એક આઈડિયાએ બદલી નાખ્યું આ છોકરીનું જીવન, બની ગઈ અરબપતિ.

રજાઓ માણવા બેન્કોક ગયેલી 27 વર્ષની છોકરીને ઓનલાઈન ફેશન પ્લેટ ફોર્મ ઉભૂ કરવાનો એવો આઈડિયા મહિલાને ચાર વર્ષોમાં વીસ લાખ રૂપિયાથી સાત હજાર કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી, 27 વર્ષની અંકીતીએ આઈડિયાને કેવી રીતે જમીન પર ઉતાર્યો.

વર્ષ 2014 માં અંકીતી બોસ, વેંચર કેપિટલ ફર્મ સીકોઈયામાં એનાલીસ્ટ કામ કરી રહી હતી, તે સમયે 23 વર્ષની હતી. અંકીતી રજાઓમાં બેંકોક ગઈ. ત્યાંની એક માર્કેટમાં કપડાઓની ખરીદી કરતી વખતે તેમને ખબર પડી કે અહીયાનો કોઈ પણ દુકાનદાર ઓનલાઈન કપડા નથી વેચતા.

અંકીતીને થોડું વધારે રીસર્ચ કરવાથી ખબર પડી કે દક્ષીણ પૂર્વ એશિયામાં રેડીમેડ કપડાઓના ઘણા એવા વેપારીઓ છે. જે ઓનલાઈન બીઝનેસ નથી કરતા. ત્યાંથી જ તેમને પોતાનો ઓનલાઈન ફેશન પ્લેટફોર્મ શરુ કરવાનો આઈડિયા મળ્યો. બેંકોકથી ભારત પાછા આવ્યા પછી એક પાર્ટી દરમિયાન તેમણે પોતાના મિત્ર ધ્રુવ કપૂર સાથે આ આઈડિયા શેયર કર્યો. તે સમયે 24 વર્ષના ધ્રુવ સોફ્ટવેયર એન્જીનીયર હતા અને ગેમિંગ સ્ટુડીઓ કીવીમાં કામ કરતા હતા. બન્ને એ આ આઈડિયા પર કામ કરવાનું શરુ કર્યું.

લગભગ ચાર મહીને પછી ડીસેમ્બર, 2014 માં બન્નેએ પોતાની જોબ છોડી દીધી અને લગભગ 20 લાખ રૂપિયાના ખર્ચે જીલીંગો નામની કંપની શરુ કરી દીધી, આ કંપનીનું કામ દક્ષીણ-પૂર્વ એશિયાના નાના વેપારીઓને પોતાની વસ્તુ વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનું હતું.

જીલીંગોએ હાલમાં જ ફ્રેશ રાઉન્ડની ફંડિંગમાં 22.6 કરોડ ડોલર (લગભગ 1557 કરોડ રૂપિયા) ભેગા કર્યા ઘોષના કરી છે. આ ફંડિંગ પછી કંપનીની કુલ વેલ્યુ 97 કરોડ ડોલર (લગભગ 6.67 હજાર કરોડ રૂપિયા) થઇ ગઈ છે. તેની સાથે જ અંકીતી એશિયામાં 90 કરોડ ડોલરથી વધારે વેલ્યુ વાળી કંપનીની સૌથી યુવા ફાઉન્ડરોમાં સમાવિષ્ટ થઇ ગઈ છે.

અંકીતી કહે છે કે અમારી કંપની માટે આગળ ખુબ સંભાવનાઓ છે. ગુગલ એન્ડ ટેમાસેકની રીપોર્ટ મુજબ દક્ષીણ પૂર્વ એશિયામાં 2018 માં ઓનલાઈન શોપિંગની માર્કેટ 2300 કરોડ ડોલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા) થી વધારેની છે. 2025 સુધી આંકડા આ 10 હજાર કરોડ ડોલર (લગભગ 6.9 લાખ કરોડ રૂપિયા) સુધી પહોચી જશે.

જીલીન્ગોએ 31 માર્ચ 2017 એ પૂરું થયેલા વર્ષમાં 18 લાખ ડોલર (લગભગ 12 કરોડ રૂપિયા) નું જ રેવન્યુ નોધાવ્યું હતું. પણ, માર્ચ 2018 સુધી તેમાં 12 ગણાનો નફો થઇ ગયો. એપ્રિલ 2018થી લઈને જાન્યુઆરી 2019 સુધી તેમાં ચાર ગણું અને વધારો થયો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.