લગ્ન પહેલા માં બની ટીવી ક્વીન એકતા કપૂર, ઘરે આવ્યો નાનો મહેમાન, હવે ગમે ત્યારે કરશે લગ્ન

આજકાલ મીડિયા ઉપર ઘણા અવ નવા કિસ્સા આવતા રહે છે. જેવા કે કોઈ સેલીબ્રીટીના લગ્ન, છૂટાછેડા, સ્ટાર કિડ્સનો બોલીવુડમાં પ્રવેશ, કોઈ સેલીબ્રીટીને બાળક થવું વગેરે અનેક સમાચારો આવતા રહે છે. આવા જ એક સમાચાર આજે અમારી સામે આવ્યા છે જે અમે તમારી સામે રજુ કરવાં જઈ રહ્યા છીએ.

ટીવી ક્વીન એકતા કપૂરને લઇને એક શુભ સમાચાર સામે આવ્યા છે. એકતા કપૂરના ઘેર એક ઘણા જ સારા શુભ સમાચાર આવ્યા છે, જેના વિષે જાણ્યા પછી તમે પણ આનંદિત થઈ જશો. ૪૩ વર્ષની એકતા કપૂર હાલમાં જ એક દીકરાની માં બની છે. ખરેખર એ સાંભળીને તમે પણ ઘણા ખુશ અને ચકિત રહી ગયા હશો.

જણાવી દઈએ કે એકતા કપૂર સરોગેસી દ્વારા દીકરાની માં બની છે. ત્રણ વર્ષ પહેલા તેના ભાઈ તૃષાર કપૂર પણ સરોગેસી દ્વારા સિંગલ પિતા બન્યા હતા. હવે તેની બહેન એકતા કપૂર પણમાં બની ગઈ છે. સરોગેસી દ્વારા માં બનેલી એકતા કપૂરના દીકરાનો જન્મ ૨૭ જાન્યુઆરીના રોજ થયો. મુંબઈ મિરરના સમાચારોના જણાવ્યા મુજબ ડોકટરોનું કહેવું છે, કે એકતાનો દીકરો એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ છે. તેની સાથે એ પણ જણાવવામાં આવી રહ્યું છે, કે એકતા વહેલી તકે જ પોતાના દીકરાને ઘરે લઈને આવશે. આ શુભ સમાચાર પોતે કપૂર ફેમીલી તરફથી આપવામાં આવ્યા છે.

દીકરાની માં બન્યા પછી એકતા કપૂરના પગ જમીન ઉપર નથી. એકતા પોતાના જીવન અને ઘરમાં આવેલા આ નવા મહેમાનને લઇને ઘણી જ ખુશ છે. એકતાએ પોતાનો આ આનંદ એક ઈન્ટરવ્યું દ્વારા સૌની સામે વ્યકત કર્યો. ઈન્ટરવ્યુંમાં એકતાએ કહ્યું, ખબર નથી લગ્ન ક્યારે થશે. મને લાગે છે કે સમય ઘણો જલ્દી ભાગી રહ્યો છે, અને હું ફેમીલી શરુ કરવાની રાહ જોઈ શકતી ન હતી. હવે હું ક્યારે પણ લગ્ન કરી શકું છું. એટલા માટે હું પહેલાથી જ સિંગલ પેરેન્ટ બની ગઈ.

એવા ઘણા બધા કલાકારો બોલીવુડમાં છે જેમણે સરોગસી તો નહિ, પણ બાળકોને દત્તક લઈને એમના માં બાપ બન્યા છે. એમની આ ઉદારતા જોઇને એમના ઘણા ફેન્સ પણ બાળકોને દત્તક લઈને એમનું ભવિષ્ય ઉજવળ બનાવી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.