તેલનાં 30 ટીપાંને 250 મિલીલીટર દૂધમાં મિક્સ કરીને સેવન કરવાથી સામાન્ય પેટનો ગેસ દૂર થઇ જાય છે. નવજાત શિશુઓને નાની ચમચીમાં આપી શકાય છે.

3. મોટી હરડે : મોટી હરડેને વાટીને રાખી લો. પછી 5 ગ્રામ ચૂર્ણને નવશેકા પાણી સાથે સેવન કરવાથી કબજિયાત દુર થઇ જાય છે. મોટી પીળી હરડેની છાલ 6 ગ્રામ સિંધવ મીઠું અથવા લાહોરી અડધો કપ ભેળવીને વાટીને રાખી લો. તેને સુતા પહેલા પાણી સાથે લેવાથી પેટ સાફ થાય છે.

4. હરડે : હરડેનો પાવડર ગોળમાં ભેળવીને સેવન કરવાથી વાત-રક્ત (લોહીવાળું વાત) કારણે થતા પેટના દુઃખાવા દુર થાય છે. નાની હરડે દિવસમાં 1-1 ગ્રામના પ્રમાણમાં ત્રણ વખત ચૂસવાથી ગેસનો રોગ મટે છે. હરડે, બહેડા અને આંબળાને સમાન પ્રમાણમાં લઈને તેને પીસીને બારીક પાવડર બનાવી રાખો. આ પાવડરને ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે. રાત્રે 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી કબજિયાત દુર થઇ જાય છે.

હરડે સવાર સાંજ 3 ગ્રામ ગરમ પાણી સાથે ખાવાથી કબજિયાતમાં ફાયદો મળે છે. તેનાથી હરસના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે, સનાય અને ગુલાબના ગુલકંદની ગોળીઓ બનાવીને ખાવાથી બંધ મળ ખુલીને આવે છે.
10 ગ્રામ હરડે, 20 ગ્રામ બેહેડા અને 40 ગ્રામ આંબળાને મિક્સ કરીને પાવડર બનાવી લો. રાત્રે સુતી વખતે 1 ચમચી ચુર્ણ દૂધ અથવા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.

હરડેની છાલ 10 ગ્રામ, બહેડા 20 ગ્રામ, આંબળા 30 ગ્રામ, સોનામક્ખી (એક ઉપધાતુ-સુવર્ણ માક્ષિક) 10 ગ્રામ, બદામ 10 ગ્રામ અને 80 ગ્રામ ખાંડને એકસાથે વાટીને પાઉડર બનાવીને રાખી લો. પછી 10 ગ્રામ મિશ્રણ રાત્રે સુતા પહેલા લેવાથી કબજિયાતમાં લાભ થાય છે. નાની હરડે અને 1 ગ્રામ તજ ભેળવીને વાટીને ચુર્ણ બનાવી લો, તેમાં 3 ગ્રામ ચૂર્ણને નવશેકા પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી કબજિયાત દુર થઇ જાય છે.

નાની હરડે 2 થી 3 નંગ રોજ દરરોજ ચૂસવાથી કબજિયાત મટે છે. નાની હરડેને ઘી માં શેકી લો. પછી વાટીને પાઉડર બનાવી લો. 2 હરડેનું ચૂર્ણ રાત્રે સૂતા સમયે પાણી સાથે સેવન કરવાથી શૌચ ખુલીને આવે છે. નાની હરડે, વરિયાળી અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો. તેમાંથી એક ચમચી ચૂર્ણ રાત્રે સુતા સમયે પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.

5. વચ : વચ ઔષધિ અને સોનામખ્ખી ખાવાથી પેટના ગેસમાં ફાયદો થાય છે.

6. ગરમાળાની સીંગ (અમલતાસ) : 50 ગ્રામ ગરમાળાની સીંગના માવાને 150 મિલીલીટર પાણીમાં રોજ પલાળીને રાખો અને રાત્રે સૂતા પહેલા પીસી લો. પછી તેમાં ખાંડ નાખીને ખાઈ લો. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. 10 ગ્રામ ગરમાળાની સીંગનો માવો અને 10 ગ્રામ સુકી દ્રાક્ષ મિક્ષ કરીને ખાવાથી શૌચ સાફ આવે છે અને કબજિયાત દુર થઇ જાય છે.

ગરમાળાની સીંગ અને આમલીના માવાને પીસીને રાત્રે સૂતા પહેલા પીવો. તેનાથી સવારે સૌચ સારી રીતે આવે છે.
4 ગ્રામ ગરમાળાની સીંગના ફૂલને ઘી માં શેકીને ભોજન કર્યા પછી તેનો ઉપયોગ કરવાથી ગેસ દૂર થાય છે.

ગરમાળાની સીંગ 40 થી 80 ગ્રામને સનાયપત્તી સાથે મિશ્રણ તરીકે દરરોજ સુતા પહેલા સેવન કરવાથી શૌચ ખુલીને આવે છે. જૂની કબજિયાતવાળા દર્દીએ થોડા દિવસો સુધી નિયમિત સેવન કરવાથી યકૃતને પણ શક્તિ મળે છે. 40 થી 80 ગ્રામ સુધી ગરમાળાની સીંગના મૂળનું ચૂર્ણ સવાર સાંજ પાણીમાં વાટીને પીવાથી શૌચ ખુલીને આવે છે. જો આ ડોઝ સવારે લેવાનો હોય તો રાત્રે ખીચડીમાં વધારે ઘી ઉમેરીને ખાવાથી આંતરડામાં ચિકાસ આવી જાય છે.

સુકા ગુલાબના ફૂલ, વરિયાળી અને ગરમાળાની સીંગના માવાને સરખા પ્રમાણમાં લઈને વાટી લો. 1 કપ પાણીમાં 2 ચમચી પાવડર ઓગાળીને સાંજે રાખી દો. રાત્રે સૂતા પહેલા ગાળીને પીવાથી બીજા દિવસે સવારે કબજિયાતથી રાહત મળશે.

કબજિયાત ઉપર ગરમાળાની સીંગ ચમત્કારિક અસર કરે છે. ગરમાળાની સીંગના સુકા ફળનો 4 ઇંચ લાંબા ટુકડાને 1 ગ્લાસ પાણીમાં નાખી દો. તેમાં ગુલાબી રંગના ગુલાબના ત્રણ ફૂલ (સુકા અથવા તાજા કોઈ પણ) અને 2 ચમચી મસાલામાં વપરાયેલી જાડી વરિયાળી લો. બધાને એક કલાક પાણીમાં પલાળ્યા પછી તેને ઉકાળો જેથી પાણી અડધુ રહે. પછી તેને ગાળીને રાત્રે ગરમ જ પીવો. નવો, જુનો, ગાંઠાદાર, સુકો મળ, ગમે તે હોય, ફાયદાકારક રહેશે.

જ્યાં સુધી કબજિયાત હોય ત્યાં સુધી તે દરરોજ પીવો. લાભ થાય તો બંધ કરો. જ્યારે પણ કબજિયાત ફરીથી દેખાય છે, તે ફરીથી આ રીતે લો. બાળકોને અડધા પ્રમાણમાં અને શિશુઓને ચોથા ભાગમાં આપો. બાળકોથી વૃદ્ધ, સગર્ભા સ્ત્રીઓ પણ કબજિયાત દુર કરવા માટે તે લઈ શકે છે. કબજિયાતમાં તે સારો લાભ કરે છે.

અઠવાડીયામાં એક વખત રાત્રે 3 ગ્રામ વરિયાળી, ગરમાળાની સીંગ 3 ગ્રામ, નાની હરડેનો જાડો ચુરો 2 ગ્રામ, દાડમના દાણા 5 ગ્રામ, 2 કપ પાણીમાં ઉકાળો. એક કપ રહે એટલે ગાળીને પીવાથી કબજિયાત દુર થાય છે અને ચોમાસાની ઋતમાં પેટને લગતા રોગો થતા નથી.

ઉનાળાની ઋતુમાં ગરમાળાની સીંગના ઝાડના ઘાટા પીળા રંગના ઘટાદાર ફૂલો દૂરથી જ જોવા મળે છે. ગરમાળાની સીંગના ફૂલોનો ગુલકંદ બનાવીને ખાવાથી કબજિયાત દુર થાય છે, ગુલકંદ વધુ પ્રમાણમાં ખાવાથી ઝાડા થઇ જાય છે, જીવ ગભરાવા લાગે છે, અને પેટમાં ગડબડ થવા લાગે છે. ગરમાળાની સીંગના ફૂલોનું ગુલકંદ, આંતરડાના રોગો, સુક્ષ્મજ્વર અને રક્તપિત્તમાં ફાયદાકારક છે. કોમલાંગી મહિલાએ તેનું સેવન 25 ગ્રામ સુધી રાત્રીના સમયે કબજિયાતમાં તેનું સેવન કરવું જોઈએ.

7. સુકી દ્રાક્ષ : સુકી દ્રાક્ષ 25 ગ્રામ, અંજીર 2 નંગ અને સનાયનું ચૂર્ણ પા ચમચીને 1 ગ્લાસ પાણીમાં પલાળો. થોડા સમય પછી, તે બધાને પાણીમાં મસળીને પછી તેને ગાળી લો. તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી શુદ્ધ મધ, મિક્ષ કરીને સવારે ખાલી પેટ તે ડોઝ લેવાથી શૌચ સારી રીતે આવે છે અને પેટ સાફ થઇ જાય છે.

8. અંજીર : અંજીર 10 ગ્રામ સુતા પહેલા લેવાથી કબજિયાતમાં લાભ થાય છે.

9. અખરોટ : અખરોટની છાલને ઉકાળીને પીવાથી અતિસારમાં રાહત મળે છે.

10. ચીકણી સોપારી : ચીકણી સોપારી, નાની હરડે અને સિંધવ મીઠુંને સરખા ભાગે લઈને પીસી લો. દરરોજ 5-6 ગ્રામના પ્રમાણમાં ગરમ પાણી સાથે ખાવાથી કબજિયાત દુર થઇ જાય છે.

11. છાશ : છાશમાં વાટેલો અજમો નાખીને પીવાથી કબજિયાત દુર થઇ જાય છે.

છાશ પીવાથી કબજિયાત, ઝાડા, મરડો, ખંજવાળ, ચોથા દિવસે આવતો મેલેરિયા તાવ, બરોળ, બ્લડ પ્રેશરની ઓછું અથવા વધારે, અસ્થમા, સંધિવા, હેમરેજ, ગર્ભાશયની બીમારી, મેલેરિયાજનક યકૃતના રોગ અને મૂત્રાશયની પથરીમાં ફાયદો થાય છે. છાશમાં અજમો અને મીઠું ભેળવીને પીવાથી મળનો અવરોધ દૂર થાય છે.

12. સિંધવ મીઠું : 6 ગ્રામ સિંધવ મીઠાને દેશી ઘી માં શેકીને હળવા ગરમ પાણી સાથે ખાવાથી 3-4 વખત ઝાડા આવવાથી પેટ હળવું થઇ જાય છે.

13. ગુલાબ : ગુલાબના ફૂલ 10 ગ્રામ, સનાય(સોનામુખી) 10 ગ્રામ, વરિયાળી 10 ગ્રામ અને સુકી દ્રાક્ષ 20 ગ્રામને 250 મિલીલીટર પાણીમાં નાખીને રાખી દો. સવારે ઉઠ્યા પછી બધાને એજ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. જ્યારે પાણી 50 મિલીલીટર રહે ત્યાર પછી આ ઉકાળાને ગાળ્યા પછી પીવાથી સંપૂર્ણપણે કબજિયાત દૂર થઇ જાય છે.

ગુલાબના ફૂલમાં ઘણા બધા ફાઇબર હોય છે, તેથી તે કબજિયાતને દુર કરે છે. તે આંતરડામાં છુપાયેલા મળને બહાર કાઢી દે છે. 2-2 ચમચી ગુલકંદ સવારે અને સાંજે સૂવાના સમયે નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવાથી કબજિયાત દુર થઇ જાય છે. તેનાથી પેટ અને આંતરડાની ગરમી શાંત થાય છે. તે મગજને ઠંડક પ્રદાન કરે છે.

2-2 ચમચી ગુલકંદ સવારે કે રાત્રે સુતા પહેલા હુંફાળા દૂધ અથવા પાણી સાથે લેવાથી કબજિયાત સંપૂર્ણપણે દૂર થઇ જાય છે. ગુલકંદને સરખા પ્રમાણમાં ગરમાળાની સીંગના માવા સાથે 1-1 ચમચી અથવા ગુલકંદને સનાયના પાન સાથે સેવન કરવાથી કબજિયાતનો રોગ ઠીક થઇ જાય છે.

ગુલાબનાં પાન, સનાય અને ત્રણેને 3:2:1 ના પ્રમાણમાં 50 ગ્રામ લઈને ઉકાળો. ઉકળતા સમયે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે રાત્રિના સમયે હુંફાળું કરીને પી જવું જોઈએ. કબજિયાતને દૂર કરવા માટે તે ખૂબ જ ઉપયોગી દવા છે.

જૂની કબજિયાતમાં 2 મોટી ચમચી ગુલકંદ, 4 સુકી દ્રાક્ષ અને અડધી ચમચી વરિયાળી એક સાથે ઉકાળવી જોઈએ. જ્યારે અડધુ પાણી બાકી રહે ત્યારે તે રાત્રે સૂવાના સમયે, શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ પીવું. લગભગ 2 ગ્લાસ પાણી ઉકળવા માટે રાખવું જેથી 1 ગ્લાસ બાકી રહે.

ગુલાબનાં પાન 10 ગ્રામ, સનાયનો વાટેલો પાવડર 1 ચમચી, 2 નાની હરડે લઇને 2 કપ પાણીમાં ત્રણેને ઉકાળો. જ્યારે એક કપ પાણી બાકી રહે છે, ત્યારબાદ આ બનેલા ઉકાળાનો ઉપયોગ કરવાથી કબજિયાતના રોગમાં લાભ થાય છે. 10 ગ્રામ ગુલાબ, 10 ગ્રામ મજીઠ(એક ઔષધિ), નિસોતની છાલ 10 ગ્રામ, હરડે 10 ગ્રામ અને 10 ગ્રામ સોનામુખી વગેરેને 80 ગ્રામ ખાંડમાં મિશ્રણ કરીને પાવડર બનાવી લો. લગભગ 4 ગ્રામ પાવડરને ઠંડા પાણી સાથે પીવાથી ફાયદો થાય છે.

14. સનાય(સોનામુખી) : સનાયના 50 ગ્રામ પાન, 100 ગ્રામ વરિયાળી અને 20 ગ્રામ સાકરનો પાઉડર બનાવીને રાખો. 10 ગ્રામ પાઉડર નવશેકા પાણી સાથે ખાવાથી કબજિયાતના રોગમાં રાહત મળે છે. સનાય 15 ગ્રામ, સુંઠ 15 ગ્રામ, વરિયાળી 15 ગ્રામ અને સિંધવ મીઠું 15 ગ્રામ વગેરેને વાટીને ગાળી લો. રાત્રે સુતા પહેલા હુફાળા પાણી સાથે મસળીને ગાળી લો. પછી તેમાં ખાંડ મિક્સ કરીને પીવાથી કબજિયાતમાં લાભ થાય છે.

સનાયના પાનનું ચુર્ણ લગભગ એક ગ્રામનો ચોથો ભાગ લવિંગ અને જેઠીમધ સાથે રાત્રે આપવાથી સવારે શૌચ ખુલીને આવે છે. ધ્યાનમાં રાખો કે ગુપ્ત કબજિયાત અથવા ઇરિટેબલ કોલોનની મુશ્કેલીઓમાં તેને આપવું જોઈએ નહીં.

સનાયના પાન 20 ગ્રામ પીસીને ચુર્ણ બનાવી લો. આ પાવડરમાં બીજ વગરની 30 ગ્રામ સુકી દ્રાક્ષ મસળી લો. તેમાં પાણી ઉમેરશો નહીં, આ મિશ્રણની નાની ગોળીઓ બનાવી લો. 2 ગોળીઓ રાત્રે દૂધ અથવા પાણી સાથે ખાવાથી કબજિયાત દુર થાય છે.

સનાય 6 ગ્રામ, હરડે 6 ગ્રામ, નિશોત 6 ગ્રામ અને સુકી દ્રાક્ષ 6 ગ્રામ લઈને બારીક ચુર્ણ બનાવી લો. આ ચુર્ણને 10 ગ્રામ લઈને સાકર અને દૂધ સાથે પીવાથી અતિસાર આવવાનું શરુ થઇ જાય છે. અને પેટ સાફ થઇ જાય છે. નોંધ : સાંજે ફક્ત ચોખા અને દહીંનું સેવન કરવું જોઈએ.

15. તુલસી : તુલસીના પાંદડા 25 ગ્રામ વાટીને 5 ગ્રામ મીઠા દહીંમાં ભેળવીને સેવન કરો. બાળકોને અડધો ગ્રામ ડોઝ તરીકે મધ સાથે સવારે આપવાથી લાભ થાય છે.

તુલસીના 4 પાન, તજ, સુંઠ, જીરું, સનાયનાં પાન અને લવિંગને સરખા ભાગે લઈને વાટીને ચટણી બનાવી લો. આ ચટણીને એક કપ પાણીમાં ઉકાળો. જ્યારે અડધો કપ પાણી બાકી રહે ત્યારે તેને 2 ડોઝના રૂપમાં લેવાથી ફાયદો થશે.

16. કુંવારપાઠું : કુંવારપાઠું લઈને તેનો માવો 10 ગ્રામ કાઢી લો. તેમાં તુલસીના 4 પાંદડા અને સનાયના થોડા પાન મિક્ષ કરીને એક માવો બનાવો. આ માવાનું સેવન જમ્યા પછી કરવાથી કબજિયાતની તકલીફ ઓછી થઇ જાય છે. 20 ગ્રામ કુંવારપાઠું લઈને તેમાં થોડું સિંધવ મીઠું ભેળવીને સવાર સાંજ ખાલી પેટે ખાવાથી કબજિયાત મટે છે.

17. બિજડી : ચણા, ઘઉં અને જવને સરખા ભાગે લઈને રોટલી ખાવાથી કબજિયાત દુર થાય છે.

18. પપૈયા : કાચા પપૈયા અથવા પાકેલા પપૈયા ખાવાથી કબજિયાત દુર થાય છે. સવારના સમયે પપૈયાનું દૂધ પીવાથી કબજિયાત દુર થાય છે. કબજિયાતમાં સુતા પહેલા પાકેલા પપૈયાનું સેવન કરવું ફાયદાકારક છે. ભોજન કર્યા પછી પપૈયા ખાવાથી કબજિયાતની ફરિયાદ દુર થઇ જાય છે.

19. ડુંગળી : રોજ 1 કાચી ડુંગળી ભોજન સાથે ખાવાથી કબજિયાત દુર થાય છે. ડુંગળીનો ઉકાળો 40 મિલીલીટર દિવસમાં 2-3 વખત લેવાથી ફાયદો થાય છે. દરરોજ કાચી ડુંગળી ભોજન સાથે ખાવાથી કબજિયાતનો રોગ દુર થાય છે.

20. મૂળા : મૂળા ઉપર મીઠું, કાળા મરી નાખીને ભોજન કરતી વખતે 2 મહિના સુધી સતત ખાવાથી કબજિયાત દુર થઇ જાય છે. મૂળાના પાનનો રસ 20 થી 40 મિલીલીટર જેટલો રસ સવાર-સાંજ સેવન કરવાથી ઝાડો અને પેશાબ ખુલાસાબંધ આવે છે. મૂળાના બીજનું ચૂર્ણ 1-3 ગ્રામના પ્રમાણમાં રોજ સવાર સાંજ સેવન કરવાથી કબજિયાતમાં લાભ થાય છે.

મૂળો અને તેના પાન કાપીને તેમાં ડુંગળી, કાકડી, ટામેટા વગેરે કાપીને નાખો. આ તૈયાર થયેલા કચુંબરમાં, 5-10 ટીપાં સરસિયાનું તેલ પણ ઉમેરી શકાય છે. ભોજન સાથે દરરોજ આ રીતે તૈયાર કરેલું કચુંબર જે સંપૂર્ણ ભોજનનો એક તૃતીયાંશ ભાગ છે તેને ખાવાથી કબજિયાત દુર થઇ જાય છે. મૂળાનું શાક અથવા તાજા નરમ પાન વાળા મૂળા ખાવાથી અથવા મૂળાનું અથાણું ખાવાથી કબજિયાત દુર થાય છે.

21. કાળા મરી : 9 ગ્રામ કાળા મરીને દેશી ઘી માં શેકીને પાવડર બનાવી લો. તેમાં અડધો ગ્રામ સુંઠ ખાવાથી સતત 5 થી 6 દિવસ સુધી ઝાડા આવીને કબજિયાતની ફરિયાદ દુર થઇ જાય છે. 2-3 ગ્રામના પ્રમાણમાં કાળા મરીનું સેવન કરવાથી પેટનો ગેસ દૂર થઇ જાય છે અને પેટ હળવું થઇ જાય છે.

22. કેસુડો : કેસુડાંના બીજને વધુ પ્રમાણમાં ખાવાથી કબજિયાત ઓછી થઇ જાય છે.

23. મકાઇ : મકાઈનો રસ પીવાથી શૌચ ખુલીને આવે છે.

24. કેર : કેર (કેરડાનું વૃક્ષ) ની છાલનું ચુર્ણ ખાવાથી બંધ પેટ સાફ થઇ જાય છે.

25. પીચ : પીચના ફળનો ઉકાળો બનાવીને સેવન કરવાથી પેટ સાફ થઈ જાય છે.

26. સફેદ નિશોથ : સફેદ નિશોથના દાંડલા કાઢીને વાટી લો. તેમાં પીપર અને સિંધવ મીઠું નાખીને રાખી લો. લગભગ 6 ગ્રામ ચૂર્ણ રોજ ખાવાથી પેટની કબજિયાત દુર થાય છે.

27. ચંપો : ચંપાના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી ઝાડા આવીને કબજિયાતની તકલીફ દુર થાય છે.

28. અંજીર : અંજીર 5 થી 6 નંગ 250 મિલીલીટર પાણીમાં ઉકાળી લો, તે પાણીને ગાળીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. કાયમી રીતે રહેતી કબજિયાતમાં અંજીર ખાવાથી કબજિયાત દુર થઇ જાય છે. 2 અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ચાવીને પાણી પીવાથી પેટ સાફ થઇ જાય છે.

અંજીરનાં 2 થી 4 ફળ ખાવાથી ઝાડા આવે છે. ખાતા દરમિયાન ધ્યાન રાખો કે તેમાંથી નીકળતું દૂધ ત્વચા ઉપર ન પડી જાય કારણ કે આ દૂધમાં બળતરા અને ખંજવાળ ઉભી કરી શકે છે. ભોજન કરતી વખતે અંજીર સાથે મધનો ઉપયોગ કરવાથી કબજિયાતની ફરિયાદ દુર થઇ જાય છે.

29. રેવંદ ચિની : રેવંદ ચિનીને વાટીને 1 ગ્રામની માત્રામાં મધ ભેળવીને સેવન કરો. રેવંદ ચિની 1 થી 2 ગ્રામના પ્રમાણમાં સુતા પહેલા લેવાથી સવારે શૌચ ખુલાસાબંધ આવે છે. હળવા ઝાડા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખશો કે જૂની કબજિયાતમાં ન આપશો.

30. કેસર : અડધો ગ્રામ કેસરને ઘી માં વાટીને ખાવાથી એક વર્ષ જુની કબજિયાત દુર થઇ જાય છે.

કબજિયાતનો અસરદાર ઘરેલું ઈલાજ ભાગ 1 ની લીંક >>>>> મોટામાં મોટી કબજિયાતનો અસરદાર ઈલાજ, આ નુસખા અપનાવ્યા પછી કબજિયાત તમને પરેશાન નહિ કરે

કબજિયાતનો અસરદાર ઘરેલું ઈલાજ ભાગ 2 ની લીંક >>>>> આ રીતે લીમડો કરશે તમારી કબજિયાત દુર, જાણો કબજિયાતના બીજા અસરદાર ઘરેલું નુસખા