હોટલમાં ઘુસ્યો હાથી, ખુબ આરામથી ફરતા આવી કરી મસ્તી, જુઓ મજેદાર વિડિઓ.

હાથી દુનિયાનો સૌથી મોટો ધરતી પર ચાલવા વાળો પ્રાણી છે. હાથીઓને ખુબ ઈંટેલિજેંટ પણ માનવામાં આવે છે. આમનું વિશાળ શરીર હોય છે. સામાન્ય રીતે હાથી જંગલો કે રિજનલ પાર્કમાં દેખાઈ આવે છે. ક્યારે ક્યારે આપણને હાથી રોડ પર મહાવતની સાથે દેખાઈ આવે છે. અમને પૂર્ણ ભરોસો છે કે તમે ક્યારેય પણ હોટલની અંદર હાથીને ફરતા જોયો હશે નહિ. થોડું વિચારો તમે કોઈ હોટલમાં રોકાયા છો. ત્યારે જ દરવાજો ખોલી બહાર આવો છો, તો જુઓ છો કે હોટલની અંદર એક હાથી ખુબ આરામથી આમ તેમ ફરી રહ્યો છે. ચોક્કસ આ નજારો જોઈ તમે હક્કા બક્કા થઇ જશો.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ પ્રખ્યાત થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક હાથી હોટલની ગલીયોમાં ખુબ આરામથી ફરી રહ્યો છે. આ દરમિયાન હોટલમાં રાખેલ સામાનની સમીક્ષા પણ કરે છે. આ અનોખો વિડીયો ટ્વીટર પર @upidaisy નામના યુઝરે જાહેર કર્યો છે. વિડીયોને શેયર કરવાની સાથે કૈપશનમાં લખ્યું છે “મારી મમ્મીનો મેસેજથી આજે સવારે ઊંઘ ખુલી. તેમણે જણાવ્યું કે કેવી રીતે શ્રીલંકાની એક હોટલમાં એક હાથી ઘુસી ગયો. તે ખુબ આરામથી ફરી રહ્યો હતો અને પોતાની સૂંઢથી સામાનને અડી રહ્યો હતો.”

જાણકારી અનુસાર આ વિડીયો શ્રીલંકણા જેતવિંગ યાલા હોટલનો છે. રસપ્રદ વાત એ છે કે હાથીએ હોટલમાં કોઈ પણ પ્રકારનું નુકશાન પહુંચાડયું નહિ. તે ફક્ત મજા લઇ રહ્યો હતો. આની સાતે આ હાથીની સામે ના તો કોઈ માણસ આવ્યો અને કોઈએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો નહિ. ટ્વીટર પર એક યુઝરે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે આ હોટલમાં આ હાથી આવનારા દિવસોમાં આવતો જતો રહે છે. આ હોટલની પાસે એક સફારી કેમ્પ છે, એવામાં હાથી ઘણી વખત હોટલની અંદર પણ ઘુસી જાય છે. આ પ્રકારના ઘણા વિડીયો તમને ઓનલાઇન મળી જશે. તે યુઝર અનુસાર આ હાથીનું નામ નાટા કોટા છે.

વિડીયો જોઈને લોકોના ખુબ મજેદાર રિએક્શન આવવા લાગ્યા. મોટાભાગના લોકોને આ વાત પસંદ આવી હતી કે હાથી હોટલમાં રાખેલ સામાનને કેટલા ઉત્સુકતાની સાથે પોતાની સૂંઢથી ચેક કરી રહ્યો હતો. તેની માટે આ વસ્તુ હકીકતમાં નવી અને અજીબ રહી હશે. કહેવાય છે કે હાથી સામાન્ય રીતે શાંત જીવ જ હોય છે. તે ત્યારે જ આક્રમક થાય છે, જયારે કોઈ તેમને હેરાન કરે છે. તમે પણ આ ચકિત કરી દેનાર વિડીયો જોઈએ શકો છો.

તો તમે લોકોને હોટલના અંદર ફરી રહેલો હાથી કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. શું તમે ક્યારેય આનાથી પહેલા આવો નઝારો જોયો છે? સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય, તો આને પોતાના મિત્રોની સાથે શેયર પણ કરો. આ રીતે તે પણ થોડું ઇન્ટરટેન થવા લાગે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.