ઈલેક્ટ્રિક કારથી ચીન એક પગલું આગળ, હવામાં ઉડાવ્યું ઈલેક્ટ્રિક પ્લેન જાણો આજ છે ભવિષ્ય

વિશ્વમાં રોજ નવી નવી ટેકનોલોજીની શોધ કરવામાં આવી રહી છે. હાલના સમયમાં જેના વિષે આપણે કલ્પના પણ નથી કરતા હોતા, એવી એવી શોધો સામે આવી રહી છે. પહેલા આપણે ક્યારે પણ વિચાર્યું નહિ હોય કે, આટલું મોટું વિમાન આકાશમાં કોઈ આધાર વગર ઉડી શકશે. પરંતુ હવે એ શક્ય બની ગયું છે. આ વિમાન પેટ્રોલથી ચાલે છે, માટે તેના ભાડામાં ઘણો વધારો જોવા મળે છે. હવે આ વિમાન ઈલેક્ટ્રિસિટીથી ચાલશે, જેની શોધ હમણા જ ચીનમાં કરવામાં આવી છે, આવો તેના વિષે વિગતવાર જાણીએ.

દુનિયામાં જ્યાં ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવાની વાત થઇ રહી છે. ત્યાં ચીન ઇલેક્ટ્રિક પ્લેન લોન્ચ કરવાની દિશામાં આગળ વધ્યું છે. ચીને પોતાના પહેલા ૪ સીટર ઇલેક્ટ્રિક વિમાનનું સફળ ટ્રાયલ પૂરુ કરી લીધુ છે.

સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ, આ ઈલેક્ટ્રિક વિમાનને મંગળવારે પહેલી વખત ઉડાડવામાં આવ્યું. આ ઈલેક્ટ્રિક વિમાનનું વજન ૧૨૦૦ કી.ગ્રા. છે. તેની લંબાઈ ૮.૪ મીટર છે અને તેની પાંખો 13.૫ મીટરની છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, એક વખત ફૂલ ચાર્જ થયા પછી આ વિમાન 300 કી.મી. સુધી ઉડી શકે છે. જો કે લગભગ ૯૦ મિનીટ સુધીનો સમય હોઈ શકે છે. એટલે કે એક વખત ચાર્જ થયા પછી તે વિમાન ૯૦ મિનીટ સુધી હવામાં ઉડી શકે છે.

આ ઈલેક્ટ્રિક વિમાનમાં 70 kWh ની બેટરી છે. તેની બેટરીની ક્ષમતા વધારવા હજુ પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ લાઈટવેટ કાર્બનથી બનેલા વિમાનને ચીનના ઉત્તરી શહેર શેન્યાંગમાં ઉડાડવામાં આવ્યું. આ ઈલેક્ટ્રિક વિમાનનું નામ RX4E આપવામાં આવ્યું છે. વિમાન હળવું હોવાને કારણે તેના બોડી પાર્ટ્સમાં કાર્બન ફાઈબર કમ્પોઝીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને કારણે પારંપરિક વિમાનોની સરખામણીમાં તેનું વજન ઘણું ઓછું છે.

આ ઈલેક્ટ્રિક વિમાનને ચીનના Liaoning General Aviation Research Institute એ બનાવ્યું છે. કંપનીનું કહેવું છે કે. ઓછા અંતર માટે આ વિમાન ઉત્તમ વિકલ્પ સાબિત થશે. તે ઉપરાંત પાયલટ ટ્રેનીંગ પણ ઉપયોગમાં લેવામાં આવશે.

2023 માં શરુ થશે ફ્લાઈંગ ટેક્સી :

ઈલેક્ટ્રિક વિમાનોનો ધંધાકીય ઉપયોગ વ્યવહારિક થઇ શકે છે. કેમ કે આ વિમાન અવાજ અને વાયુ પ્રદુષણ નહિ કરે. ઉબેરે ૨૦૨૩થી મેલબોર્નમાં ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સી સેવા શરુ કરવાનું આયોજન કર્યું છે. આ સેવા ડલાસ અને લોસ એજીલીસમાં પહેલાથી જ આપવામાં આવી રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.