એકથી એક હૉટ અંદાઝમાં દેખાઈ સ્ટાર ડોટર્સ, જાન્હવી-અનન્યા અને સુહાનાના સુંદર ફોટા આવ્યા સામે

મુંબઈમાં હાલમાં જ સ્ટાર ડોટર્સને એકથી એક સુંદર અંદાઝમાં સ્પોટ કરવામાં આવ્યા. આ દરમિયાન એમના ઘણા બધા ફોટા પાડવામાં આવ્યા, જે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. જેને તમે આ આર્ટિકલમાં જોઈ શકો છો.

સુપરસ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાના મિત્રો સાથે હેંગઆઉટ કર્યા પછી કાંઈક આ અંદાઝમાં સ્પોટ થઈ. જણાવી દઈએ કે, સુહાના લંડનમાં ભણી રહી છે. આ દિવસોમાં તે મુંબઈમાં પોતાના ઘરે વેકેશન પર આવી છે.

ટી શર્ટ અને હૉટ શોર્ટ પેન્ટ્સ પહેરેલા સુહાનાના આ અંદાઝને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સુહાનાના બોલીવુડ ડેબ્યુને લઈને તમામ લોકો ઘણા એક્સાઈટેડ છે. જો કે શાહરુખ ખાનનું કહેવું છે કે, પહેલા સુહાના પોતાનું ભણતર પૂરું કરશે, અને એ પછી જે ફિલ્ડમાં ઈચ્છે તેમાં પોતાનું કરિયર બનાવી શકે છે.

સુહાનાની સાથે સાથે અભિનેત્રી અનન્યા પાંડેને પણ મુંબઈમાં મીડિયાના કેમેરામેને સ્પોટ કરી. ચંકી પાંડેની દીકરી અનન્યા પણ આ દરમિયાન હોટ શોર્ટ પેન્ટ્સ અને ટી શર્ટ પહેરીને ઘણા શાનદાર અંદાઝમાં જોવા મળી.

જણાવી દઈએ કે, વીતેલા દિવસોમાં અનન્યા પાંડેની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અનન્યાની સાથે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકાર પણ હતી.

આમની સાથે જ કેમેરામેને અભિનેત્રી જાન્હવી કપૂરને વર્ક આઉટ પછી સ્પોટ કરી. જાન્હવી કપૂર પણ આ દરમિયાન ઘણા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી. જણાવી દઈએ કે, ડેબ્યુ ફિલ્મ પછી જાન્હવી કપૂર આ વર્ષે ગુંજન શર્માની બાયોપિકમાં જોવા મળવાની છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.