રેલવેના પાટા ઉપર કોઈ કરન્ટ મૂકી દે, તો શું થશે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાયેલ આ 14 પ્રશ્નોથી ચકરાઈ જશે તમારું માથું

કયા પ્રાણીનો આધાર કાર્ડ બનાવી શકાય છે? ઇન્ટરવ્યૂમાં પૂછનાર એવા 15 સવાલ, જે તમારું માથું ચકરાવી દેશે. મિત્રો યૂપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા (UPSC Prelism 2020) આવતા મહિને 4 ઓક્ટોબરે છે. આ પરીક્ષાને પાસ કરીને કેન્ડીડેટ્સ મુખ્ય પરીક્ષા સુધી પહોંચી જશે. મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂ થશે જેમાં અધિકારી બનવાની લાયકાતના પેરામીટર્સ પર યોગ્ય સાબિત થવું પડે છે. યૂપીએસસીની પરીક્ષાની સાથે સાથે કેન્ડીડેટ્સે ઇન્ટરવ્યૂના સવાલ અને જવાબના મૉક ટેસ્ટ પણ આપવા જોઈએ. તેનાથી તમારી તર્કશક્તિ અને રીઝનિંગ શકતી મજબૂત થશે.

આઈએએસ ઇન્ટરવ્યૂમાં કરંટ અફેયર્સની સાથે રીઝનિંગના સવાલ પણ પૂછવામાં આવે છે. એટલા માટે અમે તમારા માટે એવા જ સવાલો લઈને આવ્યા છીએ અને તેની નીચે તેના જવાબ પણ લખ્યા છે. આ સરળ દેખાતા સવાલોના જવાબ તમને વિચારમાં મૂકી દેશે.

સવાલ 1 : તમે એક કાચા ઈંડાને સખત સપાટી પર કઈ રીતે ફેંકશો કે જેથી તે તૂટે નહિ?

જવાબ 1 : સખત સપાટી ઈંડાના પડવાથી નહિ તૂટે, તેના પર કોઈ પણ રીતે ઈંડાને ફેંકી શકાય છે.

સવાલ 2 : 100 રૂપિયાના છુટા કરવા પર તેમાં 10 ની એક પણ નોટ ના હોય અને કુલ 10 હોય, એવું કઈ રીતે થાય?

જવાબ 2 : 50+20+5+5+5+5+5+2+2+1 = 100.

સવાલ 3 : એવી કઈ વસ્તુ છે જેનો કોઈ પડછાયો નથી હોતો?

જવાબ 3 : રસ્તો.

સવાલ 4 : બેંકને હિંદીમાં શું કે છે?

જવાબ 4 : અધિકોષ.

સવાલ 5 : પેટ સંબંધી બીમારી વિષે જણાવો?

જવાબ 5 : સ્વાસ્થ્ય વિભાગની આયુષ શાખામાં ફરજ બજાવનાર વિશેષ સચિવ IAS રાજકમલ યાદવને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યૂપીએસસીના ઇન્ટરવ્યૂમાં મને બીમારીઓ વિષે પૂછવામાં આવી રહ્યું હતું. સામે બેસેલા એક સર સમોસું ખાઈ રહ્યા હતા. મને પૂછવામાં આવ્યું કે, પેટ સંબંધિત બીમારીઓના અમુક કારણ જણાવો.

મેં જવાબ આપ્યો કે, જે સમોસું તમે ખાઈ રહ્યા છો, સૌથી વધારે પેટની બીમારીઓ આવી વસ્તુઓ ખાવાથી જ થાય છે. આ જવાબ પર બધા હસી પડ્યા. તેમણે મને કહ્યું કે, તમે પણ ખાવ, તો મેં કહ્યું – હું બીમારીઓ નથી ખાઈ શકતો.

સવાલ 6 : જો વીતેલા પરમ દિવસથી એક દિવસ પહેલાનો દિવસ, શનિવારથી ત્રણ દિવસ આગળ આવતો દિવસ હોય, તો આજે કયો દિવસ છે?

જવાબ 6 : શુક્રવાર.

સવાલ 7 : દુનિયામાં સૌથી પહેલા લિપસ્ટિકની શોધ કોણે કરી હતી?

જવાબ 7 : અરબ વૈજ્ઞાનિક અબુલકોસિસે સૌથી પહેલા 9 મી સદીમાં સખ્ત લિપસ્ટિકની શોધ કરી હતી.

સવાલ 8 : એક હત્યારાએ મોતની સજા માટે 3 રૂમમાંથી એક પસંદ કરવાનો છે. પહેલામાં આગ સળગી રહી છે. બીજામાં બંદુકો સાથે અન્ય હત્યારા છે અને ત્રીજા રૂમમાં 3 વર્ષથી ભૂખો સિંહ છે. તેના માટે કયો રૂમ સૌથી સુરક્ષિત રહેશે?

જવાબ 8 : ત્રીજો રૂમ તેના માટે સુરક્ષિત હશે, કારણ કે ત્રણ વર્ષથી ભૂખ્યો રહેવા પર તે સિંહ જીવતો નહિ બચે.

સવાલ 9 : જો રેલવેના પાટા પર કોઈ કરંટ લગાવી દે તો શું થશે? કારણ કે રેલવેના પાટા દૂર સુધી ફેલાયેલા હોય છે.

જવાબ 9 : જો રેલવેના પાટા પર કરંટ લગાવી દેવામાં આવે તો સૌથી પહેલો સવાલ મગજમાં એજ ઉઠશે કે, દૂર સુધી પાટાનો સ્પર્શ કરનારને કરંટ લાગી શકે છે?

પણ એવું નહિ થાય, કરંટ વધારે દૂર સુધી નહિ ફેલાય, કારણ કે પાટા જમીન સાથે જોડાયેલા હોય છે, અને અર્થિંગ સિસ્ટમને કારણે કરંટ વધારે દૂર સુધી નહિ ફેલાઈ શકે. જોકે જ્યાં કરંટ છોડવામાં આવ્યો હોય, ત્યાં રહેલા લોકોએ તેનું નુકશાન સહન કરવું પડી શકે છે.

સવાલ 10 : બધા પક્ષી આગળની તરફ ઉડે છે. એવા એક માત્ર પક્ષીનું નામ જણાવો જે પાછળની તરફ ઉડે છે?

જવાબ 10 : કીવી પક્ષી.

સવાલ 11 : એવું કયું પ્રાણી છે, જેના ત્રણ હૃદય હોય છે?

જવાબ 11 : ઓક્ટોપસ.

સવાલ 12 : તમારા શહેરમાં કેટલી ટ્રાફિક લાઈટ છે?

જવાબ 12 : ત્રણ – લાલ, પીળી અને લીલી.

સવાલ 13 : કયા પ્રાણીનું આધાર કાર્ડ બનાવી શકાય છે?

જવાબ 13 : કોઆલા નામનું એક પ્રાણી છે, જેનું આધારકાર્ડ બનાવી શકાય છે. આ પ્રાણીની ફિંગરપ્રિન્ટ માણસો જેવી જ હોય છે.

સવાલ 14 : અંગ્રેજીમાં 3 અક્ષરોનો એવો કયો શબ્દ છે, જે એક છોકરીને મહિલા બનાવી દે છે?

જવાબ 14 : AGE (ઉંમર).

આ માહિતી એશિયનનેટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

આ માહિતી એશિયનનેટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.