એકવાર ફરી બ્લેક લોન્ગ ગાઉનમાં મીરા રાજપૂતે લગાવી આગ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો સ્ટાઈલિશ લુક

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હંમેશા કેમેરામાં કેપ્ચર થઇ જાય છે. મીરાને પોતાના ગ્લેમરસ લુક માટે ઘણી પસંદ કરવામાં આવે છે. પરંતુ બોલીવુડથી તે દુર જ રહે છે. આમ તો બોલીવુડથી દુર રહેવા છતાં પણ મીરા હંમેશા મીડિયા ઉપર છવાયેલી રહે છે. ક્યારેક તે પોતાના સ્ટાઈલીશ લુકને લઈને સમાચારોમાં છવાયેલી રહે છે તો ક્યારેક બિઝનેસ પ્લાનને લઈને.

શહીદ કપૂરની પત્ની મીરા રાજપૂત એક વેજીટેરીયન રેસ્ટોરન્ટ ખોલવાનું પ્લાનિંગ કરી રહી છે. શાહિદ કપૂર પોતે પણ એક સ્ટ્રીક્ટ વેજીટેરીયન છે અને બીજાને પણ તે શાકાહારી બનવા માટે પ્રેરિત કરે છે, તેવામાં મીરા પણ એવું જ રેસ્ટોરેંટ ખોલવા માંગે છે. મીરાને કુકિંગનો ઘણો શોખ છે અને તે તેને પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. આ રેસ્ટોરેંટ જુહુ બાંદ્રા વિસ્તારમાં ખોલવાનું આયોજન કરી રહી છે.

લુકને લઈને ચર્ચામાં રહે છે મીરા

આ તો થઇ થોડી પ્રોફેશનલની વાતો જે આજકાલ સમાચારોમાં છવાયેલી છે. પરંતુ વાત કરીએ પર્સનલ ફ્રન્ટની તો હાલમાં જ મીરા પોતાના લુકને લઈને ઘણી સમાચારોમાં છવાયેલી રહી છે. આમ તો મીરાની ગણતરી સ્ટાઈલીશ સ્ટાર પત્નીઓમાં થાય છે પરંતુ તે તેમાં પણ વધુ પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. ભલે તે બોલીવુડની કોઈ હિરોઈન નથી પરંતુ તેની ફેશન સેંસ કોઈ બોલીવુડ હિરોઈનથી ઓછી નથી. બોલીવુડમાં ન રહેવા છતાં પણ મીરાના ફેશન સેંસના લોકો દીવાના છે.

બ્લેક લોંગ ગાઉનમાં જોવા મળી

હાલમાં જ મીરાને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોઈ હતી. તે દરમિયાન મીડિયાએ તેના સુંદર ફોટા પાડ્યા. મળેલી જાણકારી મુજબ મીરા પોતાના કોઈ ફોટાશૂટ માટે અહિયાં આવી પહોચી હતી. તે દરમિયાન તેણે બ્લેક રંગનું ગાઉન પહેર્યું હતું જેમાં તેની સુંદરતા જોવા જેવી રહી હતી. આ ડ્રેસમાં તે સુંદર લાગી રહી હતી. મીરાનો આ ગ્લેમરસ અંદાઝ ફેંસને ઘણો પસંદ આવ્યો છે અને તે તેની જોરદાર પ્રસંશા કરી રહ્યા છે.

મીડિયાને કર્યા ઇગ્નોર

તે દરમિયાન મીરાએ પાપારાઝીને એકદમ ઇગ્નોર કરી . તે ફોટોગ્રાફર પ્રત્યે પાપારાઝીને ધ્યાન બહાર કરતા સીધી સ્ટુડિયોની અંદર જતી રહી. તેમણે એકપણ પોઝ ન આપ્યો પરંતુ તેના થોડા ફોટા કેમેરામાં કેદ થઇ ગયા જેમાં તે ઘણી સુંદર જોવા મળી. ફોટોગ્રાફર્સની સામે મીરા નીચી નજરે સ્ટુડિયોની અંદર જતી જોવા મળી.

૨૦૧૫માં થયા હતા લગ્ન

શાહિદ કપૂરે ૭ જુલાઈ વર્ષ ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આટલા સમય પછી આજે પણ બંને વચ્ચે વધુ પ્રેમ જળવાયેલો છે. શાહિદ અને મીરાને બે બાળકો છે જેના નામ મીશા અને જૈન કપૂર રાખ્યા છે. શાહિદ અને મીરા પણ બી-ટાઉનનું પરફેક્ટ કપલ છે અને તે લોકોને રીલેશનશીપ અને ફેમીલી ગોલ્સ આપવાનું ભૂલતા નથી. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર શાહિદ અને મીરાના લગ્નના થોડા ફોટા વાયરલ થયા હતા. જે ફેંસે ઘણા પસંદ કર્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.