એક એવું મંદિર જેના અંદર પ્રવેશ કરતા ડરે છે લોકો, જાણો શું છે આ મંદિરનું રહસ્ય.

માણસને જયારે પણ કોઈ વાતનો ડર લાગે છે અથવા ભૂત પિશાચથી ડર સતાવે છે, તો લોકો ભગવાનને યાદ કરે છે. જો ભગવાનનું ધ્યાન કરવાથી પણ રાહત ન મળે તો લોકો મંદિર ચાલ્યા જાય છે. મંદિરમાં ભગવાનનું ધ્યાન કરવાથી તેની ભક્તિથી લોકોને રાહત મળે છે, પણ શું તમે કલ્પના કરી શકો છો? કે એક એવું મંદિર પણ છે, જ્યાં જવાથી લોકો ડરે છે. ત્યાં સુધી કે આ મંદિરની અંદર લોકોને ભૂત પિશાચનો ભય લાગે છે. આ મંદિરમાં જવાથી લોકોને ડર લાગે છે.

પ્રસિદ્ધ મંદિર :-

એવું અનોખું મંદિર હિમાચલ પ્રદેશના ચમ્બા એક નાના એવા કસ્બા ભરમોર છે. આ મંદિરમાં જવાથી લોકોને ભૂતોનો ભય લાગે છે. માન્યુ કે આ મંદિર નાનું એવું છે, પણ પોતાના આ અદ્વિતીય ગુણધર્મને કારણે આ મંદિર દુર દુર સુધી પ્રસિદ્ધ છે. આ મંદિરને લઈને લોકોના મનમાં ખુબ ભય છે. ત્યાં સુધી કે લોકો અંદર પ્રવેશ પણ નથી કરતા અને દુરથી જ દર્શન કરે છે. તમારા મનમાં આ સવાલ ઉઠી રહ્યો હશે કે આ ક્યાં દેવી દેવતાનું મંદિર છે. જ્યાં પ્રવેશ કરવાથી લોકો ડરે છે. આ મંદિર મૃત્યુના દેવતા યમરાજનું છે. તેમનું આ એક માત્ર મંદિર છે જે ભારતમાં આવેલું છે.

લોકો આ મંદિર પાસે જવાથી અચકાય છે. લોકોનું માનવું છે કે આ મંદિર યમરાજ માટે જ બન્યું છે અને તેના સિવાય કોઈ બીજું આ મંદિરમાં અંદર જઈ શકે નહિ આ મંદિરમાં ચિત્રગુપ્ત મહારાજાનો પણ એક રૂમ છે. એમાં લોકોના સારા ખરાબ કર્મોના લેખ જોખા હોય છે.

ચિત્રગુપ્ત પણ છે સમાવિષ્ટ :-

યમરાજ વ્યક્તિના પ્રાણ તો તેના શરીરથી અલગ કરી લાવે છે, પણ તેને સ્વર્ગ જવું છે કે નર્ક તેનો હિસાબ તે ચિત્રગુપ્તના લેખા જોખા જોયા પછી કરે છે. ચિત્રગુપ્ત મહારાજા જાનવર, માણસ કોઈ પણ જીવિત પ્રાણીના કર્મોના લેખા જોખા કરે છે. અને મૃત્યુ પહેલા જો તેનાં કર્મો સારા હોય તો સ્વર્ગ અને જો ખરાબ નીકળે છે તો નર્ક મોકલે છે. આ મંદિરને તમે એક રીતે યમરાજનો દરબાર સમજી શકો છો. એવું મનાય છે કે મંદિરના અંદર ચાર દરવાજા છે. જે સોના, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે. આ દરવાજા એ દર્શાવે છે કે વધુ પાપ કરવા વાળાની આત્મા લોખંડના દરવાજાથી જાય છે. તેનાથી ઓછા પાપ કરેલાની આત્મા તાંબાના દરવાજાથી, તેનાથી ઓછા પાપ કરેલાની આત્મા ચાંદીમાંથી નીકળીને જાય છે અને જેણે કોઈ પાપ ન કર્યા હોય તે સોનાના દરવાજાથી બહાર નીકળે છે.

તેટલું રસપ્રદ હોવાના કારણ છતાય લોકો આ મંદિરમાં નથી જવા માંગતા. એવું એટલા માટે કેમ કે મંદિરના અંદર પ્રવેશ કરવું યમરાજની પાસે જવા બરાબર મનાય છે અને એવું ત્યારે કરે છે જયારે વ્યક્તિની મૃત્યુ થઇ ગઈ હોય. આ મંદિરની અંદર પ્રવેશ કરવાથી લોકોને ભય લાગે છે. માન્યું કે તે કારણે આ મંદિર લોકોને ઘણું આકર્ષિત લાગે છે.