એક જ વ્યક્તિ સાથે બે વાર થઈ હતી ટ્વિંકલ ખન્નાની સગાઈ, આ હતું એનું કારણ

ટ્વિંકલ ખન્ના ભલે હવે ફિલ્મી દુનિયાથી દુર થઇ ચુકી છે, પણ પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆતમાં બોલીવુડને એકથી એક ચડીયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. ટ્વિંકલ ખન્નાએ ભલે અભિનય છોડી દીધો હોય પણ પોતાની રાઈટીંગ સ્કીલને કારણે તે હંમેશા સમાચારોમાં રહે છે. ટ્વિંકલ ખન્નાને લોકો તેણા નામ ઉપરાંત મિસેસ ફનીબોન્સના નામથી પણ ઓળખે છે.

ટ્વિંકલ ખન્ના દ્વારા લખવામાં આવેલી એક નોન ફ્રીક્સનલ બુક છે, ટ્વિંકલ ખન્નાના પિતા રાજેશ ખન્ના પોતાના સમયના એક ઘણા મોટા સુપરસ્ટાર હતા. ટ્વિંકલ હંમેશા પોતાના પપ્પા સાથે પોતાનો બર્થડે શેર કરે છે. ટ્વિંકલનો જન્મ તેના પપ્પાના ૩૨માં જન્મ દિવસ ઉપર થયો હતો. તે ખાસ સમય વખતે અમે તમને જણાવી રહ્યા છીએ રાજેશ ખન્ના સાથે ટ્વિંકલની દોસ્તી સાથે જોડાયેલી થોડી રસપ્રદ વાતો.

થોડા સમય પહેલા ટ્વિંકલ ખન્નાએ એક ઈન્ટરવ્યું દરમિયાન પોતાના પિતા રાજેશ ખન્નાની ખ્યાતી ઉપર વાત કરતા એક કિસ્સો જણાવ્યો હતો, ટ્વિંકલે જણાવ્યું જયારે તે નાની હતી, ત્યારે તેના જન્મ દિવસ ઉપર ઘરે ઘણા બધા પુસ્તકો અને ભેંટ આવતી રહેતી હતી. તેને હંમેશા એવું લાગતું હતું કે આ પણ ભેંટ તેના માટે છે. પછી એક દિવસ તેને ખબર પડી કે ઘરે આવતા તમામ પુસ્તકો અને ભેંટ તેના માટે નહિ પણ પપ્પા રાજેશ ખન્ના માટે આવે છે. ટ્વિંકલ ખન્ના આગળ જણાવે છે કે તે દિવસે તેને અહેસાસ થયો કે તેના પિતા કેટલા મોટા સુપરસ્ટાર છે.

ટ્વિંકલ ખન્ના પોતાના પિતા રાજેશ ખન્નાથી વધુ સ્ટ્રોંગ બોન્ડ શેર કરતી હતી. ઘણા ઓછા લોકોને ખબર છે કે ટ્વિંકલ આઈ કરેકશન સર્જરી કરાવી ચુકી છે. તે વાત ૧૯૯૫ની છે જયારે તે ફિલ્મોમાં પ્રવેશ કરવાની હતી. પણ તેની આ સર્જરી ફિલ્મોમાં આવ્યા પછી થઇ.

કરણ જોહરની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માં રાની મુખર્જીનું પાત્ર પહેલા ટ્વિંકલ ખન્નાને ઓફર કરવામાં આવ્યું હતું. પણ તે સમયે ટ્વિંકલ ખન્નાએ આ રોલ કરવાની ના કહી દીધી હતી. ટ્વિંકલ ખન્ના સાથે જોડાયેલી એક બીજી વાત છે, જે જાણીને તમને નવાઈ લાગશે, તમને કદાચ ખબર નહિ હોય પણ એક વાત એ પણ છે કે તેમણે બે વખત સગાઈ કરી છે.

પહેલી વખત અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કર્યા પછી તેમણે અક્ષય કુમાર સાથે સગાઈ કરી હતી. પરંતુ બંનેની સગાઈ કોઈ કારણસર તૂટી ગઈ હતી. પાછળથી ફરીથી તેની સગાઈ અક્ષય કુમાર સાથે થઇ હતી અને બંનેએ લગ્ન કરી લીધા. ટ્વિંકલ ખન્નાએ અત્યાર સુધી ‘બરસાત’ ‘બાદશાહ’ ‘જબ પ્યાર કિસી સે હોતા હે’ ‘ઈતિહાસ’ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.

ટ્વિંકલ ખન્નાની છેલ્લી ફિલ્મ ‘લવ કે લીએ કુચ ભી કરેગા’ વર્ષ ૨૦૦૧માં રીલીઝ થઇ હીટ. આ ફિલ્મમાં કામ કર્યા પછી ટ્વિંકલ ખન્નાએ ઇન્ડસ્ટ્રીમાંથી વિદાય લઇ લીધી, ભલે ટ્વિંકલ ખન્નાએ અભિનય છોડી દીધો હોય પણ પોતાની રાઈટીંગ અને ઈંટીરીયર ડેકોરેટરના કામને લઈને હંમેશા સમાચારોમાં રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.