આજે આઠમા નોરતે માં મહાગૌરીની કૃપાથી આ રાશિના લોકોને થશે ફાયદો, વાંચો રાશિફળ.

મેષ રાશિ : આજે યાત્રા સુખદ અને મનોરંજક રહેશે. જીવનસાથી સાથે સંબંધ થોડા ઉત્તમ હશે. જુના અને બાળપણના મિત્રો સાથે ભેટને કારણે મનમાં પ્રસન્નતા બની રહેશે. નવા મિત્ર પણ બની શકે છે. લાઈફ પાર્ટનરના સૌંદર્ય પ્રસાધનમાં ધન ખર્ચ થશે. લવ પાર્ટનર સાથે યાદગાર પળો પસાર કરવાના છો. પ્રેમિકાની ઈચ્છા પુરી કરવાના છો.

વૃષભ રાશિ : વ્યાપારમાં કોઈ પણ ડીલ કરતા સમયે સતર્ક રહો. પરિવારમાં બધું સારું રહેશે. કોઈ યાત્રા પર એકલા જઈને કંટાળી શકો છો. પોતાની આસપાસ આંખ અને કાન ખુલ્લા રાખો. પ્રેમ સંબંધોમાં એક બીજા પ્રત્યે વિશ્વાસ વધશે. વ્યાપારમાં આવક વધશે અને બાકી નાણાંની વસૂલીની પણ શક્યતા છે. ધનલાભની શક્યતા છે.

મિથુન રાશિ : જીવનસાથી સાથે તાલમેલ સ્થાપિત થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાણી અને વ્યવહારમાં સાચવીને ચાલો. શારીરિક રૂપથી અસ્વસ્થતા અને માનસિક ચિંતા બની રહેશે. વ્યાપારમાં વિઘ્નની શક્યતા છે. પણ આર્થિક દ્રષ્ટિથી લાભ થશે. આજનો દિવસ તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે કોઈ પગલું ભરવા માટે સારો છે. મેડિટેશન જરૂર કરો.

કર્ક રાશિ : આજે પરિસ્થિતિ તમારા અનુસાર નહિ હોય, પરંતુ એટલી ખરાબ પણ નહિ હોય કે તમને કોઈ મુશ્કેલી થાય. નકામી ચિંતાઓમાં આજનો દિવસ ખરાબ ન કરો. પોતાની ઉર્જા અને આઈડિયાને યોગ્ય દિશામાં લગાવો. જૂની વાતોને વિચારવાથી કોઈ લાભ નથી થવાનો. વર્તમાન સ્થિતિને સ્વીકારો કારણ કે વર્તમાનમાં જ ભવિષ્યનો નિર્ણય હોય છે.

સિંહ રાશિ : આજે તમારો દિવસ પરિવારજનો સાથે પસાર થઈ શકે છે. તમે સાથીઓ સાથે બહાર ફરવાનો પ્લાન બનાવી શકો છો. તમારે ગુસ્સામાં કોઈ વાત કરવાથી બચવું જોઈએ. અમુક લોકો તમારા વ્યવહારથી પ્રભાવિત પણ થઈ શકે છે. ઓફિસનું વાતાવરણ ઠીક-ઠાક રહેશે. પરિવારજનો સાથે કોઈ રેસ્ટોરેંટમાં ડિનર કરવા જઈ શકો છો. તમારો કોન્ફિડન્સ વધેલો રહેશે. સિનિયર્સ તમારા કામથી ખુશ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહેશે. ગાયને રોટલી ખવડાવો, તમારી બધી સમસ્યાઓ દૂર થશે.

કન્યા રાશિ : શિક્ષણમાં પ્રગતિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિથી મન પ્રસન્ન રહેશે. આઇટી અને મીડિયા ફિલ્ડના લોકો પોતાના કામમાં સંઘર્ષ કરશે. સંતાનના લગ્નમાં આવનારી અડચણો ખતમ થશે. ધનના આગમનના રસ્તા બનશે. જીવનસાથી સાથે ધાર્મિક યાત્રાની શક્યતા રહેશે. તમારી લવ લાઈફ પણ સારી રહેશે. આજે ધનના વ્યયને લઈને થોડા ચિંતિત રહેશો. ચામડીના રોગથી પરેશાની થઈ શકે છે. ભૂરો અને આસમાની રંગ શુભ છે.

તુલા રાશિ : તમારામાં ભાવુકતા વધારે રહેશે. વિદ્યાર્થીગણ આજે અભ્યાસ અને કરિયર સંબંધિત વિષયોમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. ઘરના વાતાવરણમાં સુખ શાંતિ બની રહેશે. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર પર તમારા પ્રયત્ન રંગ લાવશે. પરિવારના કોઈ સભ્ય સાથે વાતચીત બંધ કરી શકો છો. વ્યવસાયમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. સંબંધમાં મધુરતા બની રહેવાની છે. પરિણીત જીવનમાં આનંદનું વાતાવરણ બની રહેવાનું છે.

વૃશ્ચિક રાશિ : પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ ખુશખબર મળી શકે છે. તમારા પુરસ્કારોને જોઈને કોઈ તમારી પ્રશંસા કરશે. કોઈની સાથે મિત્રતા પ્રેમમાં બદલાઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. ધન અને પ્રતિષ્ઠામાં નુકશાન થવાની શક્યતા છે. બપોર પછી સ્વભાવમાં ભાવુકતા વધી શકે છે. પીળો રંગ શુભ છે. આ રાશિ માટે લાલ રંગ સમૃદ્ધિકારક છે. ગોળનું દાન કરો.

ધનુ રાશિ : આજે કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે આર્થિક રૂપે તમને ઘણી મદદ કરી શકે છે, અથવા કોઈ મોટો લાભ પહોંચાડી શકે છે. અમુક જુના સંબંધ જો દૂર જઈ રહ્યા છે તો નિરાશ ન થાવ, તેમાં પણ તમારી ભલાઈ છે. પોતાને પરિસ્થિતિઓ અનુસાર ઢાળવાનો પ્રયત્ન કરો. વૈવાહિક જીવન માટે આજનો દિવસ ખુશહાલ રહેવાનો છે. પ્રેમીનો પ્રેમ ભરેલો સંદેશ વાંચીને મન વિચલિત રહેશે.

મકર રાશિ : આજે પારિવારિક ખુશીઓ માટે તમારે તમારી ઈચ્છાઓનો ત્યાગ કરવો પડી શકે છે. આજે તમે થોડા વિચારમાં પડી શકો છો. કોઈ નવું કામ કરવાથી તમારે બચવું જોઈએ. બિઝનેસના કામમાં કોઈની મદદ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ જૂની વાતને લઈને તમે થોડા પરેશાન થઈ શકો છો, પણ સાંજ સુધી બધું સારું થઈ જશે. ઘરે અચાનક કોઈ મિત્ર આવી શકે છે. મંદિરમાં અત્તરનું દાન કરો, તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે.

કુંભ રાશિ : ન્યાયિક સેવાના લોકો સફળ રહેશે. આજે ધનનો વ્યય થોડો વધારે થશે. મેનેજમેન્ટ અને મીડિયા ફિલ્ડના લોકોના નોકરી ચેન્જ કરવાના અવસર બની શકે છે. સેલ્સ તથા માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો પોતાના ટાર્ગેટ પુરા કરશે. દાંપત્ય જીવનમાં કોઈ વાતને લઈને ખુશી આવી શકે છે. લવ લાઈફ સારી રહેશે. કૃષ્ણ મંદિરમાં વાંસળીનું દાન કરો. ભૂરો રંગ શુભ છે. સ્વાસ્થ્ય સુખ સારું રહેવું જોઈએ. ગરીબોને કાળા વસ્ત્રનું દાન કરો. કાળી માતાના મંદિરમાં કપૂર સળગાવો અને લવિંગ અર્પણ કરો.

મીન રાશિ : નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. મીડિયા, બેન્કિંગ તથા મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો સફળ રહેશે. આઇટી વાળાએ સંઘર્ષ કરવો પડશે. લવ લાઈફમાં પ્રેમી સામે લગ્નની વાત મુકવાનો સુંદર સમય છે. જેને પ્રેમ કરો છો તેમને પ્રપોઝ કરી શકો છો. ડાયાબિટીસના રોગથી પરેશાની થઇ શકે છે. સફેદ અને પીળો રંગ સમૃદ્ધિ કારક છે. પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવો.