મળો 8 વર્ષના રેયાનને જે એક વર્ષમાં કમાયો 184 કરોડ રૂપિયા, જાણો એણે શું કર્યું?

ઈન્ટરનેટ અને સારા સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધવાની સાથે વિડીયો સ્ટ્રીમિંગ સેવા ટોપ પર છે. યુટ્યુબ, ફેસબુક, ટિક્ટોક, શેયર ચેટ અને હેલ્લો જેવા તમામ પ્લેટફોર્મ્સ પર તમને વિડીયો જ વિડીયો જોવા મળશે. આ વિડીયોથી લોકોની ખુબ કમાણી પણ થઈ રહી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે એક 8 વર્ષના છોકરાએ વર્ષ 2019 માં યુટ્યુબથી સૌથી વધારે પૈસા કમાયા છે. 8 વર્ષના આ બાળકે છેલ્લા 11 મહિનામાં પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા 26 મિલિયન ડોલર એટલે કે લગભગ 184.4 કરોડ રૂપિયા કમાણી કરી છે. આવો જાણીએ આ 8 વર્ષના બાળક વિષે.

ફક્ત 8 વર્ષની ઉંમરમાં 184 કરોડ રૂપિયા વાર્ષિક કમાવા વાળા આ બાળકનું નામ રેયાન કાઝી છે. એનું સાચું નામ રેયાન ગુઆન છે. આ બાળકે 2018 માં પોતાની યુટ્યુબ ચેનલથી 156 કરોડ રૂપિયા કમાયા હતા. તેમજ હવે ફોર્બ્સે 2019 માં સૌથી વધારે કમાવા વાળા યુટ્યૂબર્સની યાદી જાહેર કરી છે, જેમાં રેયાન કાઝી પહેલા સ્થાન પર છે. રેયાન કાજીની ચેનલનું નામ Ryan ToysReview છે.

રેયાન કાઝી પોતાની ચેનલ પર બાળકોના રમકડાંનું અનબોક્સિંગ કરે છે, અને વિડીયો બનાવે છે. રેયાન રમકડાં સાથે રમવાનો પણ વિડીયો બનાવે છે. રેયાનના ઘણા વીડિયોને એક અરબ વાર જોવામાં આવ્યા છે. તેમજ એની ચેનલના કુલ વ્યુ 35 અરબ છે.

ફોર્બ્સની યાદીમાં રેયાન પછી ડૂડ પરફેક્ટ (Dude Perfect) બીજા નંબર પર છે, અને ત્રીજા નંબર પર રશિયાની એનાસ્તાસિયા રૈડજિનકાયા (Anastasia Radzinskaya) ને સ્થાન મળ્યું છે. એનાસ્તાસિયા રૈડજિનકાયાની ઉંમર ફક્ત 5 વર્ષ છે. એનાસ્તાસિયા રૈડજિનકાયાએ જૂન 1, 2018 થી જૂન 1,2019 સુધી કુલ 20 મિલિયન ડોલર્સ એટલે કે 141 કરોડની કમાણી કરી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.