એક સમયે ટીવી જગત પર કરતી હતી રાજ, હવે કામ માટે માગવી પડે છે ભીખ.

બોલીવુડ ઇન્ડસ્ટ્રી હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી બંને જગ્યા ઉપર ન જાણે કેટલા લોકો પોતાનું નસીબ અજમાવવા માટે આવે છે. ઘણાનું નસીબ આ ઇન્ડસ્ટ્રીમાં આવીને એકદમ બદલાઈ જાય છે, તો ઘણા આ ઇન્ડસ્ટ્રીમાં થોડો સમય કામ કર્યા પછી ક્યાય ગુમ થઇ ગયા.

આજે અમે તમને ટીવી જગતની એવી હિરોઈનો વિષે જણાવીશું. જે એક સમય ઉપર ટીવી ઉપર રાજ કરતી હતી. પરંતુ પછી તે અચાનક જ ગુમ થઇ અને હવે લાંબા સમયથી તે ટીવીમાં જોવા મળતી નથી કેમ કે તેને ઘણા લાંબા સમયથી કોઈ કામ નથી મળ્યું. આજે તે બધા ઇન્ડસ્ટ્રીમાં નાના મોટા કામ માટે પણ આમતેમ ભટકતા થઇ ગયા છે.

રાજશ્રી ઠાકુર :-

ઝી ટીવી ઉપર આવતા શો સાત ફેરે તો તમને યાદ જ હશે. જયારે તે સીરીયલ આવી હતી તો લોકોએ તેને ઘણી પસંદ કરી હતી. આ સીરીયલમાં એક પાત્ર હતું સલોની જે લોકોને ઘણું પસંદ આવ્યું હતું, સીરીયલમાં સલોનીનું પાત્ર નિભાવ્યું હતું રાજશ્રી ઠાકુરે. પરંતુ ત્યાર પછી તે ક્યાંક ગુમ જ થઇ ગઈ છે.

રાગીની ખન્ના :-

વર્ષ ૨૦૦૮માં સીરીયલ ‘રાધા કી બેટીયા’ ટીવી જગતની ફેમસ સીરીયલ માંથી એક હતી. આ સીરીયલ માંથી ટીવી જગતમાં રાગીની ખન્નાએ ડેબ્યુ કર્યું હતું. આ સીરીયલ પછી રાગીની ઘણી ટીવી સીરીયલ જેવી સરાલ ગેંદા ફૂલ, બાત હમારી પક્કી, સપના બાબુલ કા બીદાઈ એક હજારો મેં મેરી બહના, જેવી ઘણી સીરીયલ્સમાં ખાસ કરીને મુખ્ય પાત્રમાં જોવા મળી છે. પરંતુ ધીમે ધીમે તે સીરીયલ્સ માંથી ગુમ થઇ ગઈ અને હવે તે કોઈ પણ સીરીયલમાં જોવા મળતી નથી.

મૃણાલ કુલકર્ણી :-

બાળકોની મનગમતી સીરીયલ સોનપરી તો સૌને યાદ જ હશે. આ સીરીયલ ૧૮ વર્ષ પહેલા આવતી હતી અને તેમાં સોનપરીનું પાત્ર ભજતી મૃણાલ ખરેખર કોઈ પરીથી પાછી પડે તેવી તેમ ન હતી. મૃણાલે પોતાની કારકિર્દીની શરુઆત ૧૬ વર્ષની ઉંમરતી કરી દીધી હતી. તેને ટીવી ઉપર લોકોએઘણી પસંદ પણ કરી હતી. પરંતુ હવે મૃણાલની ઉંમર ૫૦ વર્ષ થઇ ગઈ છે અને તે કોઈ પણ ટીવી સીરીયલમાં જોવા મળતી નથી.

તારા શર્મા :-

તારા શર્માએ ફિલ્મો માંથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી, પરંતુ ફિલ્મોમાં ખાસ ન કરી શકવાથી તેણે ટીવી જગતનો સહારો લીધો. તારાએ ઘણી ટીવી સીરીયલમાં કામ પણ કર્યું અને ઘણા શો હોસ્ટ પણ કર્યા. પરંતુ ઘણા લાંબા સમયથી તારા કોઈ પણ ટીવી સીરીયલ કે શો માં જોવા મળી નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.