ક્યારેક હતી નેશનલ લેવલ ફૂટબોલ પ્લેયર, આજે આ કારણે બકરીઓ ચરાવી ગુજારો કરે છે

એક સમય હતો જ્યારે તે ઓડીશા સરકારના એજેંડામાં રમત ગમત ક્ષેત્રમાં ટોપ ઉપર રહેતી હતી. પરંતુ હવે સ્થિતિ એ છે કે નેશનલ લેવલની ફૂટબોલ ખેલાડી અને ઓડીશામાં પ્રસિદ્ધી મેળવનારી આ એક મહિલા ખેલાડી આજે મજુરી કરવા અને બકરી ચરાવવા મજબુર છે. અમે અહિયાં જે મહિલા ખેલાડીની વાત કરી રહ્યા છીએ તેનું નામ તનુજા બાગે છે.

તનુજા ઓડીશાના ઝારસુગુડા જીલ્લાના ડેબદિહી ગામ સાથે સંબંધ ધરાવે છે. તનુજા પહેલાના સમયમાં ઓડીશાની નેશનલ કક્ષા સુધી પહોચી ચુકી છે. આમ તો વર્તમાનમાં ગરીબીને કારણે આ નેશનલ કક્ષાની ગોલકીપર પોતાની રમત છોડી મજુરી કરવા માટે મજબુર છે.

વર્તમાનમાં તનુજા એક નાની એવી ઝુપડીમાં રહે છે જેની અંદર તેના દ્વારા જીતેલા એવોર્ડ્સ અને સર્ટીફીકેટ ભરેલા પડ્યા છે. ફિલ્ડમાં પોતાનું સારું પ્રદર્શન કર્યા પછી તેને આશા હતી કે સરકાર રમતમાં આગળ વધવા અને એક સારું એવું જીવન જીવવામાં તેની મદદ કરશે. પણ એવું ક્યારેય ન થયું.

તનુજાનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેણે વર્ષ ૨૦૦૩થી ૧૪ વર્ષની ઉંમરમાં જ ફૂટબોલ રમવાનું શરુ કરી દીધું હતું. ત્યારપછી તેણે વ્રજનગરમાં થોડા સીનીયર ફૂટબોલ ખેલાડી પાસે તાલીમ લીધી હતી. થોડા વર્ષ પછી ઓડીશા તરફથી રમવા ઉપરાંત તનુજાને ઇન્ડીયન ટીમમાં ખાસ કરીને ગોલકીપર તરીકે પોતાનું સ્થાન જમાવી લીધું હતું. તનુજાએ વર્ષ ૨૦૧૧ સુધી ઇન્ડીયન ટીમ માટે ચાર મેચ ખાસ કરીને ગોલકીપર તરીકે રમી હતી. તેની સાથે જ તે ફૂટબોલ ઉપરાંત સ્ટેટ અને નેશનલ લેવલની રુગ્બી ખેલાડી પણ રહી ચુકી છે.

તનુજા ભીની આંખો સાથે કહે છે કે, મારા એવોર્ડ અને સર્ટીફીકેટ હવે કોઈ કામના નથી કેમ કે તેનાથી મારું ઘર નથી ચાલતું. ગરીબીને કારણે જ હું રમત વિષે વિચારી પણ નથી શકતી. તનુજા પાસે પોતાનું ઘર પણ નથી. તે હાલના સમયમાં પોતાના પતિ સાથે સરકારી જમીન ઉપર બનેલી એક ઝુપડીમાં રહે છે. તનુજાના પતિ રોજ ઉપર મજુરી કરે છે. આ બંનેને એક દીકરી પણ છે. રોજ મજુરી માંથી જે પૈસા મળે છે તેનાથી ઘર ખર્ચ ચાલે છે. તેની પાસે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું એક રેશનકાર્ડ પણ છે જેના દ્વારા જેમ તેમ કરીને પોતાનું ભરણપોષણ ચલાવી રહી છે.

આ પહેલા તનુજા પાસે એક પ્રાઈવેટ જોબ પણ હતી પરંતુ તે કાયમી ન હતી. તે જણાવે છે કે પૂર્વ કલેકટર બીબી પટનાયકના સમયમાં તેમણે મને વિદ્યાર્થીઓને ફૂટબોલ તાલીમ આપવાની એક પ્રાઇવેટ જોબ આપી હતી. ત્યારે મને ૮,૦૦૦ પગારનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ મળતા હતા માત્ર ૩૦૦૦ રૂપિયા જ. તે ઉપરાંત તે જોબ માટે મારે રોજ સાયકલ ઉપર ૧૫ કી.મી. દુર જવું પડતું હતું. આ તમામ વાતોને લઈને મારી પાસે કોઈ બીજો રસ્તો ન રહ્યો અને મેં નોકરી છોડી દીધી.

ગામની મહિલાઓ માટે તનુજા એક રોલ મોડલ હતી. તેને તનુજાની ઉપલબ્ધિઓ ઉપર ગર્વ હતો. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર કાંઈ નહિ તો તનુજાને ફરીથી રમવા માટે નોકરીની તકો તો પૂરી પાડી જ શકે છે. કલેકટર જ્યોતિ રંજન પ્રધાન કહે છે કે હું વહેલી તકે તેને મળીશ અને તેની આર્થિક સ્થિતિની માહિતી મેળવીને મદદ કરીશ. તેમણે જણાવ્યું કે અને જીલ્લાના રમત ગમત અધિકારીને મદદ કરવાનું જણાવીશું.

ଜାତୀୟ ସ୍ତରରେ ଚାରି ଚାରି ଥର ମହିଳା ଫୁଟବଲ ଟିମ ରେ ଗୋଲ କିପର ଭାବେ ଖେଳିଥିବା ତନୁଜା ବାଗ ଙ୍କ କୋହଭରା ଆବେଗ ।ଦାରିଦ୍ର୍ୟତା ତାଙ୍କୁ ଜଙ୍ଗଲରେ ଛେଳି ଚରାଳି ସଜାଇଦେଇଛି । ପରିବାର ବୋଝ ସମ୍ଭାଳିବା ତାଙ୍କ ପାଇଁ କଷ୍ଟକର ହୋଇପଡିଛି ।ପ୍ରୋତ୍ସାହନ ଅଭାବରୁ ଏକ ଅନନ୍ୟ ପ୍ରତିଭା ଆଜି ଅବହେଳିତ । ଦେଶ ଓ ରାଜ୍ୟ ପାଇଁ ଫୁଟବଲ ଓ ରଗବି ଖେଳିଥିବା ତନୁଜା ବାଗ ଆଜି ଦିନ ମଜୁରିଆ । ଦାରିଦ୍ର୍ୟତା ତାଙ୍କୁ ଜଙ୍ଗଲରେ ଛେଳି ଚରାଳି ସଜାଇ ଦେଇଛି । ଏକ ଗରିବ ଆଦିବାସୀ ପରିବାରରେ ଜନ୍ମ ନେଇଥିବା ତନୁଜାଙ୍କ ଜୀବନ ଏବେ ସଂଘର୍ଷମୟ ।

Posted by Surendra Barik on Tuesday, July 2, 2019

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.