હિંદુ ધર્મમાં 8 પ્રકારના હોય છે લગ્ન, જાણો કયા લગ્ન કરવા સૌથી વધારે યોગ્ય હોય છે?

શાસ્ત્રોમાં આઠ પ્રકારના લગ્ન(વિવાહ) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી પાંચ પ્રકારના વિવાહોને ઘણા જ અશુભ માનવામાં આવે છે. બ્રહ્મ, દેવ આર્શ, પ્રજાપ્રત્ય, અસૃર, ગાંધર્વ, રાક્ષસ અને પીચાશ આઠ પ્રકારના વિવાહોના નામ છે. આ આઠે વિવાહમાંથી બ્રહ્મ વિવાહને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ આઠ વિવાહ શું હોય છે? અને આ વિવાહની ખાસિયત શું છે? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

બ્રહ્મ વિવાહ :

आच्छाद्य चार्चयित्वा च श्रुतिशीलवते स्वयम् ।

आहूय दानं कन्याया ब्राह्मो धर्मः प्रकीर्तितः ॥

આ શ્લોકનો અર્થ – બ્રહ્મ વિવાહને બંને પક્ષની સંમતીથી કરાવવામાં આવે છે. આ વિવાહ કન્યાની ઈચ્છાનુસાર થાય છે, અને કન્યા પક્ષના કુટુંબીજનો દ્વારા વર પક્ષ સાથે વિવાહનો આગ્રહ રાખવામાં આવે છે. આ વિવાહ પુરા વૈદિક વિધિ અને નિયમ હેઠળ કરાવવામાં આવે છે. આ વિવાહ બીજા વિવાહથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

દેવ વિવાહ :

यज्ञे तु वितते सम्यगृत्विजे कर्म कुर्वते ।

अलङ्कृत्य सुतादानं दैवं धर्मं प्रचक्षते ॥

આ શ્લોકમાં દેવ વિવાહ શું હોય છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વિવાહમાં ઋત્વિજને વર તરીકે પસંદ કરવામાં આવે છે. ત્યાર પછી તેને કન્યા પક્ષ તરફથી ઘરેણા ભેંટ કરીને કન્યાના હાથમાં સોપવામાં આવે છે. આ પ્રકારના વિવાહને દેવ વિવાહના નામથી ઓળખવામાં આવે છે.

આર્શ વિવાહ :

एकं गोमिथुनं द्वे वा वरादादाय धर्मतः ।

कन्याप्रदानं विधिवदार्षो धर्मः सः उच्यते ॥

આ પ્રકારના વિવાહમાં વર પક્ષ દ્વારા કન્યા પક્ષને ઘરેણા અને ગાય-બળદ આપવામાં આવે છે. ભેંટ મળ્યા પછી કન્યાના વિવાહ વર સાથે પરંપરાઓ સાથે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રાચીન કાળમાં ખેતી ઉપર જ લોકોનું જીવન આધારિત હતું. એટલા માટે તે સમયે ગાય-બળદને ભેંટ તરીકે આપવામાં આવતા હતા. જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો આર્શ વિવાહમાં કન્યા પક્ષ વાળાને કન્યાનું મુલ્ય આપીને કન્યા સાથે વિવાહ કરવામાં આવતા હતા.

પ્રજાપત્ય વિવાહ :

सहोभौ चरतां धर्ममिति वाचाऽनुभाष्य च ।

कन्याप्रदानमभ्यर्च्य प्राजापत्यो विधि स्मृतः ॥

આ પ્રકારના વિવાહ કન્યાના માતા પિતા દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ વિવાહમાં કન્યાની સહમતી નથી લેવામાં આવતી. આ વિવાહ શ્રીમંત અને પ્રતિષ્ઠિત વર સાથે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો પૈસાની લાલચમાં માતા પિતા પોતાની કન્યાના વિવાહ બળજબરી કોઈ શ્રીમંત છોકરા સાથે કરાવી દે છે.

ગાંધર્વ વિવાહ :

इच्छया अन्योन्यसंयोगः कन्यायाश्च वरस्य च ।

गांधर्वः स तु विज्ञेयो मैथुन्यः कामसम्भवः ॥

આ વિવાહને પ્રેમ વિવાહ પણ કહી શકાય છે. આ પ્રકારના વિવાહમાં કુટુંબ વાળાની સહમતી વગર વર અને કન્યા એક બીજા સાથે રહે છે અને કોઈ રીત રીવાજ વગર લગ્ન કરી લે છે. સામાન્ય રીતે આ પ્રકારના વિવાહને કુટુંબ વાળા તરફથી સહમતી નથી મળતી. શકુંતલા અને રાજા દુષ્યંતની પૌરાણીક કથા મુજબ આ બંનેએ ગાંધર્વ વિવાહ જ કર્યા હતા.

અસુર વિવાહ :

ज्ञातिभ्यो द्रविणं दत्त्वा कन्यायै चैव शक्तितः ।

कन्याप्रदानं स्वाच्छन्द्यादासुरो धर्म उच्यते ॥

જે વિવાહમાં કન્યાને ખરીદવામાં આવે છે અને તેની સાથે વિવાહ કરવામાં આવે છે તેને અસુર વિવાહ કહે છે. આજે પણ ભારતના ઘણા એવા વિસ્તાર છે જ્યાં ગરીબ ઘરની કન્યાઓના માતા પિતાને પૈસા આપીને વિવાહ કરવામાં આવે છે.

રાક્ષસ વિવાહ :

हत्वा छित्वा च भित्वा च क्रोशन्तीं रुदन्तीं गृहात् ।

प्रसह्य कन्याहरणं राक्षसो विधिरुच्यते ॥

આ પ્રકારના વિવાહમાં કન્યાનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી લગ્ન કરી લેવામાં આવે છે. પ્રાચીન કાળમાં જયારે રાજા યુદ્ધ હારી જતા હતા. ત્યારે જીતેલા રાજા હારેલા રાજાની પુત્રી કે પત્નીઓ સાથે બળજબરીથી વિવાહ કરી લેતા હતા, અને આ પ્રકારના વિવાહને રાક્ષસ વિવાહ કહેવામાં આવતા હતા.

પિશાચ વિવાહ :

सुप्तां मत्तां प्रमत्तां वा रहो यत्रोपगच्छति ।

सः पापिष्ठो विवाहानां पैशाचश्चाष्टमो९धमः।|

આ પ્રકારના વિવાહમાં કન્યા સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી તેની સાથે વિવાહ કરવામાં આવે છે. ત્યાં સુધી કે તેમાં કન્યાના કુટુંબીજનોની હત્યા પણ કરી દેવામાં આવે છે. આ વિવાહને તમામ આઠો પ્રકારના વિવાહમાં સૌથી ખરાબ વિવાહ માનવામાં આવે છે.

ઉપર જણાવેલા આઠો પ્રકારના વિવાહો માંથી ઘણા વિવાહ હવે બંધ થઇ ગયા છે અને સમાજમાં એવા વિવાહ હવે થતા નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.