એક સેકન્ડમાં તૂટી ગયું સપનું, ડોક્ટર બનવા માંગતા હતા આ ચાર મિત્રો, હવે રહી ગયું જીવનભરનું દુઃખ

બાગપતમાં એક્સપ્રેસ-વે ઉપર રોડ અકસ્માત પછી ચાર પરિવાર એક ઝટકામાં વેખેરાઈ ગયું. મરનાર ચારે વિદ્યાર્થી એમબીએનો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટર બનીને લોકોની સેવા કરવા માંગતા હતા. પરંતુ કુદરતને કાંઈક જુદુ જ મંજુર હતું. ઘટનાની જાણ થતા મરનારના પરિવાર વાળા હોસ્પિટલ પહોચ્યા. તે દરમિયાન મરનારના પરિવાર વાળા શબને જોઈ વલોપાત કરતા રહ્યા. આગળની સ્લાઈડોમાં જુવો અકસ્માતના ફોટા.

હરિયાણાના ફરીદાબાદના રહેવાસી મરનાર વિધાર્થીની કરિશ્માના પિતા નરેન્દ્ર છાબડા મારુતિ કંપનીમાં કર્મચારી છે. કાકા સંજય છાબડાએ જણાવ્યું કે કરિશ્માને કોઈ ભાઈ નથી. તેની મોટી બહેન કનિકા સોફ્ટવેર એન્જીનીયર છે. કરિશ્મા દરરોજ સવારે સાત વાગ્યે પોતાના પરિવાર સાથે વાત કરતી હતી. પરંતુ મંગળવારે તેણે કોઈ સાથે વાત ન કરી. મોર્ચરીમાં મરનાર વિદ્યાર્થીની કરિશ્માની માતા રજની, તેના પિતા નરેન્દ્રની રડી રડીને ખરાબ હાલત થઇ છે.

રામપુર જનપદના કેમરી ગામની વિદ્યાર્થી મોહમ્મદ શોએબના પિતા મોહમ્મદ સાબિરને પેટ્રોલ પંપ છે. કાકા ફઇમ અહમદે જણાવ્યું કે મરનાર શોએબ ત્રણ ભાઈ બહેન હતા. તે સૌથી મોટો હતો.

રાજસ્થાનના સુરતગઢના રહેવાસી અભિષેક સોનીના પિતા બિજનેશમેન છે. કાકા ગૌરવ સોનીએ જણાવ્યું કે મરનારનો નાનો ભાઈ પણ એમબીબીએસ ડોક્ટર બનવાની તૈયારી કરી રહ્યો છે. તે હંમેશા કહેતો હતો કે ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે.

યુનીવર્સીટીમાં પણ શોક :-

શારદા યુનીવર્સીટીની મેડીકલ કોલેજ, નોયડાથી આવેલા પ્રોફેસર ડૉ. સંજીવે જણાવ્યું કે ચારે વિદ્યાર્થીમાં મૃત્યુથી કોલેજમાં શોકનું વાતાવરણ બનેલું છે. કોલેજ સ્ટાફ રોડ અકસ્માતથી દુઃખી છે. તેમણે જણાવ્યું કે ચારે વિદ્યાર્થી મેઘાવી હતા. મોર્ચરીથી પોસ્ટમોર્ટમ માટે શારદા યુનીવર્સીટીની મેડીકલ કોલેજ, નોયડાની ચાર એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓના શબોને પરિવાર વાળા ઘરે લઈને જતા રહ્યા.

આશાઓ ભરેલા એક્સપ્રેસ-વે ઉપર જીવ ગુમાવી રહ્યું જીવન :-

આશાઓ ભરેલા ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે (ઇપીઈ)નું શરુ થયાનું એક વર્ષ પૂરું થવામાં છે, પરંતુ લોકોની સુવિધાના નામે મીંડું બનેલો છે. ના દાવા ખોટા સાબિત થયા છે. ખોટા પાર્કિંગ અને ઓવર સ્પીડને કારણે જ ઘણી વખત લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

એક્સપ્રેસ-વે ઉપર ઠેક ઠેકાણે મોબાઈલ શોપ ચાલુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ પોલીસ ચુપ છે. વાહનોનું પાર્કિંગ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે. તે કારણે અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી ગઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૭મે ૨૦૧૮ના રોજ ઇપીઈ (ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે) નું ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી દિલ્હીમાં યુપી, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા વગેરે રાજ્યો માંથી આવનારા વાહનોનું દબાણ જરૂર ઘટ્યું, પરંતુ એનએચએઆઈ અધિકારી રોડ અકસ્માતને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. શરુઆતના સમયે ઓટોમેટીક ટ્રાફિક સીસ્ટમનો દાવો કર્યો.

એક્સપ્રેસ-વે ઉપર વીએમએસ, સીસીટીવી, વીઆઈડીએસ, વાર્નિંગ ડીવાઈસ, ઓવર સ્પીડ ચેકિંગ સીસ્ટમ, વેટ ઈં મોશન ઉપરાંત ફાઈબર ઓપ્ટિક નેટવર્ક ની સુવિધાઓ આપવાના દાવા કરી એનએચએઆઈએ તેની શરુઆત કરાવી.

એવું પણ કહ્યું કે કંટ્રોલ રૂમમાં દરેક માહિતી મળી રહેશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી ઉલટી છે. ઓવર સ્પીડ સીસ્ટમ બંધ થઇ ચુકી છે. અકસ્માત પછી આરોગ્ય સેવાઓનો અભિપ્રાય સમય પણ એટલો સારો સામે આવ્યો નથી. એક્સપ્રેસ-વેની બાજુમાં પેટ્રોલ પંપ, મોટલ્સ, આરામ ગૃહ, વોશ રૂમ, રેસ્ટોરેન્ટ, દુકાનો અને રીપેરીંગ સર્વિસનો દાવો કર્યો, પરંતુ મોટાભાગની સુવિધા અધુરી છે.

એક્સપ્રેસ-વે ઉપર ચાલી રહ્યા મોબાઈલ શોપ :-

એક્સપ્રેસ-વે ઉપર ગેરકાયદેસર રીતે અમુક લોકો ઠેક ઠેકાણે મોબાઈલ શોપ ચલાવી રહ્યા છે. જાહેરાત પછી પણ એક્સપ્રેસ-વે ઉપર ખોટી રીતે વાહનોનું પાર્કિંગ કરી લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. મોટા વાહનો પણ અહિયાં ખોટી રીતે રોકવામાં આવી રહ્યા છે, જેથી કોઇપણ દિવસે અકસ્માત થઇ રહ્યા છે.

ઓટો ચલાવવાની જાહેરાત પણ હવામાં :-

ઇસ્ટર્ન પેરીફેરલ બનાવવામાં લગભગ ૪૬૧૭,૮૭ કરોડ રૂપિયા ખર્ચ થયા. જયારે એક્સપ્રેસ-વે બનાવવાના કામમાં લગભગ ૯૩૭૫ કારીગરોએ યોગદાન આપ્યું છે. ઉદ્ઘાટન સમારંભમાં ઓફિસરોએ એક્સપ્રેસ-વે ઉપર ઓવર સ્પીડ વાહન ચલાવવા ઉપર, રીક્ષા ચલાવવાનું બંધ કરવાની વાત કરવામાં આવી. વાહન ચાલક જીવવું વાહન એક્સપ્રેસ-વે ઉપર દાખલ કરશે, ત્યારે ચાલકે ટેક્સ ભરવો પડશે. પરંતુ આ સુવિધા પૂરી પાડવામાં આવી નથી.

મૃત્યુને આમંત્રણ આપી રહી છે સરળ મુસાફરી :-

દિલ્હીમાં વાહનોનું દબાણ ઓછો કરવા માટે બનાવવામાં આવેલા ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે હવે મૃત્યુને આમંત્રણ આપી રહ્યું છે. એનએચએઆઈએ તેને સંપૂર્ણ રીતે એક્સીસ કંટ્રોલ એક્સપ્રેસ-વે બનાવ્યો હતો. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જવા માટે લોકોને દિલ્હીમાં આવવાની જરૂર રહેતી નથી. પરંતુ અકસ્માતને કારણે હવે લોકો આ એક્સપ્રેસ-વે ઉપરથી પસાર થવાથી ડરવા લાગ્યા છે.

એક્સપ્રેસ-વે ઉપર ઉભા રહેલા વાહનીથી થઇ રહ્યા છે અકસ્માત :-

ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે ઉપર રોડના કાંઠે ઉભા રહેલા ટ્રક અકસ્માતનું કારણ બની રહ્યા છે. ઝડપી વાહન ચાલકોને ટ્રક ઉભો છે કે ચાલી રહ્યો છે, તેની ખબર પડતી નથી. જ્યાં સુધી તે કાંઈ સમજી શકે છે ત્યારે તો વહન એક બીજા સાથે અથડાઈ જાય છે. જયારે એક્સપ્રેસ-વે ઉપર વાહનો ઉભા રાખવાની છૂટ પણ નથી.

પોલીસના જણાવ્યા મુજબ એક્સપ્રેસ-વે ઉપર બાગપત વિસ્તારમાં જ ૩૦ થી વધુ લોકોના મૃત્યુ થઇ ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થઇ ગયા છે. સુત્રોના જણાવ્યા મુજબ દરરોજ એક્સપ્રેસ-વે ઉપર રોડ અકસ્માત થઇ રહ્યા છે. ત્યાર પછી પણ સંબંધિત અધિકારીઓ જાગૃત થવાની જરૂર નથી સમજી રહ્યા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.