એક વર્ષમાં 5000 કરોડપતિ ભારત છોડી જતા રહ્યા, ચક્કીત કરી દે તેવું છે આ કારણ.

દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને વેપાર કરવામાં સૌથી સરળ દેશનું સ્થાન મળવાથી ખુશ થઇ રહેલા ભારતીયોને એક રીતે દુઃખી કરી દે તેવો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલ એક રીતે તો દેશ માટે એક મોટો ઝટકો છે.

અહેવાલ મુજબ વિદેશમાં રહેવાની ઈચ્છા ધરાવનારા લોકો મોટી સંખ્યામાં દેશ છોડીને જઈ રહ્યા છે અને આ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ દેશ માટે ચિંતાનો વિષય છે.

અફરાસીયા બેંક અને અનુસંધાન ફર્મ ન્યુ વર્ડ વેલ્થ તરફથી કરાવવામાં આવેલા એક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રીવ્યુ (GWMR) ૨૦૧૯થી જાણવા મળ્યું કે ગયા વર્ષે જ ભારતમાંથી ઘણા બધા શ્રીમંત વ્યક્તિ દેશ છોડીને ગયા.

વર્ષ ૨૦૧૮માં લગભગ ૫૦૦૦ કરોડપતિ અને વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિ (HNWIS)એ દેશને છોડી દીધો, જયારે ભારતમાં એચએનડબ્લ્યુઆઈએસ વાળા લોકોના ૨ ટકા છે. વર્ષ ૨૦૧૮માં ભારત છોડીને જવા વાળા કરોડપતિઓની સંખ્યા બ્રિટેનથી ઘણી વધુ રહી, ખાસ કરીને બ્રીસ્કિટને કારણે બ્રિટેનમાં ઉથલ-પાથલ મચી ગઈ છે.

છેલ્લા ત્રણ દશકમાં પ્રવાસીઓ તરીકે બ્રિટેન આવીને વસવાટ કરવાવાળા કરોડપતિ લોકોની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ છેલ્લા બે વર્ષમાં બ્રીસ્કિટને કારણે આ ટ્રેડ બદલાઈ ગયી છે અને સતત ગ્રાફ નીચો આવતો રહ્યો છે.

ચીન તે યાદીમાં સૌથી ઉપર છે. કેમ કે અમેરિકા સાથે વેપારની લડાઈથી તેમની અર્થવ્યવસ્થા ઉપર અસર દેખાવાનું શરુ થઇ ગયું છે. ગયા અઠવાડિયે ચીન ઉપર અમેરિકાએ નવો આયાત ટેક્સ લગાવી દીધો છે, ત્યાર પછી હવે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

તે રૂસ આ યાદીમાં બીજા સ્થાન ઉપર છે અને ભારતથી આગળ છે. રૂસી અર્થવ્યવસ્થા ઘણા ઉતાર-ચડાવની અસરો સામે ઝઝૂમી રહ્યું છે. જતા રહેલા ભારતીય કરોડપતિ લોકો માટે સૌથી સારા સ્થળની યાદીમાં અમેરિકા અને ઓસ્ટ્રેલીયા સૌથી ઉપર છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં અસમાનતા ઝડપથી વધી રહી છે. દેશમાં કુલ સંપત્તિના અડધા માલિક કરોડપતિઓ એટલે વધુ સંપત્તિ ધરાવતા લોકો છે. અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે એ પણ એક મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.