બજારમાં ઉતારી દુનિયાની સસ્તી ઇલેક્ટ્રોનિક બાઈક,ચાર કલાક ચાર્જ કરતા ચાલશે 119 કિમી

અમેરિકાની મોટરસાઇકલની કંપની ઝીરોએ પોતાની નવી ઇલેક્ટ્રોનિક બાઈક ZERO DS ZF6.5 લોન્ચ કરી છે. આ બાઈક ફુલ ચાર્જ કરતા 119 કિલોમીટર ચાલશે અને ખાસ વાત એ છે કે ફૂલ ચાર્જ થવામાં માત્ર 4 કલાક જેટલો સમય લાગે છે.

બાઈકની સૌથી વધારે ઝડપ 160 kmph છે. આ બાઇકમાં એક હેડલાઇટ આપેલી છે. સાથે જ આમાં આ હાઈ સીટ હેન્ડલબાર નો સમાવેશ કરેલ છે આ ઇલેક્ટ્રિક બાઇકને ક્લાસિક ટીયરડ્રાપ આકારમાં બનાવાયેલ છે. કિંમતની વાત કરીયે તો DS ZF6.5 આવે છે 10995 ડોલર ( લગભગ 7 લાખ રૂપિયા ) છે, અને આને દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક બાઈક પણ કહેવામાં આવી રહી છે. આપડે તો આને મોઘી બાઈક જ કહી શકીએ.

આપડી દ્રષ્ટિએ તો આ કિમંત ઘણી વધારે છે. જો આ સકસેસ જાય તો ભવિષ્ય ઇલેક્ટ્રિક બાઈક નું જ છે અને ભારત માં કિંમત 50 હજાર હોવી જોઈએ.

આના સિવાય કંપનીની બીજી એક ઝડપી બાઈક વિષે પણ તમને જણાવી દઈએ આ બાઈકનું નામ LS – 218 છે આને દુનિયાની સૌથી ઝડપી બાઈક મનાઈ રહી છે. આ બાઈકની કિંમત લગભગ 25 લાખ છે.

તેના સિવાય કંપનીની ઝીરો એસ ( ZERO S ) નામની બાઈક ફૂલ ચાર્જ થયા બાદ 240 કિમીની માઈલેજ આપે છે. પરંતુ તેને ફૂલ ચાર્જ થવામાં લગભગ 10 કલાકનો સમય લાગે છે. એક તરફ દુનિયાભરમાં બધા વધતા પ્રદુશણથી હેરાન છે એવામાં હવે સમય આવી ગયો છે ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાનો.

માન્યુ કે આમાં હજુ સમય લાગશે, પરંતુ આ સમયની માંગ પણ છે. ઇલેક્ટ્રિક વાહનો નું ભવિષ્ય આવશે જ કારણ કે અત્યારે જે રીતે પ્રદુષણ વધી રહ્યું છે એનો વિકલ્પ લાવ્યા વિના છુટકો નથી.