એક રાત માટે વિવાહ કરે છે કિન્નર, મહાભારતથી જોડાઈ છે આ વાતની હકીકત

કિન્નરો વિષે આપણે બધા જાણીએ છીએ. આ લોકો પૂર્ણ રીતે પુરુષ નથી હોતા અને પૂર્ણ રીતે સ્ત્રી પણ નથી હોતા. તેમની રહેણી કરણી અને કામ કરવાની રીતે પણ એકદમ અલગ હોય છે. તેમનો કોઈ એક લિંગ નથી હોતું તો તેથી આ લોકો કુવારા રહે છે. માન્યું કે ખુબ ઓછા લોકો આ વાત જાણે છે કે કિન્નર પણ લગ્ન કરે છે, પણ તેમના લગ્ન માત્ર એક દિવસના હોય છે. તમને જણાવી દઈએ કે કિન્નર આખરે કોની સાથે કરે છે? લગ્ન અને શું છે તેની પાછળનું કારણ.

ઈરાવને આપી હતી બલી :-

કિન્નરોના લગ્નની વાર્તા શરુ થઇ હતી મહાભારતથી. જયારે મહાભારતના યુદ્ધની ઘોષણા થઇ તો પાંડવોએમાં કાલીની પૂજા કરી. આ પૂજામાં કોઈ રાજકુમારની બલી આપવાની હતી. કોઈ પણ વ્યક્તિ બલી દેવા તૈયાર નહોતો. ત્યાર બાદ અર્જુન અને ઉલુપીનો પુત્ર ઈરાવન બલી માટે સામે આવ્યો. તેણે બલી દેતા પહેલા શરત રાખી કે તે કોઈની સાથે લગ્ન કર્યા વગર પ્રાણ નહી ત્યાગે. હવે પાંડવો માટે એક મોટી સમસ્યા ઉભી થઇ ગઈ. માત્ર વિધવા બનવા માટે કોઈ રાજકુમારી ઈરાવન સાથે લગ્ન કેમ કરશે.

ત્યાર પછી શ્રીકૃષ્ણએ તેનો ઉપાય કાઢ્યો અને પોતાને એક સ્ત્રીના રૂપમાં આવ્યા અને ઈરાવન સાથે લગ્ન કર્યા. લગ્નના આગલા જ દિવસે ઈરાવનની બલી આપવામાં આવી ત્યાર પછી શ્રીકૃષ્ણના સ્ત્રી રૂપે વિધવા વિલાપ કર્યો. ત્યાર પછીથી પાંડવોને યુદ્ધમાં જીત પ્રાપ્ત થઇ. ત્યાર પછીથી લઈને આજ સુધી ઈરાવનને કિન્નર પોતાના દેવતા માનવા લાગ્યા અને તેમના ત્યાગ માટે તે પોતાના દેવતાથી જ એક દિવસના લગ્ન રચે છે.

સાઉથમાં થાય છે કિન્નર લગ્ન :-

તમિલનાડુના કુવગામામાં તમને કિન્નરોના લગ્ન જોવા મળી જશે. ત્યાં દર વર્ષે નવા વર્ષના દિવસે પૂર્ણિમાથી કિન્નરોનો એક નવો ઉત્સવ શરુ થાય છે જે 18 દિવસ સુધી મનાવવામાં આવે છે. તેમાં 17 માં દિવસે કિન્નર ઈરાવન દેવ સાથે લગ્ન કરે છે. તે દિવસે તે એક સુહાગનની જેમ સોળ શૃંગાર કરે છે અને પછી પુરોહિત તેમના મંગળસૂત્ર પહેરાવે છે. જેમ ઈરાવનની આગલા દિવસે મૃત્યુ થઇ ગયું હતું તે જ રીતે પોતાના પતીને મરેલા માનીને બધી કિન્નર વિધવા વિલાપ કરે છે. અને ઈરાવનની મૂર્તિને શહેરમાં ફેરવીને તોડી દે છે. ત્યાર પછી કિન્નર પણ પોતાનો શૃંગાર છોડી દે છે.

કિન્નરોની ઓળખાણ મહાભારત અને રામાયણ કાળથી કરવામાં આવે છે. ભીષ્મ પિતામહ પોતાના ભાઈ માટે અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કરી લાવ્યા હતા પછી તેમના મનમાં કોઈ બીજા માટે પ્રેમ છે. તે જાણીને તેને છોડી દીધા હતા. અંબાને કોઈનો સાથ ન મળે તો તેણે ભીષ્મ પિતામહ સાથે સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી. પિતામહે ના પાડી દીધી, તો તેણે બદલો લેવાનો નિર્ણય લીધો અને ભગવાન શિવનું ધ્યાન કર્યું. તેણે શિવને ભીષ્મ પિતામહના મૃત્યુનું વરદાન માંગ્યું.

મહાભારત કાળથી હતા કિન્નર :-

શિવે તેને વરદાન આપતા કહ્યું કે આગલા જન્મમાં તું સ્ત્રી રૂપમાં જ જન્મ લઈશ, પણ યુવા થતા તારું શરીર પુરુષનું થઇ જશે અને પછી તું ભીષ્મ પિતામહને મારી શકીશ. આ રીતે તેણે શિખંડી રૂપે જન્મ લીધો. જે એક સ્ત્રી હતા પણ યુવક થતા પુરુષ થઇ ગયા. એક રીતે શિખંડી એક કિન્નર હતા. ભીષ્મ પિતામહ તેને સત્ય જાણતા હતા અને સ્ત્રી હોવાથી તેનો વધ નથી કરી શકતા, તેથી તેમણે બાણ ન ચલાવ્યા અને તીરની પથારી પર સુઈ ગયા.