એક કરોડથી વધુ નાખુશી સાથે વિશ્વના ટોપના 2 ડીસ્લાઇક વીડિયોમાં સમાવિષ્ટ ‘સડક 2’ નું ટ્રેલર

સડક 2 નો નવો રેકોર્ડ : મોસ્ટ ડીસ્લાઇક લિસ્ટમાં ભારતમાં પહેલા અને વિશ્વમાં બીજા નંબર પર છે સડક 2નું ટ્રેલર

સડક 2 … ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ છે. કલાકારો પણ આલિયા ભટ્ટ અને સંજય દત્ત જેવા છે. પરંતુ, સંજય અને પૂજા ભટ્ટ સ્ટારર 90 ના દાયકાની સુપરહિટ ફિલ્મ સડકનો બીજો ભાગ ભાગ્યે જ લોકોને પસંદ આવશે. આનું કારણ છે કે તેનું ટ્રેલર વિશ્વના સૌથી વધુ નાપસંદ વિડિઓઝની ટોચની 2 સૂચિમાં પહોંચી ગયું છે.

આ ટોચના 3 સૌથી વધુ નાપસંદ વિડીયો છે.

સડક 2 ના ટ્રેઇલરને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ નાપસંદ કર્યો છે. તેની પહેલા એટલે કે બીજો નંબર પર ગાયક જસ્ટિન બીબરનું બેબી સોંગ વિડિઓ છે. તેને 11.6 મિલિયન, એટલે કે 10 લાખ લોકો દ્વારા ડીસલાઈક કરવામાં આવ્યો છે. હમણાં વિશ્વની સૌથી અણગમતી વિડિઓ યુ ટ્યુબની 2018 રીવાઇન્ડ વિડિઓ છે. તે યુટ્યુબ દ્વારા જ પોસ્ટ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મહત્તમ 18.2 મિલિયન લોકોએ તેને નાપસંદ કરી ચુક્યા છે.

વિશ્વભરના ટોચના 5 નાપસંદ વિડિઓ

યુ ટ્યૂબ રીવાઇન્ડ 2018 ડિસલાઇક્સ – 1 કરોડ 82 લાખ

સડક 2 ટ્રેઇલર ડિસલાઇક્સ – 1 કરોડ 17 લાખ

જસ્ટિન બીબર બેબી સોંગ ડિસલાઇક્સ – 1 કરોડ 16 લાખ

યુ ટ્યૂબ રિવાઇન્ડ 2019 ડિસલાઇક્સ – 91 લાખ

બેબી શાર્ક ડાન્સ ડિસલાઇક્સ – 89 લાખ

લર્ન ધ કલર્સ (રશિયન વિડિઓ) ડિસલાઇક્સ – 6.9 લાખ

5 દિવસ પહેલા થયું રિલીઝ અને હાલત આવી છે.

રિલીઝ થયાના માત્ર 5 દિવસમાં ટ્રેલરનો આ રેકોર્ડ બનવો સૂચવે છે કે આ વખતે સ્ટાર કિડ્સ અને નેપોટિઝમની ચર્ચા કોઈ અંત સુધી પહોંચી શકે છે. ટૂંક સમયમાં, સડક 2 નું ટ્રેલર પણ નાપસંદ થનારા વિડિઓઝમાં પ્રથમ ક્રમે આવી શકે છે. જો કે, તે યુટ્યુબ પર ભારતમાં સૌથી વધુ નાપસંદ કરેલી વિડિઓમાં પ્રથમ નંબરે છે.

ભારતના સૌથી વધુ નાપસંદ કરેલા ટોચના 5 વિડિઓ

સડક 2 ટ્રેઇલર ડીસલાઇક્સ – 1 કરોડ 17 લાખ

એક્સપ્લોરિંગ શિલોંગ બાય મિસ્ટર ફૈજુ ડીસલાઇક્સ – 36 લાખ

કોમેડિયન કુનાલ કામરાનો કેરી મિનાટીને આપેલ રીપ્લાય ડીસલાઇક્સ – 24 લાખ

આમિર સિદ્દીકીનો કેરી મિનાટીને રીપ્લાય ડીસલાઇક્સ- 10 લાખ

ઓરુ અદાર લવ ફ્રીક પેની રેપ સોંગ ડીસલાઇક્સ – 9 લાખ

સિમ્બા મૂવીનું આંખ મારે ગીત ડીસલાઇક્સ – 7 લાખ

સડક 2 નું ટ્રેલર રસ્તા પર આવવા પાછળનું કારણ

12 ઓગસ્ટે રિલીઝ થયેલ સડક 2 ના ટ્રેલરના આવા હાલ એટલા માટે થયા છે કેમ કે સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ લોકો બોલીવુડ નેપોટિઝમ અને સ્ટાર કિડ્સને લઈને ખૂબ ગુસ્સે છે. તેઓ હેશટેગને ટ્રેન્ડ કરીને નાપસંદ મોડ પર આવીને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સડક 2 ની આ સ્થિતિનું અસલી કારણ ભટ્ટ પરિવાર જ છે.

આલિયાનો કોફી વિથ કરણનો વાયરલ વીડિયો જેમાં તેણી કહે છે કે હું સુશાંતને મારવા માંગુ છું.

મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીનું કનેક્શન, વાયરલ ફોટા અને રિયાના રહસ્યોનું સામે આવવું છે.

પૂજા ભટ્ટ પણ કંગના રાણોટ પર સતત હુમલો કરી રહી છે, જ્યારે કંગનાએ ભટ્ટ પર અનેક આક્ષેપો કર્યા છે.

સુહૃતાની વાયરલ ફેસબુક પોસ્ટ જેમાં મહેશ ભટ્ટે રિયાને સુશાંતથી દૂર રહેવાની સલાહ આપી હતી.

(ડીસલાઇક્સના આંકડા સમાચાર લખવાના સમય સુધીના છે)

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.