વૈજ્ઞાનિકો પણ છે ચકિત, એક એવું રહસ્યમય મંદિર જ્યાં મૂર્તિઓ કરે છે એકબીજા સાથે વાત

એક એવું રહસ્યમય મંદિર જ્યાં મૂર્તિઓ કરે છે એકબીજા સાથે વાત..

આપણા ભારત દેશમાં મંદિરોની કોઈ કમી નથી. કેટલાક મંદિરો તો એટલા વર્ષો જુના છે કે જેની તમે કલ્પના પણ નહિ કરી શકો. મંદિર જેટલા જુના હોય છે, તેના રહસ્ય એટલા જ ગહેરા.

દેશમાં કેટલાક મંદિરો તો ચમત્કારી પણ છે. ત્યાં થતા ચમત્કારોને વૈજ્ઞાનિક પણ આજ સુધી સમજી શક્યા નથી. આજે એવા જ એક ચમત્કારી અને રહસ્યમય મંદિર વિષે કહેવા જેઈ રહ્યા છીએ.

અહીંયા થતા ચમત્કારોને જોઈને લોકો વિચારમાં પડી જાય છે. આવો તમને જણાવીએ આ અદભુત મંદિર વિષે. રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી.

બિહારના બક્સર જિલ્લામાં આવેલું છે આ ચમત્કારી મંદિર. આ મંદિરને રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીના નામથી ઓળખાય છે. 400 વર્ષ જુના આ મંદિરની સ્થાપના એક તાંત્રિકે કરી હતી. તાંત્રિકનું નામ હતું ભવાની મિશ્ર. ત્યારથી તેમનો જ વંશ આ મંદિરની જાળવણી કરતા આવે છે. કહેવાય છે કે આ મંદિર તંત્ર સાધના માટે પ્રસિદ્ધ છે.

અહીં આવેલ શ્રદ્ધાળુઓની બધી ઈચ્છા પુરી થઇ જાય છે. લોકો મુજબ અહીંયા એક એવી ચમત્કારી ઘટના ઘટે છે જેને જોઈને લોકો હેરાન થઇ જાય છે.

આ મંદિરની મૂર્તિઓ કરે છે એકબીજા સાથે વાતો.

હાજી. આ મંદિરની મૂર્તિઓ એકબીજા સાથે વાતો કરે છે. મંદિરમાંથી લોકોને વાત કરવાના અવાજો આવે છે. આ અવાજોને સાંભળીને લાગે છે જેમ કે મૂર્તિઓ વાતો કરી રહી હોય. જે પણ અહીયાંથી અડધી રાત્રે પસાર થાય છે, તેને આ અવાજો સંભળાય છે. પહેલા લોકો આને પોતાનો વ્હેમ માનતા હતા.

વૈજ્ઞાનિકોની શોધખોળ બાદ તેનું સાચું હોવાનું સમર્થન મળ્યું છે. શોધખોળ કાર્ય બાદ વૈજ્ઞાનિકોએ કહ્યું કે અંદરથી આવતા અવાજો કોઈ વ્યક્તિના નથી. તેમનું માનવું છે કે અહીં કંઈક અજબ જરૂર છે.

વૈજ્ઞાનિકો મુજબ મંદિરની બનાવટ જ એવી છે જેનાથી નાના શબ્દો અહીં ફરે છે. તેથી દિવસમાં લોકો દ્વારા કરાયેલી વાતો, રાત્રે ગુંજે છે. પરંતુ આ પણ તેમનો માત્ર અનુમાન છે. માન્યું કે આ વાતોનું સત્ય હોવાનું કોઈ પ્રમાણ નથી.

10 મહાવિદ્યાઓની મૂર્તિઓ છે સ્થાપિત

લોકો કહે છે કે અહીંની દેવીઓ તાંત્રિક શક્તિઓને કારણે જાગૃત છે. દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ સિવાય તારા માતા, બંગલામુખી માતા, દત્તાત્રેય ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, બટુક ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

આ દેવી દેવતાઓ સિવાય અહીં 10 મહાવિદ્યાઓની મૂર્તિ પણ સ્થાપિત છે.

મૂર્તિઓના નામ – કાલી, ધૂમાવતિ, ત્રિપુર ભૈરવી, છિન્નમસ્તા, તારા, માતંગી, કમલા, ષોડશી, ભુવનેશ્વરી, ઉગ્ર તારા વગેરે. મહાવિદ્યાઓની મૂર્તિ સ્થાપીત હોવાને કારણે તાન્ત્રીકોનું આ મંદિર પર અતૂટ વિશ્વાસ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.